Kia ઈન્ડિયાના નેશનલ હેડે કહ્યુ-2025 પહેલા ઈલેક્ટ્રિક કાર ન ખરીદતા, આપ્યું આ કારણ

દેશમાં પાછલા ઘણાં વર્ષોથી ઈલેક્ટ્રિક કારોને લઇ લોકોની વચ્ચે ક્રેઝ વધી રહ્યો છે. ઘરેલૂ વાહન નિર્માતાઓ ઉપરાંત વિદેશી કંપનીઓ પણ ઝડપથી પોતાના ઈલેક્ટ્રિક વાહનોના પોર્ટફોલિયોને વધારવામાં લાગ્યા છે. ઈલેક્ટ્રિક કારોની રેસમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હ્યુંડૈ, એમજી મોટર્સ અને કિઆ ઈન્ડિયા જેવી કંપનીઓ સામેલ છે. જોકે, કિઆ ઈન્ડિયાના નેશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ હરદીપ સિંહ બરારનું માનવું છે કે, 2025 પછી ઈલેક્ટ્રિક કાર ખરીદવી યોગ્ય બને છે.

પાછલા દિવસોમાં કિઆ ઈન્ડિયાએ માર્કેટમાં પોતાની નવી સેલ્ટોસ ફેસલિફ્ટને રજૂ કરી હતી. આ SUVની સાથે જ કિઆ મોટર્સે ભારતીય માર્કેટમાં લગભગ 4 વર્ષ પહેલા એન્ટ્રી કરી હતી અને હવે આ કારને અપડેટ કરી માર્કેટમાં ઉતારવામાં આવી છે. આ અવસરે કિઆ ઈન્ડિયાના નેશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ હરદીપ સિંહ બરારે જણાવ્યું કે, હાલમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદવા સમજદારીભર્યું કામ નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં તેઓ કઈ રીતની મુશ્કેલીઓ જુએ છે. તેના જવાબમાં બરાર કહે છે, હાલની સ્થિતિને જોતા EV સેગમેન્ટમાં 3-4 મોટા પડકારો છે.

આ છે 4 મોટા પડકારો

  1. ઈલેક્ટ્રિક ગાડીઓ ઓછી છે તો લોકો પાસે પસંદગીના વિકલ્પો પણ ઓછા છે
  2. પેટ્રોલ-ડીઝલ કારોની સરખામણીમાં ઈલેક્ટ્રિક કારો ખાસ્સી મોંઘી છે. જેની કિંમત લગભગ 70થી 80 ટકા વધારે છે.
  3. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત પણ એક મોટું કારણ છે.
  4. અમુક EVની રેન્જ હજુ ઓછી છે, જોકે ધીમે ધીમે તે સારી થઇ રહી છે. આશા છે કે 2025 સુધીમાં આ સ્થિતિઓને લઇ સુધારો જોવા મળશે.

હરદીપ સિંહનું કહેવું છે કે, 2025 સુધીમાં માર્કેટમાં એવા ઈલેક્ટ્રિક વાહનો આવી જશે જેની રેન્જ વધારે રહેશે. સાથે જ ચાર્જિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સુધરી જશે. મારું માનવું છે કે 2025 પછીથી ઈલેક્ટ્રિક કારો ખરીદવી યોગ્ય રહેશે.

કિઆની માસ માર્કેટ કાર

કિઆ ઈન્ડિયા ભારતીય બજારમાં માસ માર્કેટ ઈલેક્ટ્રિક કાર લાવવાની તૈયારીમાં છે. જોકે આ સેગમેન્ટમાં કંપનીના પોર્ટફોલિયોમાં પહેલાથી જ Kia EV6 ઈલેક્ટ્રિક SUV મોજૂદ છે. આ એક પ્રીમિયમ કાર છે. જેની કિંમત 60.95 લાખ રૂપિયાથી લઇ 65.95 લાખ રૂપિયાની વચ્ચે છે. ડ્રાઈવિંગ રેન્જની વાત કરીએ તો તેને લઇ કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 708 કિમી સુધીનું અંતર કાપી શકે છે. જોકે, ઈલેક્ટ્રિક કાર ખાસ્સી મોંઘી છે અને સામાન્ય નાગરિકની પહોંથી ઘણી દૂર છે. એવામાં કંપની બજેટલક્ષી ઈલેક્ટ્રિક કાર લાવવાની યોજના બનાવી રહી છે. જે ઓછી કિંમતે સારી રેન્જ આપે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.