કારમાં ગિયર બદલીને તરત હટાવી લો લિવર પરથી હાથ, આ બાબતે મોટાભાગના લોકો કરે છે ભૂલ
મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી કારમાં ડ્રાઇવરે જાતે ગિયર બદલવાના હોય છે. ગિયર બદલવાનું કામ ગિયર સ્ટિક અથવા કહો કે ગિયર લીવર દ્વારા થાય છે. ડ્રાઇવર પોતાના ડાબા હાથનો ઉપયોગ કરીને ગિયર સ્ટિકથી ગિયર ઘટાડે છે તેમજ વધારે છે. પરંતુ, તમે ઘણા ડ્રાઇવરોને ગીયર નહીં બદલતા સમયે પણ ગિયર સ્ટિક પર હાથ રાખતા જોયા હશે. એટલે કે, જ્યારે ડ્રાઇવરે કારનું ગિયર નહીં બદલવાનું હોય ત્યારે પણ તે ગિયરની સ્ટિક પર પોતાનો ડાબો હાથ રાખી મૂકે છે. કેટલાક લોકોને એ આદત પડી જાય છે. પરંતુ, આવું નહીં કરવું જોઈએ. જો તમે પણ ગિયર સ્ટિક પર ગિયર નહીં બદલતા સમયે પણ તમારા હાથ સ્ટિક પર રાખી મૂકો છો, તો આવું કરવું તરત જ તમારે બંધ કરવું જોઈએ, કારણ કે તેનાથી કારના ટ્રાન્સમિશન સેટઅપ પર ખરાબ અસર પડે છે અને તેની ઝડપથી બગડવાની શક્યતાઓ વધી જાય છે.
એ સમજવા માટે કે મેન્યુઅલ કારમાં ગિયર સ્ટિક પર હાથ રાખી મૂકવાથી ટ્રાન્સમિશન સેટઅપ કેવી રીતે ખરાબ થાય છે, તે પહેલા તમારે એ જાણવું પડશે કે ગિયરબોક્સ કામ કેવી રીતે કરે છે. ખરેખર, ટ્રાન્સમિશન બોક્સની અંદર એક સિલેક્ટર ફૉર્ક હોય છે, જે ગિયર સ્ટીકને મુખ્ય ગિયરબોક્સ સાથે જોડે છે. જ્યારે તમે ગિયર બદલો છો, ત્યારે સિલેક્ટર ફૉર્ક તે ગિયરમાં જાય છે, જેમાં તમે ગિયર સ્ટિકને શિફ્ટ કરી છે.
ત્યારે, હવે જ્યારે તમે વિના ગિયર બદલવા દરમિયાન પણ તમારા હાથને ગિયર સ્ટિક પર રાખી મૂકો છો, ત્યારે અજાણતાં જ સિલેક્ટર ફૉર્ક પર તમારા હાથમાંથી એક ફૉર્સ ટ્રાન્સફર થાય છે, જેનાથી સિલેક્ટર ફૉર્ક સતત રોટેટિંગ કૉલરના સંપર્કમાં રહે છે. હવે ભલે તમે ગિયર નહીં બદલી રહ્યા હોવ પરંતુ સિલેક્ટર ફૉર્ક અને રોટેટિંગ કૉલરના સતત સંપર્કમાં રહેવાથી, તે બંને ઝડપથી ખરાબ થાય છે.
ક્યાં મૂકવો હાથ?
હવે જે લોકોને ગિયર સ્ટિક પર હાથ રાખવાની આદત હશે, તેઓ વિચારી રહ્યા હશે કે ગિયર સ્ટિક પર નહીં તો પછી ક્યાં હાથ મૂકવો? તેનો સાચો જવાબ છે કે ડ્રાઇવિંગ કરતી વખતે, સંપૂર્ણ ધ્યાન રસ્તા પર અને હાથ સ્ટિયરિંગ પર રાખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp