400 ફૂટ ઊંડી ખીણમાં પડી કાર, iPhoneના આ ફીચરે વ્યક્તિને આપ્યું 'જીવનદાન'

iPhone 14એ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરી છે. હકીકતમાં, એક વ્યક્તિ અચાનક કાર અકસ્માતનો શિકાર બની ગયો, જ્યાં તેની કાર 400 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ પછી, iPhone 14માં રહેલું ક્રેશ ડિટેક્શન અને સેટેલાઇટ ઇમરજન્સી SOS જેવી જીવન રક્ષક સુવિધાઓએ તેના અકસ્માતના સ્થાનને ટ્રેક કરવામાં મદદ કરી છે. આ સ્થાન પર કોઈ મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી અને વાઈફાઈ સુવિધા નહોતી.
એપલના ઉત્પાદનો ઘણી વખત તેમની ખાસ વિશેષતાઓને કારણે ઘણા લોકોની જિંદગી બચાવતા હોવાનું નજરે પડ્યું છે. હવે એવો જ એક જીવ બચાવવાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કાર 400 ફૂટની ઊંચાઈએથી પડી હતી. આ પછી iPhone 14એ તે વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરી. આ મામલો લોસ એન્જલસનો છે. આ કંઈ પહેલો કિસ્સો નથી, આ પહેલા Apple સ્માર્ટવોચે એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો, જ્યાં તેને હાર્ટ એટેક આવ્યા બાદ સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
લોસ એન્જલસમાં એક Apple iPhone 14 યુઝર અચાનક રોડ અકસ્માતનો શિકાર બન્યો. તેમની કાર માઉન્ટ વિલ્સન વિસ્તારમાં આવેલી 400 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આવી સ્થિતિમાં તેના iPhone 14એ બચાવ કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હકીકતમાં, iPhoneમાં હાજર ક્રેશ ડિટેક્શન અને ઇમરજન્સી SOS સેટેલાઇટ સાથે જોડાયેલા હતા. જ્યાં ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી ન હતી તો પણ આ સુવિધા કામ કરતી હતી. આ ફીચર્સે યુઝર્સના જીવ બચાવવામાં મદદ કરી છે.
iPhone 14માં હાજર ક્રેશ ડિટેક્શન ફીચર, અકસ્માત પછી તરત જ ઓટોમેટીક એક્ટિવ થઈ જાય છે. આ પછી, ઘાયલ થયેલા વ્યક્તિને શક્ય તેટલી વહેલી તકે બચાવી લેવામાં આવ્યો અને તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો.
iPhone 14માં બીજું ફીચર ઇમરજન્સી SOS છે, જે સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે કામ કરે છે. SOS ફીચરે ઈમરજન્સી સેટરને મેસેજ મોકલવાનું શરૂ કર્યું. આ વિસ્તારમાં કોઈ મોબાઈલ નેટવર્ક અને વાઈફાઈ કવરેજ નહોતું. આવી સ્થિતિમાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને શોધવો સરળ ન હતો. છતાં પણ, યુઝર્સનું ચોક્કસ સ્થાન શોધી કાઢવામાં આવ્યું હતું.
iPhone 14 મોડલ્સમાં ક્રેશ ડિટેક્શન ડિફોલ્ટ છે. તેમાં સેટેલાઇટ ઇમરજન્સી SOS ફીચર પણ છે. આ સુવિધા માટે, iPhone 14 ને iOS 16.1 અથવા તેનાથી ઉપરના વર્ઝન સાથે અપડેટ કરવું પડતું હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp