- Tech and Auto
- ચીને સૌથી શક્તિશાળી કોઇલ ગન મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું, વિનાશકારી હુમલો કરે છે
ચીને સૌથી શક્તિશાળી કોઇલ ગન મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું, વિનાશકારી હુમલો કરે છે
ચીની નૌસેનાએ દુનિયાની સૌથી શક્તિશાળી કોઇલ ગનનું ટેસ્ટિંગ કરીને ખળભળાટ મચાવી દીધો છે. કોઇલ ગન એ એક પ્રકારનું વિધૃત ચુંબકીય રીતે સંચાલિત હથિયાર છે જે ખૂબ જ ઝડપ અને સચોટતા સાથે શસ્ત્રોને લોન્ચ કરવામાં સક્ષમ છે.ચીનનું આ શસ્ત્ર વિશાશકારી હુમલો કરવા માટે સંભવ બની શકે છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટમાં સામેલ વૈજ્ઞાનિકોના કહેવા મુજબ પહેલી વાર જનતાની સામે આવેલા ફાયરીંગ ટેસ્ટીંગમાં, વિધૃત ચુંબકીય લોન્ચરે 124 કિલોગ્રામ (273 પાઉન્ડ)ના બારુદને 0.05 સેકન્ડથી પણ ઓછા સમયમાં 700 કિ.મી (435 મીલ પ્રતિ સેકન્ડ).ની સ્પીડથી ફાયર કર્યું હતું.

આ કોઇલ ગનમાં ઉપયોગમાં લેવાનારા સૌથી ભારે જાણીતો બારૂદ હતો. આ ઝડપે ગતિ કરનારો એક ગોળો અનેક કિલોમીટર દુર લક્ષ્યને મારી શકે છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોઇલ ગનને Gauss Gun અથવા મેગ્નેટિક એક્સીલેટર તરીકે અથવા ગોસ રાઇફલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શસ્ત્રમાં બંદૂકના બેરલ સાથે ગોઠવાયેલા કોઇલની શ્રેણીનો સમાવેશ થાય છે, જેમાંથી દરેક એક 'સ્ટેજ' બનાવે છે.

દરેક કોઇલને એક ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે એક પછી એક સક્રીય કરવામાં આવે છે જે બારૂદને ઉપર ઉઠાવી શકે છે અને આગળ વધારી શકે છે.લોન્ચ દરમિયાન, બારુદ ગોળો સામાન્ય રીતે કોઇલની મધ્યમાં લટકી રહે છે, જે તેને સીધા માર્ગ પર રાખવામાં મદદ કરે છે અને તેને બેરલની દિવાલને સ્પર્શતા અટકાવે છે. ઘટકો પર ઘસારો કર્યા વિના તેને વારંવાર અને ઝડપથી ફાયર કરી શકાય છે.
રિપોર્ટમાં જણાવ્યું મુજબ કોઇલ ગન યુદ્ધ કરવાની જે રીત છે તેમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે, જેને કારણે દુશ્મનના સ્થળો પર ઝડપથી, વધારે સટિક અને વિનાશકારી હુમલા સંભવ બનશે. કોઇલ ગન મિસાઇલ પણ લોન્ચ કરી શકે છે અને ઉપગ્રહોને અવકાશ પણ મોકલી શકે છે.

જો કે આ ટેક્નોલોજી આમ તો દશકોથી મોજુદ છે, પરંતુ મટિરિયલ સાયન્સ અને ઇલેકટ્રોનિક્સમાં પડકારોને કારણે મોટા અને શક્તિશાળી મોડલ બનાવવા મુશ્કેલ થઇ ગયા છે.
ચાઇનીઝ કોઇલ ગનના સૌથી નજીકના સ્પર્ધકોમાંની એક, યુનાઇટેડ સ્ટેટ્સમાં સેન્ડિયા નેશનલ લેબોરેટરીઝમાં 120 MM-કેલિબર ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ મોર્ટાર પરીક્ષણ સાધનો, 18 કિલોગ્રામ વજનના શસ્ત્રોને ફાયર કરી શકે છે. તે અત્યાર સુધી બનેલા મોટા સાધનોમાંનું એક છે.

