- Tech and Auto
- હેકર્સ તમારા WiFi કનેક્શનને બનાવી રહ્યા છે નિશાનો, આ રીતે રાખો તેને સુરક્ષિત
હેકર્સ તમારા WiFi કનેક્શનને બનાવી રહ્યા છે નિશાનો, આ રીતે રાખો તેને સુરક્ષિત
સાઇબર સિક્યોરિટી દુનિયાભર માટે એક મોટી સમસ્યા બનતી જઈ રહી છે. એવામાં આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે આપણે ઉપાયો કરવા પડે છે. એક નવા રિપોર્ટમાં જાણકારી મળી છે કે, ચીનના હેકર્સનું એક ગ્રુપ લોકપ્રિય ટીપી-લિંક રાઉટર્સને ફર્મવેર ઇમ્પ્લાંટ કરીને ટાર્ગેટ કરી રહ્યું છે. આ ફર્મવેર હુમલાવરોને પ્રભાવિત ડિવાઇસનો પૂરો કંટ્રોલ લેવા અને તેના નેટવર્કને એક્સેસ કરવામાં સક્ષમ બનાવે છે. ચેક પોઇન્ટ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર, કેમેરો ડ્રેગન નામના એક ચીની રાજ્ય-પ્રાયોજિત એડવાન્સ્ડ પર્સિસ્ટેન્ટ થ્રેટ (APT) ગ્રુપ માટે જવાબદાર લક્ષિત સાઇબર હુમલાના એક ક્રમને ઉજાગર કરવામાં આવ્યું છે. આ હુમલો યુરોપીય વિદેશી મામલાની સંસ્થાઓ વિરુદ્ધ છે.

સાઇબર સુરક્ષા ફર્મને જણાયું કે, હેકર પીડિતો પર હુમલો કરવા માટે હોર્સ શેલ નામના એક કસ્ટમાઇઝ બેકડોર સહિત અલગ-અલગ હાનિકારક કોમ્પોનેન્ટવાળા ટીપી-લિંક રાઉટર માટે બનાવવામાં આવેલા દુર્ભાવનાપૂર્ણ ફર્મવેર ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. સાઇબર સુરક્ષા કંપનીએ કહ્યું કે, એ અનિશ્ચિત હતું કે હુમલાવર પોતાના દુર્ભાવનાપૂર્ણ ઇમ્પ્લાન્ટથી રાઉટર ઉપકરણોને કઇ રીતે સંક્રમિત કરવામાં સફળ રહ્યા. જોકે, એ સંભવ બની શકે છે કે, હેકર્સે દેખીતી ભૂલો માટે સ્કેન કરીને અથવા ડિફોલ્ટ, નબળી અને સરળતાથી જાણી શકાય તેવા પાસવર્ડનો ઉપયોગ કરનારા ઉપકરણોને લક્ષિત કરીને આ ડિવાઇસ સુધી એક્સેસ કર્યું હોય.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હોર્સ શેલ રાઉટર ઇમ્પ્લાન્ટ દુર્ભાવનાપૂર્ણ ફર્મવેરનો એક જટિલ હિસ્સો છે, જે ચીની રાજ્ય પ્રાયોજિત હુમલાવરોની ડિવાઇસ ક્ષમતાઓને બતાવે છે. આ પ્રત્યારોપણનું વિશ્લેષણ કરીને અમે આ હુમલાવરો દ્વારા ઉપયોગમાં લેવાતી રણનીતિ અને ટેકનિકોમાં મૂલ્યવાન અંતદ્રષ્ટિ જાણી શકીએ છીએ, જે સારી સમજ અને ભવિષ્યમાં આ જ પ્રકારના જોખમોથી બચાવમાં યોગદાન કરી શકે છે.

ચેક પોઇન્ટ રિસર્ચે એ વાત પર પ્રકાશ નાંખ્યો કે દુર્ભાવનાપૂર્ણ ફર્મવેરમાં એક ફર્મવેર- અજ્ઞેય પ્રકૃતિ છે જેનો અર્થ છે કે ના માત્ર ટીપી- લિંકથી રાઉટર પરંતુ, ઉપકરણો અને વિક્રેતાઓની એક વિસ્તૃત શ્રૃંખલા જોખમમાં હોઈ શકે છે.

પોતાના નેટવર્કની સુરક્ષા કઈ રીતે કરશો
સોફ્ટવેર અપડેટ- યુઝર્સે રાઉટરના ફર્મવેર અને સોફ્ટવેરને નિયમિતરૂપે અપડેટ કરવું જોઈએ.
ડિફોલ્ટ ક્રેડેન્શિયલ્સ- ઇન્ટરનેટ સાથે સંકળાયેલા કોઈપણ ડિવાઇસના ડિફોલ્ટ લોગિન ક્રેન્ડેન્શિયલ્સને મજબૂત પાસવર્ડમાં બદલો.

