વૃદ્ધત્વને અટકાવવાની ચીનના વિવાદિત વૈજ્ઞાનિકની રીતે મચાવી સનસની

ચીનના એક વિવાદાસ્પદ વૈજ્ઞાનિક હે જિયાનકુઈએ દાવો કર્યો છે કે તે લોકોને વૃદ્ધ થતા રોકી શકે છે. તેણે માનવ ભ્રૂણમાં બદલાવ કરી આ પ્રયોગ કરવાની સલાહ આપી છે જેને લઇને વિવાદ ઊભો થઈ ગયો છે. જિયાનકુઈએ વર્ષ 2018માં ખુલાસો કર્યો હતો કે તેણે પહેલું જીન સંશોધિત બાળક બનાવ્યું છે. તેના આ વિવાદાસ્પદ પ્રયોગ બાદ ગેરકાયદેસર ચિકિત્સા પદ્ધતિ અપનાવવાનો દોષી મળી આવવા પર તેને ત્રણ વર્ષની સજા થઈ હતી. ગત વર્ષે જેલમાંથી છૂટ્યા બાદ તેણે બીજિંગમાં એક રિસર્ચ લેબ ખોલવાની જાહેરાત કરી હતી જેણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને ચોંકાવી દીધા હતા. ત્યારથી તે જીન-થેરાપી દ્વારા દુર્લભ બીમારીઓની સારવાર પર શોધ કરી રહ્યો છે. જોકે, તેની આ નવી શોધ પ્રસ્તાવે ફરી એકવાર વિવાદ ઊભો કરી દીધો છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવુ છે કે, જિયાનકુઈ પહેલા પણ આ જ કરતો હતો અને ફરીથી એ જ કામ કરવા માંડ્યો છે.
જિયાનકુઈએ આ પહેલા જે શોધ કરી છે, તેની ખૂબ જ ટીકા થઈ છે. તેની શોધને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અનૈતિક અને ખતરનાક માને છે અને તેમનું કહેવુ છે કે, તેનાથી મનુષ્યના DNA પેઢીઓ સુધી પ્રભાવિત થઈ શકે છે. હે જિયાનકુઈએ પોતાની શોધ પ્રસ્તાવ ટ્વિટર પર શેર કરી છે જેમા તે કહી રહ્યો છે કે તેની શોધમાં એડિટેડ જીનવાળા ઉંદરના ભ્રૂણ સામેલ થશે અને પછી યુગ્મનજ એટલે કે મનુષ્યના નિષેચિત અંડાણુને સામેલ કરવામાં આવશે જેથી એ જાણકારી મેળવી શકાય કે આ મ્યૂટેશન અલ્ઝાઇમર વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે કે નહીં. ચીનના વૈજ્ઞાનિકે દેશ પર આબાદીને બોજનો ઉલ્લેખ કરતા ઝડપથી વૃદ્ધ થઇ રહેલા લોકો વિશે લખ્યું, વૃદ્ધ થતી આબાદી સામાજિક-આર્થિક મુદ્દા અને ચિકિત્સા પ્રણાલી પર દબાણના કારણે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હાલ આપણી પાસે અલ્ઝાઇમર માટે કોઈ પ્રભાવી દવા નથી.
તેના આ પ્રયોગમાં નિષેચિત અંડાણુ કોશિકાઓને સામેલ કરવાની વાત કહેવામાં આવી છે જેને મહિલાના શરીરમાં પ્રત્યારોપિત કરવાને યોગ્ય માનવામાં આવે છે. પ્રસ્તાવમાં તેને લઇને જિયાનકુઈએ કહ્યું, પ્રેગ્નેન્સી માટે કોઈપણ માનવ ભ્રૂણને પ્રત્યારોપિત ના કરી શકાય અને આ પ્રયોગ પહેલા સરકાર પાસે અનુમતિ અને નૈતિક સ્વીકૃતિની જરૂર રહેશે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવુ છે કે, તેનો આ પ્રસ્તાવ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી નિરાધાર છે. જિયાનકુઈના રિસર્ચનો હવાલો આપતા જ ચીનની સરકારે જીન એડિટિંગ અને તેની સાથે સંકળાયેલા નૈતિક પહેલુઓને રેગ્યુલેટ કરવા માટે પગલાં લીધા છે. ચીની મીડિયામાં છપાયેલા રિપોર્ટો પરથી એ જાણકારી મળી છે કે, જિયાનકુઈને પ્રજનન ટેકનિક સેવાઓના ઉપયોગથી અટકાવી દેવામાં આવ્યો હતો અને તે માનવ જીનેટિક પર પણ ખૂબ ઓછું કામ કરી શકે છે.
તેની આ શોધ પ્રસ્તાવ પર સિંગાપોરમાં નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર પીટર ડ્રોગેએ કહ્યું, સ્પષ્ટરૂપથી કહીએ તો તેની આખી વાત પાગલપન છે. આ નૈતિકતાની દ્રષ્ટિથી ખોટું તો છે જે, એક બીમારીની સારવાર માટે લોકોના જીનમાં બદલાવ કરવો તેના પૂરા જીવનને પ્રભાવિત કરશે. તે પણ એક એવી બીમારી માટે આ બધુ કરવાની વાત કરી રહ્યો છે જેનું કારણ માત્ર આનુવાંશિક જ નથી. તેમણે કહ્યું, તે મૂળરૂપથી માનવ જાતિને આનુવાંશિક રૂપથી સંશોધિત કરવા માંગે છે જેથી તેમને અલ્ઝાઇમર ના થાય. હું તો હેરાન છું કે તે ફરીથી આવુ કંઈ કરવા અંગે વિચારી રહ્યો છે. બ્રિટનમાં કેન્ટ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ગ્લોબલ સાયન્સ એન્ડ એપિસ્ટેમિક જસ્ટિસની સંસ્થાપક નિદેશક જોય ઝાંગે કહ્યું કે, તેની શોધ પ્રસ્તાવ પબ્લિસિટી સ્ટંટ લાગી રહ્યો છે. તે કહે છે જોકે, આપણે તેના આ સાર્વજનિક દાવાઓને સતર્કતાથી લેવાની જરૂર છે કારણ કે, આ રોગીઓ અને તેના પરિવારોને ગુમરાહ કરી શકે છે. આ માત્ર ચીનની પ્રતિષ્ઠાને જ ખરાબ નહીં કરશે પરંતુ, આ ક્ષેત્રમાં વૈશ્વિક રિસર્ચના પ્રયાસોને પણ નબળા કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp