CNG અવતારમાં આવી રહી છે આ 3 કાર, જે આપશે સારી સ્પેસની સાથે સારી માઈલેજ

PC: autocarindia.com

ઈન્ડિયન માર્કેટમાં CNG કારોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. ફ્યૂઅલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને પગલે વધુ માઈલેજવાળા વાહનોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. એવામાં લોકોની સામે CNG કારો એક સારો વિકલ્પ છે. ઓટો એક્સપો દરમિયાન મારૂતિથી લઈને ટાટાએ CNG વેરિયન્ટમાં ઘણા મોડલ રજૂ કરી પોતાના પોર્ટફોલિયોને વધુ મજબૂત કર્યો છે. આ વર્ષે CNG કિટથી લેસ ઘણા વાહનો લોન્ચ થવાની સંભાવના છે. જો તમે સસ્તી અને વધુ માઈલેજવાળી CNG કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો આવનારા સમયમાં લોન્ચ થવા જઈ રહેલા વાહનો પર એક નજર કરી લો.

Maruti Brezza CNG

Maruti Brezza CNG ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ વાહનમાં 1.5 લીટર Bi-Fuel CNG એન્જિન આપવામાં આવી શકે છે. આ વાહન XL6 CNG મોડમાં 87.6 Bhp નો પાવર અને 121 Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે લેસ કરવામાં આવી શકે છે. આ વાહન વિશે અન્ય જાણકારી તેને લોન્ચ કરતા પહેલા શેર કરવામાં આવી શકે છે.

કંપની આ SUV ના મિડ-સ્પેક VXi અને ZXi વેરિયન્ટને રજૂ કરી શકે છે. ફીચર્સની વાત કરીએ તો Maruti Brezza CNGમાં 16 ઈંચના એલોય વ્હીલ, LED હેડલેમ્પ, એક ઈલેક્ટ્રિક સનરૂફ, ક્રૂઝ કંટ્રોલ, એક એન્જિન પુશ સ્ટાર્ટ-સ્ટોપ બટન, સાત ઈંચની ટચસ્ક્રીન સિસ્ટમ, ઈએસપી, હિલ-હોલ્ડ આસિસ્ટ અને એક રિયર મળી શકે છે. સેન્સરની સાથે પાર્કિંગ કેમેરો પણ તેમા આપવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, Maruti Brezzaના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 7.99 લાખ રૂપિયા છે. CNG વેરિયન્ટની કિંમતોને લઈને કંપનીએ હાલ કોઈ ખુલાસો નથી કર્યો.

Tata Altroz CNG

Tata Altroz CNGને ડ્યૂઅલ-સિલિન્ડર iCNG કિટ સાથે રજૂ કરવામાં આવ રહી છે. આ વાહનમાં 1.2 લીટર રેવોટ્રોન બાઈ-ફ્યૂઅલ એન્જિન આપવામાં આવશે જે 77 bhp અને 97 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ પ્રીમિયમ CNG હેચબેકમાં સિંગલ એડવાન્સ ઈયૂસી અને ડાયરેક્ટ સ્ટેટ CNG જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમા પ્રેક્ટિકલ બૂટ પણ છે.

કારની ડિઝાઈનને લઈને કેબિન સુધીમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. આ વાહન ડાયના પ્રો ટેક્નોલોજીથી લેસ હશે. સારો બૂટ સ્પેસ મળશે. તેના પેટ્રોલ વેરિયન્ટની એક્સ શો-રૂમ પ્રાઈઝ 6.35 લાખ છે. તેને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. CNG વેરિયન્ટની કિંમત અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

Tata Punch CNG

કંપની પોતાની આ SUVનું પણ CNG વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. આ વાહનમાં ડ્યૂઅલ-સિલિન્ડર iCNG કિટ આપવામાં આવી શકે છે. Tata Punch CNG ભારતમાં સૌથી વધુ ફીચર્સથી લેસ CNG કારોમાંથી એક હોઈ શકે છે. તેમા એક આરામદાયક કેબિન હશે. સાથે જ તેને ક્રિએટિવ ટ્રિમ્સ સાથે રજૂ કરવામાં આવી શકે છે. Tata Punchના પેટ્રોલ વેરિયન્ટની એક્સ શો-રૂમ પ્રાઈઝ 6 લાખ રૂપિયા છે.

Tata Punch અને Tata Altrozની ખાસ વાત એ છે કે, CNG કાર હોવા છતા તેમા તમને બૂટ સ્પેસ (ડિકી) સારો મળશે. તેમા CNG સિલિન્ડરને બૂટની નીચે રાખવામાં આવ્યો છે અને ઉપરથી એક મજબૂત ટ્રે આપવામાં આવી છે, જે તેના બૂટને ઉપર-નીચે બે ભાગમાં વહેંચે છે. Tata Motorsનો દાવો છે કે, આ દેશની પહેલી CNG ગાડીઓ છે જે ડ્યૂઅલ સિલિન્ડર ટેક્નોલોજી સાથે આવે છે. એટલે કે એક કારમાં બે સિલિન્ડર આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp