Photos: આ નવી SUVની સામે ક્રેટા અને સોનેટ પણ ફીક્કી, 27 kmplનું છે માઇલેજ

PC: tatamotors.com

દેશમાં કોમ્પેક્ટ SUVનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. સારી સ્પેસ, ફીચર્સ, પરફોર્મેંસ અને માઇલેજના કારણે લોકો હવે આ કારોને ફેમિલી કાર તરીકે જોઇ રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેનારી નાની ફેમિલી આ કારોને ખાસ્સી પસંદ કરે છે. એક ફુલ સાઇઝ SUVની સરખામણીમાં સાઇઝમાં નાની પણ સ્પેસમાં કોઇપણ રીતની બાંધછોડી ન કરતા આ કારોને લેવી એક સારો નિર્ણય માનવામાં આવે છે. હવે કંપનીઓએ પણ આ કારોના ઉત્પાદનને વધારી દીધું છે અને સારી ટેક્નોલોજીની સાથે આ કોમ્પેક્ટ SUVને ઓફર કરવાનું શરૂ કરી દીધું છે. આ સેગમેન્ટમાં હાલના દિવસોમાં કિઆ સોનેટને ખાસ્સી પસંદ કરવામાં આવી રહી છે. તો હ્યૂંડૈ ક્રેટાનું ફેસલિફ્ટ વર્ઝન લાવવાની તૈયારીમાં છે. તો એક કાર એવી પણ છે, તે પોતાની મજબૂતી માટે તો પ્રખ્યાત જ છે પણ તેના ફેસલિફ્ટ મોડલે ઓટો માર્કેટમાં આવતા જ તોફાન મચાવી દીધું છે. અત્યાર સુધીની મજબૂત બાંધાની આ કારમાં કંપનીએ નવા ફીચર્સ આપી તેને વધારે ખાસ બનાવી દીધી છે.

અહીં વાત થઇ રહી છે, ટાટા નેક્સોનના ફેસલિફ્ટ વર્ઝનની. જોકે, કંપનીએ આ નવા મોડલમાં એન્જિનમાં કોઇ ફેરફાર કર્યો નથી. પણ કારની ડિઝાઇન અને ફીચર્સને સંપૂર્ણ રીતે બદલી નાખ્યા છે. કારમાં એવા ફીચર્સ આપવામાં આવ્યા છે જે તમને કિઆ સોનેટમાં જોવા મળશે નહીં.

ફીચર્સ

ટાટા નેક્સોનમાં 10.25 ઈંચનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. નેક્સોનના જૂના મોડલમાં નાનું ડિસ્પ્લે હતું. સોનેટની વાત કરીએ તો આમાં માત્ર 4.2 ઈંચનું મલ્ટી ઈન્ફોમેશન ડિસ્પ્લેવાળું સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

નવા મોડલમાં જે એક જોરદાર ફીચર આપવામાં આવ્યું છે તે છે કારનો 360 ડિગ્રી કેમેરો. જે કારની સેફ્ટીને વધારે છે. કારમાં બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગની સાથે કેમેરો આપવામાં આવ્યો છે. સોનેટમાં તમને આવાં ફીચર્સ જોવા મળશે નહીં.

કારમાં તમને ડ્રાઇવરની સાથે જ ડ્રાઈવર સીટ પણ હાઈટ એડજેસ્ટેબલ ફીચરની સાથે મળશે. સોનેટમાં આ ફીચર નથી. જોકે, આ ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ છે. જે માત્ર નેક્સોનના ટોપ વેરિયન્ટ્સમાં જ જોવા મળશે.

નેક્સોનમાં ઓટોમેટિક વાઇપર ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. રેન સેંસિંગ વાઇપર ફીચર પહેલાના મોડલમાં પણ હતું અને જેને ફેસલિફ્ટ વર્ઝનમાં પણ જાળવી રાખવામાં આવ્યું છે. સોનેટમાં આ ફીચર નથી.

માઇલેજ

ટાટા નેક્સોનને કંપનીએ પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં ઉતારી છે. કારમાં 1.2 લીટર રેવેટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તો 1.4 લીટરનું ડીઝલ એન્જિન મળશે. માઇલેજની વાત કરીએ કો, આ કાર 22 કિમી પ્રતિ લીટર સુધી પેટ્રોલ અને 27 કિમી પ્રતિ લીટર સુધી ડીઝલમાં આપે છે.

ટાટા નેક્સોન ફેસલિફ્ટની શરૂઆતી કિંમત 8.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેના ટોપ વેરિઅન્ટની કિંમત 12.99 લાખ રૂપિયા સુધી જાય છે. આ કારને કંપનીએ 4 વેરિઅન્ટમાં લોન્ચ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp