ઓટો એક્સ્પોમાં રજૂ થઈ ભવિષ્યની કાર, ફોટોઝ જોઈ તમે પણ અવાક રહી જશો

PC: cartoq.com

ઓટો એક્સ્પોની 16મી સીઝન કોરોના કાળના બે વર્ષ પછી નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી છે. આ એક્સ્પો હવે સામાન્ય લોકો માટે પણ ખોલી દેવામાં આવ્યો છે. આ ઓટો એક્સ્પોમાં વિવિધ દિગ્ગજ કંપનીઓએ ફ્યુચર જનરેશનની કોન્સેપ્ટ કારને પણ જાહેર કરી છે. જેમાં Tata Motorsથી લઈને Lexus જેવી ઘણી દિગ્ગજ બ્રાન્ડ્સે પોતાની કોન્સેપ્ટ કારો જાહેર કરી છે.

Maruti EVX Electric SUV:

Maruti Suzukiનું કહેવું છે કે આ કારને Suzuki મોટર કોર્પોરેશન દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. Maruti EVX Electric Conceptમાં કંપની 60 kwhની ક્ષમતાની બેટરી પેક ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સિંગલ ચાર્જમાં 550 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. આ કારની લંબાઈ 4300 mm, પહોળાઈ 1800 mm અને ઊંચાઈ 1600 mm છે. આ કારને સંપૂર્ણ રીતે નવા ડેડિકેટેડ ઈલેકટ્રીક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. Maruti EVX Electrci Conceptને કંપનીએ એક સિગ્નેચર SUV ડિઝાઈન આપી છે, જે સારા એરોડાયનેમિકના સિલ્હુટ સાથે આવે છે. તેમાં સારા લાંબા વ્હીલબેસ છે. સાથે જ ગ્રાઉન્ડ ક્લિયરન્સને પણ ઊંચું રાખવામાં આવ્યું છે.

Tata Avinya Concept:

Tata Motorsએ પોતાની નવી Avinya Conceptને ઓટો એક્સ્પોમાં જાહેર કરી છે. આ ત્રીજી જનરેશનના આર્કિટેક્ચર પર નિર્મિત પ્યોવર ઈલેક્ટ્રીક વેહીકલ કોન્સેપ્ટ છે. જેને કંપનીએ એક ફ્યુરરિસ્ટીક ડિઝાઈન આપી છે. કંપનીનો દાવો છે કે તેમાં બેસવા માટે પર્યાપ્ત જગ્યા અને યાત્રીઓને સારી સુવિધા મળશે. તેમાં હોરિઝોન વિંગ ડોર આપવામાં આવ્યા છે. આ સિવાય વિંગ્સ પર LED લાઈટ બાર ઈન્ટીગ્રેટેડ કર્યું છે. બટરફ્લાઈ સ્ટાઈલવાળા તેના દરવાજા અને રિવોલ્વિંગ સીટ્સ આ કારને વધારે આકર્ષક બનાવે છે. ફ્રન્ટ સીટ અને હેડરેસ્ટની વચ્ચે સ્પીકર્સને જગ્યા આપવામાં આવી છે.

Tata Sierra Concept:

Tata Motorsએ આ એક્સ્પોમાં પોતાના બીજા કોન્સેપ્ટ તરીકે સિએરા ઈવીના નવા વર્ઝનને જાહેર કર્યું છે. છેલ્લા કોન્સેપ્ટના મુકાબલામાં તેમાં પાંચ દરવાજા આપવામાં આવ્યા છે, આ સિવાય મોટા ગ્લાસ રૂફ આ SUVને વધારે આકર્ષક બનાવે છે. Tata Sierraની લેગસીને આગળ વધારતા તેમાં ગ્લોસ એરિયા આપવામાં આવ્યો છે, જે સાઈડ અને રૂફ બંનેને ઘણા હદ સુધી કવર કરે છે. આ એસયુવીને જ્યારે જાહેર કરવામાં આવી, તે સમયે દર્શકોમાં તેનો ઉત્સાહ જોવા લાયક હતો. ટાટા સિએરા 90ના દશકમાં જાણીતું મોડલ રહ્યું છે, હવે કંપની ફરીથી તેના નામનું ઈલેક્ટ્રીક અવતાર લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

Kia EV 9 Concept:

Kia Indiaએ પોતાના નવા કોન્સેપ્ટ ઈલેક્ટ્રીક વેહીકલ EV9 પરથી પડદો ઉઠાવી લીધો છે. આ Kiaની નવી ડિઝાઈન લેંગ્વેજ ઓપોસિટ્સ યુનાઈટેડ પર આધારિત છે. આ કોન્સેપ્ટ બોલ્ડ ફોર નેચર પિલરથી પ્રભાવિત છે. જે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક SUV કોન્સેપ્ટને એક બોલ્ડ આકાર આપવામાં મદદ કરે છે. તેની લંબાઈ 4930 મિમી, પહોળાઈ 2055 મિમી, ઊંચાઈ 1790 મિમી અને તેમાં 3100 મિમીનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે. કંપનીએ તેના ઈન્ટીરિયર અંગે હજુ ખુલાસો કર્યો નથી. Kia Concept EV9 E-GMP પર બેસ્ડ છે, જે કિયાનું ઈવી ડેડિકેટેડ પ્લેટફોર્મ છે. જેમાં બેટરી, મોડલ અને પાવર ઈલેક્ટ્રીક સિસ્ટમ સહિત વેહીકલના ચેસિસ સામેલ છે. તેના સ્કેલેબલ વ્હીલબેસના કારણે કંપનીને અલગ રીતના વેહીકલનું નિર્માણ કરવામાં મદદ મળે છે. આ કોન્સેપ્ટ કાર 5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે અને સિંગલ ચાર્જમાં તે 450 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

Lexus LF 30 Ceoncept:

જાપાની વાહન નિર્માતા કંપની Lexusએ આ ઓટો એક્સ્પોમાં પોતાના સારા કોન્સેપ્ટ LF-30 ને જાહેર કરી છે. ટજુના કોન્સેપ્ટ પર બેસ્ડ આ કારમાં ગલવિંગ ડોર્સ આપવામાં આવ્યા છે. જે સેન્સરના માધ્યમથી ઉપરની તરફ ખુલે છે. શાર્પ અને ફ્યુચરીસ્ટીક ડિઝાઈન, કસ્ટમ વ્હીલ્સથી સજેલી આ કાર ક્લિયર તરીકે ભવિષ્યનું ફ્યુચર મિરર તમારી સામે મૂકે છે. આવી કાર તમને હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જ જોવા મળે છે. તેમાં 110 kwhની ક્ષમતાની બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સિંગલ ચાર્જમાં 500 કિમી સુધીની રેન્જ આપે છે. તેમાં ગ્લોસ રૂફની સાથે સ્કાઈગેટ ડિસપ્લે આપી છે. ખાસ વાત એ છે કે તેના દરેક વ્હીલને અલગ અલગ ઈલેક્ટ્રીક મોટર સાથે જોડવામાં આવ્યા છે. જે સંયુક્ત રૂપથી 544 hpનો પાવર અને 700 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Lexus LF-Z Concept:

Lexusએ પોતાના બીજા કોન્સેપ્ટમાં LF-Zને જાહેર કરી છે. આ ઈલેક્ટ્રીક કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેવા કે આ કાર ડ્રાઈવરના પ્રેફરન્સ અને વ્યવહાર પ્રમાણે ઓડિયો પ્લેબેક, નેવિગેશન અને ડ્રાઈવિંગ મોડ વગેરે નક્કી કરે છે. તેની પાછળ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ ટેકનીક કામ કરે છે. એટલું જ નહીં આ કાર ડિજીટલ કી સાથે આવે છે. મતલબ જો તમે પોતાના કોઈ મિત્ર ને કાર ડ્રાઈવ કરવા માટે આપો છો તો તમારે ચાવી આપવાની જરૂર નથી, પરંતુ તમે તેને ડિજીટલી ટ્રાન્સફર કરી શકો છો. ડ્યુઅલ ઈલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે, જે 544 hpનો પાવર અને 700 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 90 kwhની ક્ષમતાવાળી બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સિંગલ ચાર્જમાં 600 કિમી સુધીની રેન્જ આપે છે. આ કાર માત્ર 3 સેકન્ડમાં જ 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આ કાર 2025 સુધી પ્રોડક્શન રેડી મોડલ તરીકે જાહેર કરવામાં આવશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp