ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના માલિકોને કંપનીઓ આપશે 287 કરોડનું રિફંડ! જાણો સમગ્ર મામલો

PC: amarujala.com

તાજેતરના ભૂતકાળમાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી છે, ખાસ કરીને ટુ-વ્હીલર સેગમેન્ટમાં, લોકોએ ઘણાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક્સ ખરીદ્યા છે. હવે આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માલિકો માટે સારા સમાચાર છે. અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકો ઓલા ઇલેક્ટ્રિક, હીરો મોટોકોર્પ, એથર એનર્જી અને TVS મોટર કંપની EV ઑફ-બોર્ડ ચાર્જર માટે અલગથી બિલની રકમ પરત કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રકમ લગભગ 288 કરોડ રૂપિયા છે. કેટલીક કંપનીઓએ આ માટે પોતાની સંમતિ પણ આપી દીધી છે.

ઓલા ઇલેક્ટ્રિકે આજે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે, તે ગ્રાહકોને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ચાર્જર માટે બિલની રકમ પરત કરશે. આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ રિફંડ ફક્ત યોગ્ય ગ્રાહકોને જ આપવામાં આવશે. જો કે કંપનીએ રિફંડ કરવાની રકમ વિશે કોઈ માહિતી શેર કરી નથી, પરંતુ મીડિયાના અહેવાલ મુજબ, Ola ગ્રાહકોને લગભગ 130 કરોડ રૂપિયા રિફંડ કરશે.

મીડિયાના અહેવાલ મુજબ, ઓલા ઈલેક્ટ્રિક સિવાય, એથર એનર્જી લગભગ રૂ. 140 કરોડ રિફંડ કરશે, TVS મોટર્સ તેના iQube ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારાઓને લગભગ રૂ. 15.61 કરોડ રિફંડ કરશે, Hero MotoCorp તેના Vida V1 Plus ઇલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકોને લગભગ રૂ. 2.23 કરોડ રિફંડ કરશે. Ather Energy 12 એપ્રિલ સુધી વેચાયેલા વાહનો પર રિફંડ આપશે, જ્યારે TVS Motors અને Hero MotoCorp માર્ચ-23 સુધી વેચાયેલા વાહનો પર રિફંડ આપશે.

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકો ગ્રાહકોને તેમના વાહનો પર સબસિડી આપવા માટે EV ચાર્જરની કિંમત અલગથી વસૂલતા હતા. આ મામલો ત્યારે શરૂ થયો, જ્યારે ઓકિનાવા ઓટોટેક અને હીરો ઈલેક્ટ્રીકએ FAME II સ્કીમના ધોરણોનું ઉલ્લંઘન કર્યાની વાત સામે આવી. ગેરરીતિઓ શોધી કાઢવામાં આવ્યા પછી કેન્દ્રએ EV ઉત્પાદકોને FAME લાભો આપવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, બે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોને પ્રોત્સાહન લાભો મેળવવાથી સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો, કારણ કે તેઓ સ્થાનિકીકરણ (વાહનોમાં સ્થાનિક ઘટકોનો ઉપયોગ) માપદંડને પૂર્ણ કરતા ન હતા, જે FAME સબસિડી માટે પાત્ર બનવા માટેના નિયમોનો એક ભાગ છે.

FAME II નિયમો હેઠળ, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ કે જે રૂ. 1.5 લાખ (એક્સ-શોરૂમ) ની છૂટક કિંમતે વેચાય છે તે રૂ. 10,000 કરોડના સરકાર દ્વારા સંચાલિત કાર્યક્રમ હેઠળ લાભ માટે પાત્ર નથી. MHI તપાસમાં જાણવા મળ્યું છે કે, ઓલા ઈલેક્ટ્રીક, એથર ઈલેક્ટ્રીક, TVS મોટર અને હીરો વિડાએ સબસિડીનો લાભ મેળવવા માટે તેમના વાહનોની કિંમતોમાં કથિત રીતે વધારો કર્યો હતો. MHI અનુસાર, આ કંપનીઓ તેમના વાહનોની એક્સ-શોરૂમ કિંમત ઓછી રાખવા અને સબસિડી માટે પાત્ર બનવા માટે અલગથી ચાર્જર અને માલિકીના સોફ્ટવેર માટે બિલિંગ કરતી હતી.

આ ઘટના પછી, Hero MotoCorp એ તેના Vida V1 Plus અને V1 Pro રેન્જના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. આ રીતે, તે પ્રથમ કંપની બની છે, જેણે સત્તાવાર રીતે વાહનોની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ V1 Plusની કિંમતમાં રૂ. 25,000 અને Proની કિંમતમાં રૂ. 19,000નો ઘટાડો કર્યો છે. હવે તેમની કિંમત અનુક્રમે રૂ. 1.2 લાખ અને રૂ. 1.4 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. અહીં એ જાણવું અગત્યનું છે કે, આ કિંમતોમાં હવે FAME II સબસિડી અને પોર્ટેબલ ચાર્જરનો સમાવેશ થાય છે, જે અગાઉ અલગથી વેચવામાં આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp