
ભારતમાં કાર મોડિફિકેશનનો એક અલગ જ ક્રેઝ છે. લોકો પોતાની નવી ગાડીઓમાં પણ વ્હીલથી લઇને અલગ અલગ પાર્ટ્સને બદલી દે છે. પણ અમુક લોકો એવા પણ હોય છે કે જે મોડિફિકેશનની સીમાને પાર કરી દે છે. હાલમાં જ એક એવું જ કાર મોડિફિકેશન સામે આવ્યું છે, જેમાં એક વ્યક્તિએ બે ટાટા સફારી ગાડીઓને જોડીને એક બનાવી છે. હવે નવા અવતારમાં આ કાર 9 સીટર થઇ ગઇ છે અને 6 વ્હીલ વાળી બની ગઇ છે. કાર ઓનરનું કહેવું છે કે, તેને આમ કરવાની પ્રેરણા હમર 6 by 6ને જોઇને મળી છે.
આ વિડિયોને એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, કઇ રીતે બે સફારીને જોડીને એક કાર બનાવવામાં આવી છે. ગાડીનો અડધો હિસ્સો એક સાધારણ ટાટા સફારી જેવો છે, પણ પાછળનો હિસ્સો સ્ટ્રેચ કરવામાં આવ્યો છે.
ઇન્ટીરિયરમાં પણ વધારે ફેરફાર નથી કરવામાં આવ્યો. પાછળની બાજુમાં સાઇડ ફેસિંગ સીટ્સ આપવામાં આવી છે, જેથી આ ગાડી 9 સીટર બની જાય છે. આ હેરાન કરનારું મોડિફિકેશન જલંધરમાં કરવામાં આવ્યું છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર ભારતની એક માત્ર આ પ્રકારની ગાડી છે. મોડિફિકેશન બાદ આ ગાડીને સફારી લદ્દાખ નામ આપવામાં આવ્યું છે. ગાડીના એક્સ્ટીરિયરમાં ઘણા બધા ગ્રાફિક્સ સ્ટીકર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના મોડિફિકેશન કાયદાના હિસાબે ખોટા છે. જો તમે આ પ્રકારના મોડિફિકેશન કરાવીને ગાડી ચલાવશો તો પોલીસ તમને પકડી શકે છે વાહનને સીઝ પણ કરી શકે છે.
આ સફારીને ટેસ્ટિંગ દરમિયાન સ્પાય કરવામાં આવી હતી. આ કારનું ફ્રંટ અને રિયર લુક સફારી જેવું જ લાગે છે. આ કારના ફ્રંટમાં નીચલા બંપરમાં ADAS સેન્સર મળી શકે છે. નવી ટાટા સફારીમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ફ્રંટ કોલિઝન અસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ જેવા ADAS ફીચર્સ મળે છે. તેમાં રીડિઝાઇન ફ્રંટ અને રિયર બંપર, એક નવા રીડિઝાઇન થયેલા હેડલેમ્પ્સ, અપડેટેડ ટેલ લાઇટ્સ અને નવા એલોય વ્હીલ્સ પણ જોવા મળી શકે છે. સ્પાય કરવામાં આવેલી કારમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp