આ કંપનીની કાર ખરીદનારા ગ્રાહકોનો પર્સનલ ડેટા ઈન્ટરનેટ પર લીક

PC: twitter.com

નવી કાર ખરીદતી વખતે ગ્રાહક પોતાના આઈડી પ્રૂફ અને બેંક અકાઉન્ટ સહિતની પર્સનલ જાણકારી કાર કંપનીને આપતા હોય છે. હવે વિચારો કે, તમે નવી કાર ખરીદો અને તમને જાણકારી મળે કે કાર ખરીદતી વખતે તમે તમારી જે પર્સનલ માહિતી કંપનીને આપી હતી તે માહિતી હવે પર્સનલ નથી રહી અને તે જાહેર થઈ ગઈ છે, તો? આવુ જ કંઈક Toyota કંપનીના ગ્રાહકો સાથે થયુ છે. Toyota Kirloskar Motor (TKM)ના ગ્રાહકોને નવા વર્ષમાં એ જાણીને ઝટકો લાગી શકે છે કે તેમનો પર્સનલ ડેટા ઈન્ટરનેટ પર લીક થઈ ગયો છે. કંપનીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, ટોયોટાના કેટલા ગ્રાહકોની અંગત જાણકારી ઈન્ટરનેટ પર લીક થઈ છે અને આ ડેટામાં કઈ-કઈ ડિટેલ્સ સામેલ છે, હાલ તે અંગે કોઈપણ પ્રકારનો ખુલાસો નથી થયો. ટોયોટા મોટરે રવિવારે કહ્યું કે, તેના ભારતીય કારોબારમાં ડેટા પ્રણાલી હેક થવાના કારણે કેટલાક ગ્રાહકોની વ્યક્તિગત જાણકારી જાહેર થઈ શકે છે.

ટોયોટા ઈન્ડિયાએ કહ્યું છે કે, તેણે પોતાના ભારતીય ગ્રુપ Kirloskar Motor સાથે એક સંયુક્ત ઉદ્યમ Toyota Kirloskar Motorમાં ડેટા હેક થવા સંબંધિત ભારતીય અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે. નિવેદન અનુસાર, હેકિંગની સીમાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. Toyota Kirloskar Motor એ ડેટા ઉલ્લંઘનના આકાર અને પ્રભાવિત ગ્રાહકોની સંખ્યાનો ખુલાસો કર્યા વિના એક ઈમેલ નિવેદનમાં કહ્યું, Toyota Kirloskar Motor (TKM) ને તેના એક સેવા પ્રદાતા દ્વારા એક એવી ઘટના અંગે સૂચિત કરવામાં આવ્યા છે જેમાં TKM ના કેટલાક ગ્રાહકોની વ્યક્તિગત જાણકારીને ઈન્ટરનેટ પર જાહેર કરવામાં આવી હોઈ શકે છે.

કંપનીએ કહ્યું છે કે, તેણે ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય અંતર્ગત CERT-in (ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ) ને આ ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને TKM પોતાના સેવા પ્રદાતા સાથે પાલન કરવામાં આવી રહેલા હાલના વ્યાપક દિશાનિર્દેશોને હજુ વધુ વધારવા માટે કામ કરશે અને અમારા સન્માનિત ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધાથી બચાવવા માટે સંપૂર્ણરીતે પ્રતિબદ્ધ છે.

આ અગાઉ કંપનીએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જણાવ્યું હતું કે, Toyota Motor ની ટી-કનેક્ટ સર્વિસમાં સંભવિતરીતે ગ્રાહકોની જાણકારીના લગભગ 296000 ડિટેલ્સ લીક થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp