સમયની સાથે ગુસ્સાવાળા થઈ જશે કૂતરા, આ ઋતુમાં વધી જશે ડૉગ બાઇટની ઘટનાઓઃ સ્ટડી

PC: easttnlawyer.com

હાર્વર્ડ મેડિકલ સ્કૂલે 70 હજાર કરતા વધુ ડૉગ બાઇટની ઘટનાઓ પર અધ્યયન કર્યા બાદ એક ચિંતાજનક ટ્રેન્ડ બતાવ્યો. આ પેટર્ન સ્પષ્ટ કહે છે કે, કૂતરાઓનું હિંસક થવુ સમયની સાથે વધશે. ત્યાં સુધી કે ગરમ અને ધૂળ-ધુમાડાથી ભરેલા દિવસમાં તે માણસો પર વધુ હુમલો કરશે. ખાસ કરીને જ્યારે પ્રદૂષણ હોય, ત્યારે કૂતરાઓનો હુમલો પણ સામાન્ય દિવસોની સરખામણીમાં 11 ટકા સુધી વધી શકે છે. શોધકર્તાઓએ માન્યું કે, માણસની ભૂલોના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, જેની અસર કૂતરાઓના મૂડ પર પણ થશે. નેચર જર્નલના સાયન્ટિફિક રિપોર્ટ્સમાં 15 જૂને આ શોધ પ્રકાશિત થઈ. અમેરિકાના 8 મોટાં શહેરોમાં આ રિસર્ચ 10 વર્ષો દરમિયાન કરવામાં આવ્યું. તેમા સ્પષ્ટ જોવા મળ્યું કે, જ્યારે પણ હવામાન વધુ ગરમ રહે છે, અથવા જે દિવસે ધૂળ વધુ રહે છે, કૂતરાંની આક્રામકતા પણ વધુ દેખાય છે.

શોધની પેટર્ન જુઓ તો યુવી લેવલ વધવા પર ડૉગ બાઇટમાં 11 ટકા વધારો થાય છે, ગરમ દિવસોમાં તે વધીને 4 ટકા થઈ જાય છે, જ્યારે જે દિવસે ઓઝોન લેવલ વધુ રહે છે, ડૉગ બાઇટનો ડર 3 ટકા સુધી વધી જાય છે. ત્યાં સુધી કે, ભારે વરસાદના સમયે પણ જોખમ ઓછું થતુ નથી પરંતુ, 1 ટકા સુધી વધી જાય છે.

એક અધ્યયન અનુસાર, ગરમ દેશોના હવામાનનું અપરાધ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. એમ્સટર્ડમની વ્રિજે યુનિવર્સિટીએ તેના પર એક સ્ટડી કરી, જેના પરિણામ બિહેવિયરલ એન્ડ બ્રેન સાયન્સીસમાં છપાયા. તેમા વૈજ્ઞાનિકોએ જોયુ કે સામાન્ય લોકો, જે ક્રિમિનલ મગજના નથી હોતા, તે એકદમથી અપરાધ કઈ રીતે કરી બેસે છે. તેના માટે ક્લેશ એટલે કે ક્લાઇમેટ, અગ્રેશન અને સેલ્ફ કંટ્રોલ ઇન હ્યુમન્સને કારણ માનવામાં આવ્યું. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, લોકો જે ક્લાઇમેટમાં રહે છે, તે ગુસ્સાને ઉશ્કેરે અથવા તેના પર કંટ્રોલ કરે છે. ગરમ વિસ્તારમાં ક્રાઇમ વધુ થાય છે જ્યારે, ઠંડા વિસ્તારોમાં તે ઘટી જાય છે. માણસો પર દેખાતી આ વાત કૂતરાઓ પર પણ લાગૂ થાય છે.

કૂતરા જેવા સામાન્યરીતે ફ્રેન્ડલી રહેતા પ્રાણી એટલા હિંસક થઈ રહ્યા છે કે બાળકોને ચીરવા-ફાડવા માંડ્યા છે. તે એકાએક નથી થયુ. ક્યાંક ને ક્યાંક આપણે જ તેના માટે જવાબદાર છીએ. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના એક રિસર્ચે પણ આ તરફ ઇશારો કર્યો. તે અનુસાર, તાપમાનમાં બદલાવના કારણે ખાનપાનનું જે અસંતુલન પેદા થઈ રહ્યું છે, તે માણસો અને પશુની વચ્ચે 80 ટકા ટકરાવનું કારણ બનશે. ડૉગ અટેકના મામલા એટલા માટે વધુ દેખાઈ રહ્યા છે કારણ કે, તે પશુ માણસની આબાદી સાથે જ રહે છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇકોસિસ્ટમ સેન્ટિનલ્સનો આ રિપોર્ટ નેચર ક્લાઇમેટ ચેન્જમાં પ્રકાશિત થયો. તેના માટે એન્ટાર્કટિકાને છોડીને બાકી તમામ મહાદ્વિપોની કેસ સ્ટડી જોવામાં આવી. બધા વાઇલ્ડલાઇફ ગ્રુપ્સને પણ તેમા લેવામાં આવ્યા, જેમા પક્ષીઓથી લઇને હાથી પણ સામેલ હતા. તેમા જોવા મળ્યું કે, ગરમીની સાથોસાથ માણસો અને પ્રાણીઓની વચ્ચે સંઘર્ષ વધતો જશે, જેમા કોઇક ને કોઇક એક પક્ષ ગંભીરરીતે જખ્મી થશે.

શોધ અનુસાર, ગત એક દાયકામા બંને વચ્ચે સંઘર્ષના મામલા ઘણા વધ્યા છે. જેમકે, જંગલમાં રહેતા હાથી ગામો પર હુમલા કરવા માંડ્યા છે. નેચર ક્લાઇમેટ ચેન્જમાં છપાયેલી આ શોધમાં માણસો સાથે ઘણા પશુઓના સંઘર્ષને જોવામાં આવ્યો. કૂતરા તેમા સામેલ નથી પરંતુ, માનવામાં આવી રહ્યું છે કે, વધતી ગરમી અને ભોજન માટે જંગ તેને આક્રામક બનાવી રહી છે. કૂતરા માણસોની વચ્ચે જ રહે છે તો માણસો અને ખાસ કરીને બાળકો તેમનો પહેલો શિકાર બનતા દેખાઈ રહ્યા છે.

પાલતુ કૂતરાની વાત કરીએ તો તેમા વધતા ગુસ્સાનું સીધુ કારણ છે લોકોમાં એક્ઝોટિક નસ્લને પાળવાનું ગાંડપણ. જેમકે, સાઇબેરિયન હસ્કી બ્રીડ ખૂબ જ ઠંડી જગ્યા પર રહે છે પરંતુ, હવે તે ભારત જેવા સામાન્યરીતે ગરમ રહેતા દેશમાં પણ મળવા માંડ્યા છે. લોકો વિદેશોમાંથી તેને મંગાવે છે અને ઘરોમાં પાળે છે. એ જ રીતે પિટબુલ અથવા અમેરિકન બુલડોગને લઇ લો તો તે પણ જંગલી બ્રીડ છે. તેને ઘરમાં રાખતા પહેલા પાક્કી ટ્રેનિંગ ના આપો તો તે હિંસક થઈને માણસો પર અટેક કરે છે. ક્રોસ બ્રીડિંગના પણ ઘણા નિયમ છે, જેમકે કઇ બે નસ્લોનું બ્રીડિંગ ખતરનાક થઈ શકે છે, કઈ બે નસ્લોના મળવાથી કૂતરામાં બીમારી વધી શકે છે. આપણે ત્યાં ઘણા ડૉગ સેન્ટર ચલાવનારાઓને તો આ નિયમની જાણકારી જ નથી. ત્યાં સુધી કે ઘણી એવી શોપ્સ છે જે રજિસ્ટર્ડ પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp