ટ્વીટરનો લોગો બદલાયો, ચકલીની જગ્યાએ હવે એક્સ, જાણો મસ્કનો અસલી ઉદ્દેશ્ય

PC: indianexpress.com

ટ્વીટર હવે X છે. X.com ઓપન કરવા પર ટ્વીટર પર પહોંચી જશો. ટ્વીટરનો લોગો બદલાઈ ચૂક્યો છે. હવે ચકલી જગ્યાએ તમને X દેખાશે. હવે તમે ટ્વીટ નહીં કદાચ Xweet કરશો. ટ્વીટરના માલિક એલોન મસ્કે ટ્વીટર બ્રાન્ડને ખતમ કરવાની પૂરી તૈયારી કરી લીધી છે અને હવે આ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મનો નવો દૌર શરૂ થઈ ચૂક્યો છે. Xનો લોગો અને નામ સાથે હવે નવું URL (X.com) પણ આવી ગયું છે. હવે તમારા મનમાં ઘણા સવાલ ઉઠી રહ્યા હશે. અમે આ આર્ટિકલમાં તમારા આ જ તમામ સવાલ જવાબ આપવાનો પ્રયાસ કરીશું.

X લાવવા પાછળ એલોન માસ્કનો એક મોટો પ્લાન છે. મોટા પ્રણામ પર કહીએ તો આ પ્લેટફોર્મથી તેમણે વધારેમાં વધારે રેવેન્યૂ જનરેટ કરવી છે. ટ્વીટર ખરીદવા સમયે જ એલન મસ્કે પોતાનો પ્લાન ક્લિયર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ટ્વીટરને ખરીદવું Xની શરૂઆત માટે એક મોટું પગલું સાબિત થશે. ટ્વીટર ઘણા સમયથી નુકસાનમાં રહ્યું છે અને મસ્કે તેને ઘણા પૈસા આપીને ખરીદ્યું છે એટલે જાહેર છે કે તેઓ ઇચ્છશે કે પૈસા પણ ખૂબ કમાય, પરંતુ એ તમને પણ ખબર છે કે, માત્ર ટ્વીટરથી જ આ કામ નહીં થઈ શકે એટલે તેમણે પોતાની સ્ટ્રેટેજી મુજબ તેમ બદલાવ લાવવાના શરૂ કરી દીધા છે.

પહેલા વેરિફિકેશન માટે પૈસા અને ટ્વીટર બ્લૂની શરૂઆત અને હવે આ નવો દાવ. એલોન મસ્કે કહ્યું કે, જલદી જ ટ્વીટર બ્રાન્ડ સમાપ્ત કરી દેવામાં આવશે અને X સાથે રિપ્લેસ કરી દેવામાં આવશે. ત્યારબાદ તેમણે નવા લોગોની ડિઝાઇન પણ જાહેર કરી દીધી. અમે થોડા મહિના અગાઉ પણ કહ્યું હતું કે, ટ્વીટર પૂરી રીતે બદલાવાનું છે. X નામના પ્લેટફોર્મ પર એલોન મસ્ક ન માત્ર ટ્વીટર, પરંતુ બીજી સર્વિસ પણ આપશે. એલોન મસ્કે ઘણા સમય પહેલા જ ટ્વીટરને X Corpમાં બદલી દીધુ હતું. આ વર્ષે એપ્રિલથી જ ટ્વીટરે પોતાના પાર્ટનર્સથી સત્તાવાર ડીલિંગ માટે X Corp નામ યુઝ કરી રહ્યું હતું.

એલોન માસ્કને ચીની એપ We Chat ખૂબ પસંદ છે અને તેમણે ઘણા સમય પહેલા કહ્યું હતું કે, તેઓ We Chat જેવું કંઈ લાવવા માગે છે. We chat ચીનની એક સુપર એપ છે, જ્યાં દરેક પ્રકારની સર્વિસ મળે છે. સુપર એપનો કોન્સેપ્ટ એ છે કે એક એપમાં અલગ-અલગ સર્વિસ, જેમ સોશિયલ મીડિયા, પેમેન્ટ સર્વિસ, ટિકિટ બુકિંગ, ગેમિંગ સર્વિસ અને બીજી યુટિલિટી બેઝ્ડ સર્વિસ આપવામાં આવે છે. X.com પર ન માત્ર ટ્વીટર, પરંતુ મસ્ક પોતાની કંપનીઓને પણ રીડિરેક્ટ કરી શકે છે. Tesla, SpaceX, Neuralink, The Boring Companyથી લઈને સ્ટારલિંક જેવા પોતાના બીજા પ્રોજેક્ટને પણ એલોન મસ્ક X.com ડોમેઇન પર શિફ્ટ કરી શકે છે એટલે કે X.com ઓપન કરવા પર એલોન માસ્કની તમામ કંપનીઓનું ઈન્ટરફેસ ખૂલી શકે છે. જો કે તે અત્યાર સુધી સ્પષ્ટ નથી.

એલોન મસ્કે કહ્યું કે, X એક નવું ટર્મ છે, જ્યાં કંઈ પણ કરી શકાય છે. આગામી સમયમાં X પ્લેટફોર્મ પર ઘણી અલગ-અલગ સર્વિસ આપી શકાય છે. હવે એ સત્તાવાર છે કે આ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટનો નવો દૌર શરૂ થઈ ચૂક્યો છે. એલોન મસ્કે ઇન્ટરનલ E-mailમાં પોતાના કર્મચારીઓને ટ્વીટરની જગ્યાએ X નામ યુઝ કરવા કહી દીધું છે. હાલમાં નવા ઈન્ટરફેસ બાબતે કઈ કહી શકાય નહીં, પરંતુ જલદી જ કંપની નવું યુઝર ઈન્ટરફેસ લઈને આવી શકે છે.

એક ટ્વીટમાં એલન મસ્કે કહ્યું કે, X લેટર પસંદ છે, પરંતુ આ મામલો અત્યારનો નથી. ખૂબ જૂનો છે. વર્ષ 1999માં એલોન મસ્કે X.comની શરૂઆત કરી હતી. જો કે, તેમાં co-founder તરીકે હતા. ત્યારબાદ તેને મસ્કે પોતાની બીજી સ્ટાર્ટઅપ Paypal સાથે મર્જ કરી દીધું હતું. Paypal હાલમાં દુનિયાના મોટા પેમેન્ટ ગેટવેમાંથી એક છે. જો કે, વર્ષ 2017માં મસ્કે Paypalથી X.com ડોમેન ખરીદી લીધું હતું. હવે X.com પેટ ટ્વીટર પર રીડિરેક્ટ કરી દેવામાં આવ્યું છે એટલે કે તમે X.com ઓપન કરશો તો તમે ટ્વીટર (X) પર જશો.

ટ્વીટરમાં કરવામાં આવી રહેલો મોટો બદલાવ ઘણા લોકોને પસંદ આવી રહ્યો નથી. સોશિયલ મીડિયા પર આ બદલાવને લઈને લોકો માસ્કની નિંદા પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ ખૂબ કન્ફ્યૂઝિંગ છે અને તેનાથી યુઝર્સ આ પ્લેટફોર્મથી કિનારે કરી રહ્યા છે. જાત જાતના મીમ્સ પણ શેર થઈ રહ્યા છે, જ્યાં લખવામાં આવી રહ્યું છે કે એલોન મસ્કે ટ્વીટરનું નામોનિશાન મટાડવાનો કોન્ટ્રાક્ટ લઈ લીધો હતો, જે હવે પૂરો થઈ ગયો છે, RIP ટ્વીટર લખીને લાખો ટ્વીટ કરવામાં આવી રહી છે.

જો કે, કેટલાક યુઝર્સનું એમ પણ કહેવું છે કે એલોન મસ્ક એક વિઝનરી બિઝનેસમેન છે અને એટલા સ્માર્ટ છે કે તેમણે ખબર છે કે તેઓ શું કરી રહ્યા છે. ભલે શરૂઆતમાં લોકો નિંદા કરે, પરંતુ ધીરે ધીરે ટ્વીટરમાં મોટો બદલાવ લોકોને પસંદ આવશે અને યુઝર્સ વધશે. X આવ્યા બાદ હવે ટ્વીટર યુઝર્સ વિચારી રહ્યા છે કે ટ્વીટને શું કહીશું. તેમાંથી ઘણા કહી રહ્યા છે કે Xweet કહીશું, જ્યારે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, Xweet કહેવા સ્વીટ જેવું સાઉન્ડ કરી રહ્યા છે અને તે મજેદાર પણ છે. ટ્વીટરને શું કહેવામાં આવશે? ટ્વીટર યુઝર્સ પોતાને શું X યુઝર કહેશે? એવા ઘણા સવાલ છે, જેનો અત્યાર સુધી કોઈ જવાબ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp