EV ચાર્જ કરવા પર ખિસ્સુ કપાશે! આ રાજ્ય પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો પર 18% GST વસૂલશે

PC: gnttv.com

ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના વાહનોને બદલે મોટા ભાગના લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. જ્યાં ઈલેક્ટ્રિક વાહનોને વાહન ચાલકોને પોસાય તેવા સંસાધન તરીકે જોવામાં આવે છે, ત્યાં હવે તેને ચાર્જ કરવાથી તમારું ખિસ્સું હળવું થઇ જશે. જ્યાં એક તરફ કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા સબસિડી અને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, ત્યારે કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR)એ ચુકાદો આપ્યો છે કે, ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ચાર્જ કરવા માટે જાહેર ચાર્જિંગ સ્ટેશનો પર 18% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થશે.

જ્યારે ચામુંડેશ્વરી ઈલેક્ટ્રીસિટી નામની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ ઈલેક્ટ્રિક ટુ અને ફોર વ્હીલર્સ માટે ઘણા સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની માંગ કરી ત્યારે આ બાબત સત્તાધિકારીના ધ્યાન પર આવી. કંપની માટે મુખ્ય મુદ્દો એ ઓળખવાનો હતો કે શું ઉર્જા શુલ્કને માલસામાનના પુરવઠા અથવા સેવાઓના પુરવઠા તરીકે વર્ગીકૃત કરવા જોઈએ. જો તેને માલસામાનના પુરવઠા તરીકે ગણવામાં આવે, તો કંપની GST મુક્તિનો દાવો કરી શકે છે, કારણ કે વીજળી, જેને ગુડ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, તેને એક્ટ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તેથી, ઓથોરિટીએ નક્કી કરવાનું હતું કે EV ચાર્જિંગને વીજળીના સપ્લાય તરીકે ગણવામાં આવે કે નહીં.

આ કિસ્સામાં, ઑથોરિટી ઑફ એડવાન્સ રુલિંગે એ ચુકાદો આપ્યો છે કે, ઇલેક્ટ્રિક વાહનોમાં, ઇલેક્ટ્રિક ઊર્જા બેટરીની અંદર રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત થાય છે. તે જણાવે છે કે EV બેટરીના ચાર્જિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતી વીજળીનો વપરાશ થાય છે, કારણ કે ચાર્જિંગ સ્ટેશનના માલિકના પરિસરમાં વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. તે આ રીતે સમજાવવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ કાર માલિક તેના વાહનને સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ કરે છે, ત્યારે તે ખરેખર EV ચાર્જિંગ સ્ટેશનની સુવિધાઓ અને સેવાઓનો ઉપયોગ કરી રહ્યો છે. આ કિસ્સામાં તે GST માટે જવાબદાર રહેશે.

જ્યારે, ચામુંડેશ્વરી ઇલેક્ટ્રિસિટીનું કહેવું છે કે તે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ફી વસૂલવા માટે ઇનવોઇસ બહાર પાડશે. તેમાં બે ઘટકોનો સમાવેશ કરવામાં આવશે. સૌપ્રથમ, વપરાશ કરેલ વીજળી એકમ માટે ઊર્જા ફી અને બીજું, ચાર્જિંગ સ્ટેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટેનો સર્વિસ ચાર્જ. ઓથોરિટીનું કહેવું છે કે, બંને ઘટકોને સેવાઓના પુરવઠા તરીકે ગણવામાં આવશે અને તેમના પર 18 ટકા GST વસૂલવામાં આવશે, સાથે કંપનીને ITC પણ મળશે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં કર્ણાટકમાં સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે 18% GSTનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કર્ણાટકની જેમ અન્ય રાજ્યોમાં પણ તેનો અમલ થાય છે કે નહીં. જો આમ થશે તો ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે ચોક્કસપણે તે ચિંતાનો વિષય બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp