Toyotaએ રજૂ કરી નવી Vellfire, અંદરથી જોઈ લો કાર કેવી લક્ઝરિયસ છે
જાપાની વાહન નિર્માતા કંપની Toyotaએ આજે પોતાની પ્રખ્યાત કાર Toyota Vellfireના નેક્સ્ટ જનરેશન મોડલ પરથી પડદો ઉઠાવી દીધો છે. કંપનીએ આ કાર સાથે નવા Alphard ને પણ રજૂ કર્યા છે. આ બંને જ MPV ફોર્થ જનરેશન Lexus LM પર બેઝ્ડ છે જે અત્યાધુનિક ફીચર્સ અને સુવિધાઓથી લેસ છે. અહીં Vellfireની વાત કરવામાં આવી છે, જેનું છેલ્લું જનરેશન મોડલ ભારતમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ છે.
નવી Vellfire ને કંપની શરૂઆતમાં જાપાની બજારમાં વેચશે ત્યારબાદ તેને અન્ય માર્કેટમાં પણ વેચાણ માટે ઉતારવામાં આવશે. Toyota Vellfire કંપનીના TNGA-K પ્લેટફોર્મ પર બેઝ્ડ છે, MPV ની લંબાઈ 4995 mm છે અને તેનો વ્હીલબેઝ 3000 mm છે. આશરે 5 મીટર લાંબી આ કારમાં એટલો વ્હીલબેઝ મળે છે જેટલો સામાન્ય કોમ્પેક્ટ કારોની આખી લંબાઈ હોય છે. તેના પરથી જ કારની અંદર કેબિન સ્પેસનો અંદાજો લગાવી શકાય છે. નવી Vellfire એ પોતાની બોક્સ સ્ટાઇલને જાળવી રાખી છે અને હાલના મોડલ કરતા થોડી લાંબી છે. તેની કેબ-ફોરવર્ડ ડિઝાઈનના કારણે, Vellfire માં 6 લોકોના બેસવા માટે પર્યાપ્ત જગ્યા સાથે એડવાન્સ કેબિન મળે છે.
Vellfireની આખી બોડી સ્ટાઇલ Lexus LMને મળતી આવે છે, જેમા ગ્લાસહાઉસ પણ સામેલ છે. જ્યાં સુધી ડિઝાઇનની વાત છે, તો એવુ લાગે છે કે, નવી Vellfire ત્યાંથી જ શરૂ થાય છે, જ્યાં અગાઉના મોડલને છોડવામાં આવ્યું હતું. Vellfireની આખી પ્રોફાઇલ ઘણી હદ સુધી અગાઉના મોડલ જેવી જ છે પરંતુ, જ્યારે તમે તેને નજીકથી જોશો તો ખ્યાલ આવશે કે બંને મોડલોમાં તફાવત સ્પષ્ટ છે. સૌથી પહેલા, સાઇડમાં ગ્લાસહાઉસ હવે એક સિંગલ યૂનિટ તરીકે આપવામાં આવ્યું છે, જે સામેના દરવાજાની બારીઓ સાથે મર્જ કરવામાં આવ્યા છે. કારોને વધુ પ્રીમિયમ લુક આપવા માટે ક્રોમ આઉટલાઇનની સાથે પિલર્સને પણ બ્લેક કરવામાં આવ્યા છે.
આ MPVમાં 6-સ્લેટવાળા ફ્રન્ટ ગ્રિલ છે જે બંપરના કેટલાક હિસ્સાઓને કવર કરે છે. ફ્રન્ટ ગ્રિલના સેન્ટરમાં જ Toyota મોટા અક્ષરોમાં લખ્યું છે. Vellfireનું ઇન્ટીરિયર અગાઉના મોડલ જેવુ જ સુંદર છે. જોકે તેમા પહેલા કરતા વધુ આરામદાયક સીટ્સ આપવામાં આવી છે અને તેમા મોટો ઓવરહેડ કંસોલ મળે છે. તેમા તમને મોટી સેન્ટ્રલ ટચસ્ક્રીન અને એક 3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળે છે.
તેનો સીટિંગ લેઆઉટ 2+2+2 કોન્ફિગરેશનની સાથે આવે છે અને તેમા 6 લોકો બેસી શકે છે. Toyotaનું કહેવુ છે કે, નવી Vellfireમાં પહેલાની સરખામણીમાં ઓછાં વાઇબ્રેશન અને ઓછો અવાજ કરે છે કારણ કે, તેમા ખાસ પ્રકારના મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેન્ટર કંસોલ પર ગિયર લીવર ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક બટન, ડ્રાઇવ મોડ અને ટ્રેક્શન બટન આપવામાં આવ્યા છે.
નવી Vellfireમાં હાલના મોડલની સરખામણીમાં ઓછાં બટન સાથે એક ખૂબ જ સરળ દેખાતું ડેશબોર્ડ આપવામાં આવ્યું છે કારણ કે, કારના મોટાભાગના ફંક્શન હવે મોટી ટચસ્ક્રીનમાં ઇન્ટીગ્રેટેડ થઈ ગયુ છે જે ડેશબોર્ડના સેન્ટરમાં આપવામાં આવ્યું છે. તેમા ઇન્ટીરિયર એમ્બિયન્ટ લાઇટિંગ એલિમેન્ટ્સ, અસૉર્ટેડ સ્વિચ અને છતની વચ્ચે એસી વેન્ટ્સ હોય છે. તેનું સનરૂફ કેબિનને વધુ આકર્ષક બનાવે છે.
તે બે એન્જિન વિકલ્પો સાથે આવે છે. જેમા એક ટર્બોચાર્જ્ડ 2.4 લીટર, ચાર સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે જે 275hp નો પાવર અને 430Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સ સાથે આવે છે. તેમજ બીજો વિકલ્પ 2.5 લીટર, ચાર-સિલિન્ડર પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન આપાવમાં આવ્યો છે જે 250hp નો પાવર આઉટપુટ આપે છે, અને તે E-CVT ટ્રાન્સમિશન સાથે આવે છે.
Vellfireનું એક્ઝિક્યુટિવ લાઉન્જ પેકેજ, જે ભારતમાં ઉપલબ્ધ મોડલ પર પણ રજૂ કરવામાં આવે છે, રિટ્રેક્ટેબલ ટેબલની સાથોસાથ સીટો માટે હીટિંગ અને વેન્ટિલેશનની સાથે કેપ્ટન સીટ્સની સાથે આવે છે. તેમા ડિટેચેબલ કંટ્રોલ પેનલ આપવામાં આવી છે જે યાત્રિને મીડિયા એડજેસ્ટમેન્ટ સાથે જ ક્લાઇમેટ સેટિંગની પણ સુવિધા પ્રદાન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp