Ferrariએ ભારતમાં લોન્ચ કરી Ferrari 296 GTS, કિંમત જાણવા જેવી નથી

જ્યારે પણ સ્પોર્ટ કારોની વાત થાય છે તો દરેકના મનમાં સૌથી પહેલું નામ Ferrariનું જ આવે છે. Ferrariએ આજે ભારતીય બજારમાં પોતાની વધુ એક સ્પોર્ટ્સ કાર Ferrari 296 GTS લોન્ચ કરી છે. ફેરારીની ઓફિશિયલ ઇમ્પોર્ટર સિલેક્ટ કાર્સે આ કારને રજૂ કરી છે, જેને કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ બંને રૂપમાં બજારમાં ઉતારવામાં આવી છે. આ સ્પોર્ટ કારની કિંમત 6.24 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરવામાં આવી છે. જબરદસ્ત લુક અને પાવરફુલ એન્જિનથી લેસ આ કારમાં ઘણુ બધુ એવુ છે જે દરેક સ્પોર્ટ કાર લવરને પસંદ આવશે. સિલેક્ટ કાર્સે નવી Ferrari 296 GTS ને એયરોસિટી સ્થિત અંદાજ હોટેલમાં રજૂ કરી. આ કાર્યક્રમ વિશે વાત કરતા સંયમ ત્યાગી, માર્કેટિંગ હેડ, ફેરારી, નવી દિલ્હીએ કહ્યું, અમને અમારી આ નવી કારને રજૂ કરતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે.

આ કારને કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ બંને મોડલોમાં રજૂ કરવામાં આવી છે. તેમા કંપનીએ 3 લીટરની ક્ષમતાના V6 ટર્બોચાર્જ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 8000 rpm પર 610 kWનો પાવર અને 6250 rpm પર 740Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 8 સ્પીડ F1 ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવી છે. આ એન્જિનનું આર્કિટેક્ચર કંઇક એવુ છે કે તે તેને વધુ કોમ્પેક્ટ બનાવે છે. આ એક હાઇબ્રિડ કાર છે તો તેમા 7.45kWhની ક્ષમતાની બેટરી પણ આપવામાં આવી છે.

તે રિયર વ્હીલ ડ્રાઇવ પ્લગ ઇન હાઇબ્રિડ આર્કિટેક્ચરવાળી પહેલી ઓપન ટોપ ફેરારી છે, જે ICE એન્જિનને રિયર માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર સાથે ઇન્ટિગ્રેટ કરે છે. TMA એક્ટ્યૂએટરના માધ્યમથી તેમા બે અલગ-અલગ પાવર યૂનિટ્સ આપવામાં આવ્યા છે, જે તેને એકસાથે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. ઇલેક્ટ્રિક મોટર 296 GTS પાવર આઉટપુટને 830cv સુધી વધારી દે છે, સાથે જ ડેલી ડ્રાઇવિંગ માટે કારના પરફોર્મન્સને પણ સારું બનાવે છે. કંપનીનો દાવો છે કે, પ્યોર ઇલેક્ટ્રિક મોડમાં આ કાર 25 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

કારની સાઇઝ

લંબાઈ- 4565 મિમી

પહોળાઈ- 1958 મિમી

ઊંચાઈ- 1191 મિમી

વ્હીલબેઝ- 2600 મિમી

વજન- 1540 કિગ્રા

અન્ય ફેરારીની જેમ તેમા પણ એન્જિનને કારની પાછળના ભાગમાં આપવામાં આવ્યું છે. તેમજ રિયર બેંચ તરીકે તેમા 49 લીટરની સ્પેસ પણ મળે છે. બે સીટવાલી આ સ્પોર્ટ કારની ખાસ વાત એ છે કે, તેમા ફ્રન્ટ બોનટની અંદર સ્પેસિફિકેશન સીટ પણ આપવામાં આવી છે. તેમા 65 લીટરની ફ્યૂઅલ ટેન્ક મળે છે.

Ferrari 296 GTSમાં GTSનો અર્થ ગ્રેન ટુરિસ્મો સ્પાઇડર છે. તે કારને પાવર આપે છે સાથે એક નવી V6 યુગની શરૂઆત પણ કરે છે. આ પહેલા ફેરારી V6માં 65 આર્કિટેક્ચર હતું અને તેને 1957ના 1500cc એન્જિન સાથે સિંગલ સીટર સાથે રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 1958માં ફ્રન્ટ એન્જિન સ્પોર્ટ પ્રોટોટાઇપ 196 S અને 296 S અને F1 કારો, જેવીકે 246 F1 પર મોટા બદલાવ સાથે રજૂ કરવામાં આવી.

કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 2.9 સેકન્ડમાં જ 0થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે. તેનું એક્સલરેશન એટલું પાવરફુલ છે કે, તેને 0થી 200 કિમી/કલાકની સ્પીડ પકડવામાં માત્ર 7.6 સેકન્ડનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 330 કિમી પ્રતિ કલાક છે. ફેરારી સતત પોતાની કારોમાં નવી અને અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરતી રહી છે. આ કારમાં પણ ઘણા એવા એડવાન્સ ફીચર્સ છે જે તેને એક પ્યોર સ્પોર્ટ કાર બનાવે છે. તેમા E-diff જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે એક એવી ટેકનિક છે જે ફોર્મ્યૂલા વન કારને રોડ કાર્સ તરીકે ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ ફીચર્સ ટ્રેક્સનના નુકસાનને ઓછું કરીને કોર્નરિંગ દરમિયાન ઉપલબ્ધ ગ્રિપિંગને સારી બનાવી હાઈ સ્પીડમાં પણ રોડ હોલ્ડિંગને વધારે છે. જેથી હાઈ સ્પીડમાં પણ સારું સંતુલન મળે છે.

E-diff ટેકનિકની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. ત્યારબાદથી જ ફેરારીની કારોમાં એક પ્રમુખ ફીચર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, આ કારમાં હાઈ પરફોર્મન્સ ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનની સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.