
આખી દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. ઇલેક્ટ્રિક કાર કંપનીઓ માટે સૌથી મોટું ચેલેન્જ આજના સમયમાં ડ્રાઇવિંગ રેન્જ છે. એવામાં અમેરિકન વાહન નિર્માતા કંપની ‘ફિસ્કર ઓટોમેટિવ’એ પોતાની આવનારી નવી ઇલેક્ટ્રિક કાર ‘Fisker Pear’ પરથી પરદો ઉઠાવી દીધો છે. કંપનીએ આ કારની ડિટેલ્સનો ખુલાસો પોતાના ફાઇનાન્શિયલ પ્રેઝન્ટેશન દરમિયાન કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 700 કિલોમીટર સુધીની સફર કરવામાં સક્ષમ છે.
‘Fisker’ તરફથી ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવનારું આ બીજું ઇલેક્ટ્રિક વ્હીકલ છે. આ અગાઉ કંપનીએ Ocean ઇલેક્ટ્રિક કારને લોન્ચ કરી હતી. લુક અને ડિઝાઇનની વાત કરીએ તો કંપનીએ ‘Fisker Pear’ને ક્રોસઓવર SUVની સ્ટાઈલ આપી છે અને આ કારનું ફ્રન્ટ ઘણી હદ સુધી ગત ‘Ocean’ મોડલ સાથે હળતું-મળતું આવે છે. તેમાં એવું જ હેડલાઇટ સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે. જેવુ Oceanમાં જોવા મળે છે. તેની પાછળના હિસ્સામાં હાઇ માઉન્ટેડ ટેલલેમ્પ સાથે જ યુનિક સ્ટાઇલનું વિન્ડસ્ક્રીન આપવામાં આવ્યું છે અને મોટા અલોય વ્હીલ્સ તેના સાઇડ પ્રોફાઈલને સારું બનાવે છે.
જો કે, અત્યારે કંપનીએ તેની સાઇઝ અને અન્ય સ્પેશિફિકેશન બાબતે વધારે જાણકારી શેર કરી નથી, પરંતુ ‘Fisker’નું કહેવું છે કે, તેની સીટિંગ પોઝિશનને ઉપર ઉઠાવવામાં આવ્યું છે અને તેનું ગ્રાઉન્ડ ક્લિયરેન્સ પણ સારું હશે. કંપની આ કારના ઇન્ટિરિયરમાં એડવાન્સ ફીચર્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે જે તેને હાલના Ocean મોડેલ બાબતે વધુ સારું અને ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ આપશે.
ઇલેક્ટ્રિક મેનેજમેન્ટ માટે પોતાના E/E આર્કિટેક્ચર અને બ્લેડ કમ્પ્યુટર ટેક્નિક સાથે, પિયરની અમેરિકન ટેસ્ટ સાઈકલમાં લગભગ 450 કિલોમીટર અને યુરોપીય ટેસ્ટ સાઈકલમાં 700 કિલોમીટર સુધીની સીમા હશે. ‘Fisker’ અમેરિકન અને યુરોપીય બંને બજારો માટે આ કારણે તૈયાર કરી રહી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે પોતાના પ્રાઇઝ સેગમેન્ટમાં આ સૌથી સારું ડ્રાઇવિંગ રેંજવાળી કાર હશે. ગ્લોબલ મીડિયા રિપોર્ટ્સમાં તેની કિંમત 29,999 અમેરિકન ડોલર (લગભગ 24.5 લાખ રૂપિયા) બતાવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp