50MPના કેમેરાવાળા ગૂગલના આ ફોન પર મળી રહ્યું છે 12000થી પણ વધુનું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પર બીગ સેવિંગ ડે સેલ ચાલી રહ્યો છે. જે 9 ઓગસ્ટના રોજ ખતમ થશે. આ સેલ દરમિયાન સ્માર્ટફોનથી લઇ લેપટોપ, TWS સહિત ઘણાં પ્રોડક્ટ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અહીં આવી જ એક સ્પેશ્યિલ ડીલ વિશે જણાવી રહ્યા છે. જેમાં એક મોબાઈલ ફોન પર 12 હજારથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Google Pixel 7ને ફ્લિપકાર્ટ સેલ દરમિયાન સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે. ફ્લિપકાર્ટ પર આ ફોન 47,999 રૂપિયામાં લિસ્ટેડ છે. જે નથી જાણતા તેમને જણાવીએ કે આ મોબાઈલને 59,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વેરિયન્ટમાં 8GB રેમ અને 128GB ઈંટરનલ સ્ટોરેજ મળે છે.
આ સ્માર્ટફોનને 20 ટકાના ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે 47,999 રૂપિયામાં ખરીદી શકાશે. જેના પર 12 હજાર રૂપિયાનું સીધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Google Pixel 7 પર બેંક ઓફર
ફ્લિપકાર્ટ પર Google Pixel 7ને 47999 રૂપિયામાં લિસ્ટેડ કરવામાં આવ્યો છે. જોકે, ઓફર અહીં સુધી જ સીમિત નથી. અમુક બેંક ઓફર્સ પણ લિસ્ટેડ છે. જેનો ઉપયોગ કરીને યૂઝર્સ વધારાના 2000 રૂપિયાનો ફાયદો ઉઠાવી શકે છે. સાથે જ જૂનો ફોન એક્સચેંજ કરવા પર ફોનની કિંમત વધારે ઓછી થઇ શકે છે.
ICICI બેંક કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું ઈન્સ્ટંટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો કોટક બેંક કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાનું સીધું ડિસ્કાઉન્ટ અપાશે. તો અમુક સિલેક્ટેડ ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Google Pixel 7 સ્પેસિફિકેશન
Google Pixel 7માં 6.3 ઈંચનું ફુલ એડીપ્લસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેમાં એક નાનું પંચહોલ કટઆઉટ પણ છે. જેમાં સેલ્ફી કેમેરો ફિટ કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં 4270 mAhની બેટરી આપવામાં આવી છે. જેમાં ગૂગલ ટેન્સર જી2 પ્રોસેસર ફિટ કરવામાં આવ્યું છે. જે સ્મૂધ એક્સપીરિયંસ આપે છે.
કેમેરા સેટઅપ
Google Pixel 7ના કેમેરા સેટઅપની વાત કરીએ તો આમાં ક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. પ્રાઈમરી કેમેરો 50 મેગાપિક્સલનો અને સેકન્ડરી કેમેરો 12 મેગાપિક્સલનો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 10.8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp