એક માછલી ખાવી મહિનાભર દૂષિત પાણી પીવા જેટલું ખતરનાક, થયો ચોંકાવનારો ખુલાસો

PC: economictimes.indiatimes.com

માછલી ખાવાના શોખીનો તેના ફાયદા અંગે ઘણી વાતો કરે છે, જેમ કે તેમાં આવેલું પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોવાની વાત. નોનવેજ ખાનારા લોકોના ડાયેટમાં માછલી ઘણો મોટો ભાગ હોય છે. જોકે માછલીઓ પણ હવે ઝેરીલી થઈ રહી છે. એનવાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જોઈન્ટ સ્ટડીમાં જાણ્યું છે કે અમેરિકાના તળાવ અને નદીઓનું પાણી એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે તેમાં રહેનારી માછલીઓ પણ ઝેરીલી થઈ રહી છે. સાયન્સ ડાયરેક્ટમાં છપાયેલી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેશ વોટર માછલીઓમાં 278 ગણું ફોરેવર કેમિકલ મળવા લાગ્યું છે, જે ગંભીર બીમારી ફેલાવી શકે છે.

શું છે ફોરેવર કેમિકલ

તેને પર-એન્ડ-પોલિફ્લૂરોલકિલ સબ્સટેન્સ(PFAS) કહેવાય છે. આ તે કેમિકલ છે, જે સામાન્ય રીતે નોનસ્ટીક અથવા પછી વોટર-રસિસ્ટન્ટ કપડાં, જેવા કે રેઈનકોટ, છત્રી અથવા મોબાઈલ કવરમાં હોય છે. શેમ્પુ, નેઈલ પોલિશ અને આઈ-મેકઅપમાં પણ તેની ઘણી ઓછી માત્રા હોય છે. ઘણી બધી સ્ટડીમાં તેના ખતરા અંગે સાફ વાત કરવામાં આવી છે.

શા માટે માનવામાં આવી રહ્યું છે ખતરનાક

તેની સીધી અસર ગ્રોથ અને હોર્મોન્સ પર થાય છે. તેના કારણે થાઈરોઈડ અને કોલોસ્ટ્રોલ જેવી મુશ્કેલીઓ થઈ શકે છે. એટલે સુધી કે ગર્ભવતીમાં તેના કારણે મિસકેરેજ અથવા સમય પહેલા બાળકનો જન્મ પણ થઈ શકે છે. આવા બાળકોના શરીર તથા મગજ યોગ્ય રીતે વિકસિત ન થવાની આશંકા રહે છે. વર્ષ 2017માં ઈન્ટરનેશનલ એનજ્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે PFOAને સીધી રીતે હ્યુમન કાર્સિનોઝન એટલે કે તે વ્યક્તિમાં કેન્સર કરવાની આશંકા જતાવે છે. ખાસ કરીને કિડની અને ટેસ્ટીસનું કેન્સર.

હજારો ગણું કેમિકલ મળવા લાગ્યું

અમેરિકાના તળાવ-નદીમાં સતત 3 વર્ષો સુધી સ્ટડી કર્યા પછી જોવામાં આવ્યું કે પાણીમાં મળી આવનારા જીત-જંતુમાં આ કેમિકલ થોડી માત્રામાં નહીં પરંતુ 2400 ગણી વધારે માત્રામાં મળી આવ્યું છે. જો આવા સી-ફૂડને તમે મહિનામાં એક વખત પણ ખાશો તો તે એકદમ એવું જ થશે, જેમ કે તમે મહિના સુધી બેક્ટેરિયા અને જર્મ્સથી ભરેલું પાણી પી રહ્યા છો. વૈજ્ઞાનિકોએ અહીં સુધી કહ્યું છે કે વર્ષભરમાં 4 વખત પણ માછલી ખાવા પર શરીરમાં PFAS ખતરનાક સ્તર પર પહોંચી જાય છે. અમેરિકામાં એકાદ રાજ્યમાં નહીં પરંતુ 48 રાજ્યોમાં આ જ પરિણામ મળ્યું છે.

દરેક જગ્યાએ દેખાઈ રહી છે હાજરી

સૌથી ડરામણી વાત એ છે કે જે તળાવ અથવા નદી કારખાનાથી ઘણી દૂર છે, ત્યાં પણ નદીમાં ફોરેવર કેમિકલની માત્રા વધારે મળી છે. મતલબ આ કેમિકલ હવે દરેક જગ્યાએ છે. જણાવી દઈએ કે આ કેમિકલને ફોરેવર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે ખતમ થતું નથી. આ કદાચ હજારો વર્ષો પછી ખતમ થઈ શકે છે. જેના અંગે હાલમાં વૈજ્ઞાનિકોને પણ ખબર નથી. કુલ મળીને તેને પ્લાસ્ટીક કરતા પણ વધારે ખતરનાક માનવામાં આવી રહ્યું છે. જેની પર મોટાભાગના દેશોમાં કોઈ કંટ્રોલ નથી.

વર્ષ 1940થી PFAS નો ઉપયોગ શરૂ થયો હતો. ફૂડ પેકેજિંગ અને નોન-સ્ટીકથી થઈને તેનો ઉપયોગ વધતો જ ગયો કારણ કે તે ગરમી, તેલ અને પાણીમાં ટકી જાય છે. તેનું આ ટકાઉપણું પર્યાવરણ માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. તે માટી, પાણીથી થઈને માછલીઓ અને વાઈલ્ડ લાઈફને પણ ખતરામાં નાખી રહ્યું છે. સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ વર્ષ 2019ના એક સ્ટડીમાં કહ્યું હતું કે લગભગ 98 ટકા અમેરિકનના શરીરમાં આ રસાયણ હાજર છે. જેનું કારણ છે દૂષિત પાણી અને ખાવાનું.

તમારી આસપાસ કંઈ વસ્તુઓમાં છે આ કેમિકલ

સ્ટડી અમેરિકાની છે. આપણે ત્યાં ભલે તેની પર સ્ટડી નથી કરવામાં આવી પરંતુ કેમિકલવાળા પ્રોડક્ટ ઘણા મળી રહ્યા છે. પિઝા બોક્સ, ફૂડ રેપર, ટેક-આઉટ ડબ્બા, માઈક્રોવેવ પોપકોર્ન બેગ, બેકરી બેગ, નોનસ્ટીક પેન, કાર્પેટ, કાર સીટથી લઈને છત્રી, રેઈનકોટ અને જે પણ કપડાંના ડાઘા અને વોટર-પ્રુફ કાપજ હોવાની વાત કરે છે તે બધામાં PFAS છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp