50,000 વર્ષ બાદ પહેલી વખત ધરતી તરફ આવી રહ્યો છે આ તારો, ફેબ્રુઆરીમાં દેખાશે

PC: twitter.com/weatherindia

આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં અંતરીક્ષથી એવો મહેમાન આવી રહ્યો છે, જે આ અગાઉ હિમાયુગમાં આવ્યો હતો એટલે કે લગભગ 50 હજાર વર્ષ પહેલા. ત્યારબાદ તે ક્યારે આવશે તે કહી શકવું મુશ્કેલ છે, પરંતુ આગામી ચક્કર 50 હજાર વર્ષ બાદ જ લાગશે. આ ધૂમકેતુ છે. જો તમારા વિસ્તારમાં આકાશ ચોખ્ખું રહેશે તો તમે પણ તેને નરી આંખે જોઇ શકો છો. તેને જોવા માટે કોઇ દૂરબીન કે ટેલિસ્કોપની જરૂરિયાત નહીં પડે. આ ધૂમકેતુનું નામ છે C/2022 E3 (ZTF). તેને ગયા વર્ષે માર્ચમાં શોધવામાં આવ્યો હતો.

ત્યારથી સતત તેને શોધનરી કેલિફોર્નિયાની જ્વિકી ટ્રાન્સજિએન્ટ ફેસિલિટીના વૈજ્ઞાનિક તેની ટ્રેકિંગ કરી રહ્યા છે. તે 12 ફેબ્રુઆરીના રોજ ધરતીની નજીક લગભગ 4.20 કરોડ કિલોમીટર દૂરથી નીકળશે. આ અગાઉ તે 50 હજાર વર્ષ પહેલા પૈલિયોલિથિક કાળમાં આવ્યો હતો. ત્યારે હિમયુગ હતો. આપણા માણસોની આધુનિક પ્રજાતિ એટલે કે હોમો સેપિયન્સ પણ નહોતા. એ સમયે નિએન્ડરથલ માનવ ધરતી પર ફરતા હતા. હાથીની જગ્યાએ મેમથ રહેતા હતા. એ સમયે પ્રદૂષણ રહેતું નહોતું. આકાશ ચોખ્ખું રહેતું હતું, બની શકે કે આપણાં પૂર્વજોએ આ ધૂમકેતુને જોયો હોય. આપણું નસીબ સારું છે કે તે આ સમયમાં ધરતી પાસેથી પસાર થઇ રહ્યો છે.

આપણે તેને જોઇ શકીશું. તે ખૂબ તેજ પ્રકાશવાળો ધૂમકેતુ છે. સામાન્ય રીતે આપણે ધૂમકેતુઓના આવવા-જવા, ચમકવાને લઇને ભવિષ્યવાણી નહીં કરી શકીએ. તે ઘણી વખત પોતાની દિશા બદલી લે છે. જો તમે ધરતીના ઉત્તરી ગોળાર્ધમાં રહો છો તો તેને જોઇ શકો છો. આકાશ ડાર્ક અને સ્પષ્ટ રહેશે તો નરી આંખોથી જોઇ શકશો, નહીં તો દૂરબીનથી કે ટેલિસ્કોપની મદદ લઇ શકો છો. તેને જોવા માટે સૌથી સારો સમય સવાર થવાના બરાબર પહેલાનો હશે. તે તમને આકાશમાં ઉત્તર-પશ્ચિમ તરફ જતો નજરે પડશે. દક્ષિણ ગોળાર્ધના લોકોને તે માત્ર ફેબ્રુઆરીના શરૂઆતી દિવસોમાં જ દેખાશે.

તે અગાઉ 21 જાન્યુઆરીના રોજ પણ અવસર મળી શકે છે. એ દિવસે નવો ચાંદ હશે. આ અગાઉ આકાશમાં વધારે અંધારું રહેશે. જો હવામાન વિલેન ન બને તો તમે એ પ્રાચીન ધૂમકેતુને આરામથી જોઇ શકો છો. વિચારો આ વખત એ પોતાનું પહેલું ચક્કર પૂરું કરી રહ્યો છે. સૂરજની ચારેય તરફ એટલે કે તે હવે આગામી વખત 50 હજાર વર્ષ બાદ જ આવશે. એટલા વર્ષોની યાત્રાથી તમે અંદાજો લગાવી શકો છો કે આપણે બ્રહ્માંડમાં કેટલા નાના છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp