ગૂગલે પોતાનો મિડરેન્જ સ્માર્ટફોન Pixel 7a લોન્ચ કર્યો, જાણો ફીચર્સ અને કિંમત

PC: tomsguide.com

ગુગલ પિક્સલ સ્માર્ટફોનની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ગુગલે પોતાના ગ્લોબલ ડેવલપર્સ કોન્ફરન્સમાં Pixel 7 લાઇનઅપમાં a સીરીઝમાં સ્માર્ટફોન લોન્ચ કરવાનું એલાન કર્યું છે. આ સ્માર્ટફોનને Pixel 7a નામ આપવામાં આવ્યું છે. સાથે જ કંપનીએ આ સ્માર્ટફોનમાં ઘણા બધા અપગ્રેડેડ ફીચર્સ આપ્યા છે. આ ફોન લોન્ચ ઓફરની સાથે ઓનલાઇન શોપિંગ પોર્ટ ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે. જાણો આ ફોનના દરેક ફીચર્સ અને કિંમત વિશે.

ગુગલ Pixel 7aમાં 90 હર્ટ્ઝની રેટ સ્ક્રીન, સેકન્ડ જનરેશન ગુગલ ટેનોર જેવા ઘણા બધા અપગ્રેડ ફીચર આપવામાં આવ્યા છે. આ ફોનમાં G2 ચિપ, મેજિક ઇરેઝર અને ફોટો અનબ્લર જેવા ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન લોન્ચિંગ ઓફર હેઠળ ફ્લિપકાર્ટ પર અવેલેબલ છે.

લોન્ચ ઓફરની વાત કરીએ તોજો તમે આ ફોનને ખરીદવા માટે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો આ સ્માર્ટફોન તમને 4000 રૂપિયાના ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પર મળી જશે. તે સિવાય જો તમે આ ફોનને EMI પર ખરીદશો તો તેના પર પણ તમને નો કોસ્ટ EMIનો ફાયદો મળી શકે છે. એટલે કે, તમારે કોઇ ઇન્ટરેસ્ટ આપવું ન પડશે. જો તમે આ ફોનની સાથે ફિટબિટ ઇન્સપાયર 2 સ્માર્ટવોચ કે પછી Pixel બડ્ઝ ખરીદો છો તો એ બન્ને તમને 3999 રૂપિયામાં મળી જશે. ફોન પર તમને એક વર્ષ માટે ફ્રી સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન પણ આપવામાં આવશે. સાથે જ યુટ્યુબ પ્રીમિયન અને ગુગલ વનનું ત્રણ મહિનાનું એક્સેસ પણ મળશે.

ગુગલ Pixel 7a સ્માર્ટફોનમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ વાળી 6.1 ઇંચની ટચ સ્ક્રીન છે, જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 સાથે આવે છે. સાથે જ રીસાઇકલ મટીરિયલથી બનાવવામાં આવી છે. જે વોટર પ્રુફ અને ડસ્ટ પ્રુફ છે. આ ફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનની સાથે 64 મેગા પિક્સેલનો પ્રાઇમરી કેમેરા સેન્સર અને 13 મેગા પિક્સેલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર હોય છએ. આ ફોનના કેમેરાને નાઇટ સાઇટ, ફોટો અનબ્લર અને મેજિક ઇરેઝર ફીચર્સ પણ આપવામાં આવ્યો છે. ફોનમાં તમને 8 GB રેમ અને 128 GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. આ ફોનની કિંમત 43999 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp