- Tech and Auto
- શું તમે પણ કરો છો કોલ રેકોર્ડિંગ? 11 મેથી તમારું કોલ રેકોર્ડર થઈ જશે બંધ
શું તમે પણ કરો છો કોલ રેકોર્ડિંગ? 11 મેથી તમારું કોલ રેકોર્ડર થઈ જશે બંધ
એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ગુગલ પ્લે સ્ટોર પર અનેક કોલ રેકોર્ડિંગ એપ્સ છે. જોકે આનાથી સાવ ઉંધું એપલે એપ સ્ટોર પર ફક્ત અમુક જ કોલ રેકોર્ડિંગ એપને જગ્યા આપી છે જે પેઈડ (ચાર્જેબલ) છે. ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં પણ કોલ રેકોર્ડિંગ કરવું મુશ્કિલ થવાનું છે.
હવે ગુગલ કોલ રેકોર્ડિંગ એપ્સ પર સકંજો કસવાની તૈયારીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુગલે Android 10ની સાથે ડિફોલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર બંધ કરી દીધુ હતું. જોકે બીજી કંપનીઓ પોતાના એન્ડ્રોઇડ આધારિત કસ્ટમ OSમાં હજુ પણ કોલ રેકોર્ડિંગ ફીચર્સ આપે છે.
11 મેં થી ગુગલ નવી ગુગલ પ્લે પોલીસીનો અમલ કરી રહ્યું છે જે થર્ડ પાર્ટી એપને કોલ રેકોર્ડિંગ એક્સેસિબિલિટી APIનો ઉપયોગ કરવા માટેથી રોકશે. એટલે કે પોલિસી લાગૂ થયા પછી થર્ડ પાર્ટી એપ દ્વારા કોલ રેકોર્ડિંગ નહીં કરી શકશે.

જો કે, જે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પહેલાથી જ કોલ રેકોર્ડિંગ એપ છે અને તેઓને પરમિશન મળી છે તો તેઓને આ પોલીસીથી ફર્ક નહીં પડશે. આ એપ્સ દ્વારા આગળના સમયમાં પણ કોલ રેકોર્ડિંગ કરી શકાશે, પરંતુ નવી એપ ઇન્સ્ટોલ કરીને આ એપથી કોલ રેકોર્ડ નહીં કરી શકાશે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ નિયમ હોવા છતાં પણ Google અને Xiaomiના સ્માર્ટફોનમાં કોઈ અસર નહીં થશે. એવું તે માટે થશે કારણકે, આ નેટિવ કોલ રેકોર્ડિંગ ફંક્શન આપે છે. જો કે આવનારા સમયમાં આના માટે પણ કોઈ પોલિસી અમલમાં લાવવામાં આવી શકે એમ છે, જેના વિશે ગૂગલે હજુ સુધી કંઈ કહ્યું નથી.
ગૂગલની આ નવી પોલીસી પ્લે સ્ટોર પર હાજર થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ પર લાગુ થશે. એન્ડ્રોઇડ ઓથોરિટીના રિપોર્ટ મુજબ ગુગલ પ્લે પોલીસી અપડેટમાં આ વાત કહેવામાં આવી છે કે જો ફોનના ડિફોલ્ટ ડાયલરમાં કોલ રેકોર્ડર છે અને પ્રી લોડેડ છે તો એવામાં ઇનકમિંગ ઓડિયો સ્ટ્રીમ માટે ઍક્સેસિબિલિટીની જરૂરત નહીં પડશે. આ માટે ગૂગલની નવી પોલિસીનું વાયલેસન પણ નહીં થશે.

11 મેં થી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ થર્ડ પાર્ટી એન્ડ્રોઇડ કોલ રેકોર્ડર કામ કરવાનું બંધ કરી દે તો આશ્ચર્યની વાત નથી. કારણ કે ગૂગલની આ પોલીસી 11 મેં થી લાગુ થવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને કોલ રેકોર્ડિંગ કરવા વાળી થર્ડ પાર્ટી એપ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. કારણ કે થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ્સ યુઝર્સની પ્રાઈવસીનો ભંગ કરે છે. ઘણા દેશોમાં કોલ રેકોર્ડિંગ ગેરકાયદેસર છે. આ માટે જ કંપનીઓ તેને સમર્થન નથી આપતી.

