ડીઝલ ગાડીઓ પર 2027 સુધી પ્રતિબંધના એંધાણ, જાણો કેમ?

ભારતીયોને આગામી 2027 સુધી પૂરી રીતે ડીઝલ ગાડીઓ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દેવો જોઈએ અને ડીઝલ ગાડીઓની જગ્યાએ લોકોએ ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ફોકસ કરવું જોઈએ. આ સૂચન પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક પેનલે સરકારને આપ્યું છે. પેનલે શહેરોની વસ્તી મુજબ, ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાનો પ્લાન બનાવ્યો છે, એ મુજબ, 10 લાખ કરતા વધુ વસ્તીવાળા શહેરોમાં ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવું જોઈએ કેમ કેમ એવા શહેરોમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક પેનલ ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું ભલામણ કરી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત, ગ્રીનહાઉસ ગેસોના સૌથી મોટા ઉત્સર્જકોમાંથી એક છે. સેકડો પાનાંના આ રિપોર્ટમાં ભારતના એનર્જી ટ્રાન્ઝિશનનો આખો પ્લાન બનાવવામાં આવ્યો છે.

એ મુજબ, ભારત આગામી 2070ના શુદ્ધ લક્ષ્યને પ્રાપ્ત કરવાના પોતાના લક્ષ્ય પર તેજીથી આગળ વધી રહ્યું છે, પરંતુ તેના માટે કંઈક ખાસ તૈયારીઓની જરૂરિયાત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી 2024થી સિટી ટ્રાન્સ્પોર્ટેશનમાં કોઈ પણ ડીઝલ બસો જોડવી ન જોઈએ અને વર્ષ 2030 સુધી એવી કોઈ પણ સિટી બસને સામેલ ન કરવી જોઈએ જે ઇલેક્ટ્રિક નથી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત મોટા પ્રમાણ પર ઉર્જા આયાત પર નિર્ભર નહીં રહી શકે અને તેણે પોતાના સ્ત્રોતોનો વિકાસ કરવો જોઈએ.

ભારતના પ્રાથમિક ઉર્જા સ્ત્રોત કોયલા, તેલ, પ્રાકૃતિક ગેસ અને પરમાણુ છે. જો કે, બાયોમાસ એનર્જીનો એક અન્ય સ્ત્રોત છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. કોયલા ગ્રીડ વીજ ઉત્પાદન માટે પ્રાથમિક ઉર્જા સ્ત્રોત છે અને તેનો ઉપયોગ સ્ટીલ અને સિમેન્ટ જેવા ભારે ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે. જો કે, કોયલ ભારતમાં ભારે માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ અત્યારે પણ દેશમાં તેલ અને ગેસ ભંડારની શોધ કરવાની બાકી છે.

આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે, આગામી વર્ષ 2027 સુધી દેશમાં એવા શહેર જ્યાં વસ્તી 10 લાખ કરતા વધુ છે કે જે શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધારે છે ત્યાં ડીઝલ વાહનો પર પૂરી રીતે બેન લગાવી દેવા જોઈએ. એ સિવાય વર્ષ 2030 સુધી સિટી ટ્રાન્સપોર્ટમાં માત્ર એ બસોને સામેલ કરવા જોઈએ જે ઇલેક્ટ્રિકથી ચાલે છે. પેસેન્જર કાર અને ટેક્સી વાહન 50 ટકા પેટ્રોલ અને 50 ટકા ઇલેક્ટ્રિક હોવા જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2030 સુધી ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ 1 કરોડ યુનિટ પ્રતિ વધનો આંકડો પાર કરી લેશે.

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે 31 માર્ચથી આગળ માટે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યૂફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ હાઇબ્રીડ વ્હીકલ્સ સ્કીમ હેઠળ આપવામાં આવેલા પ્રોત્સાહનોના વિસ્તાર પર વિચાર કરવો જોઈએ. ભારતમાં લાંબી દૂરીની બસોને ઇલેક્ટ્રિફાઇડ કરાવવા પડશે. જો કે અત્યારે ગેસને 10-15 વર્ષો માટે ઈંધણના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.