Harley Davidsonએ લોન્ચ કરી પોતાની સૌથી સસ્તી બાઇક, બૂલેટને આપશે ટક્કર

PC: twitter.com/BikeWale

Harleyની સવારી દરેક બાઇક લવરને પસંદ આવે છે, પરંતુ ઊંચી કિંમતના કારણે અત્યાર સુધી Harley Davidsonની બાઇક્સ મોટા ભાગના લોકોના પહોંચથી દૂર રહી છે, પરંતુ આજે Harley Davidsonએ આખી દુનિયાના બાઇક પ્રેમીઓના સપનાંને પૂરું કરી દીધું છે. આખી દુનિયામાં પોતાના શાનદાર પરફોર્મન્સ બાઇક્સ માટે જાણીતી Harley Davidsonએ 10 માર્ચે પોતાની સોથી સસ્તી બાઇક Harley Davidson X350 પરથી પરદો ઉઠાવી દીધો છે.

બજારમાં આવ્યા બાદ મુખ્ય રૂપે ‘રોયલ એનફિલ્ડ’ને ટક્કર આપશે. Harley Davidsonએ સત્તાવાર રૂપે ચીની બજારમાં પોતાની પહેલી 350cc બાઇક X350ને લોન્ચ કરી છે. આકર્ષક લુક અને શાનદાર એન્જિનની ક્ષમતથી આ બાઇકની શરૂઆતી કિંમત 33,000 યુઆન (ચાઈનીસ મુદ્રા) નક્કી કરવામાં આવી છે, જે ભારતમાં લગભગ 3.93 રૂપિયા બરાબર છે. X350 પહેલી Harley Davidson બાઇક છે જે બ્રાન્ડ વી-ટ્વીન એન્જિન પર બેઝ્ડ નથી. તેની જગ્યાએ આ બાઇક્સમાં QJ Motorsથી સોર્સ કરવામાં આવેલી 350ccની અમતા પેરેલેલ ટ્વીન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જોવામાં આ બાઇકનો લુક અને ડિઝાઇન ઘણા હદ સુધી સ્પોર્ટસ્ટર XR1200Xથી પ્રેરિત છે, જેને ભારતમાં ડિસ્કન્ટીન્યૂ કરી દેવામાં આવી છે. તેના ફ્રન્ટમાં થોડું ઓફ-સેટ સિંગલ-પોડ કન્સોલ સાથે હેડલેમ્પ મળે છે. આ બાઇકમાં ટિયર ડ્રોપ શેપનો 13.5 લીટરની ધારીત ફ્યૂલ ટેન્ક આપવામાં આવ્યો છે. જે ઘણી હદ સુધી XR1200 સાથે સમાન છે. તેની ટેલ ડિઝાઇન પણ એવી જ દેખાય છે. આ બાઇકમાં LED હેડલેમ્પ અને ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. એ સિવાય હેડલાઇટ પર આપવામાં આવેલા Harleyના લોકને હજુ પણ પ્રીમિયમ બનાવે છે.

Harley Davidson X350મા કંપનીએ 353ccની ક્ષમતાનું લિક્વિડ-કલૂ પેરેલલ ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે જે 36.7PSનો શાનદાર પાવર અને 31NMનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. જો કે, એન્જિનના હિસાબે તે પાવર આઉટપુટ વધારે પ્રભાવશાળી નજરે પડતું નથી, પરંતુ ભારતીય બજારમાં વેચનારી ‘રોયલ એનફિલ્ડ’ની 350cc બાઇક્સની તુલનામાં એ ખૂબ વધારે છે. તેના ફ્રન્ટમાં 41mm અપસાઇડ-ડાઉન ફોર્ક રિબાઉન્ડ એડજસ્ટેબિલિટી અને પાછળના હિસ્સામાં પ્રીલોડ રિબાઉન્ડ એડજસ્ટેબિલિટી સાથે એક મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તેમાં બંને તરફ પેટલ ડિક્સ બ્રેક મળે છે. આગળ તરફ 4 પિસ્ટન કેલિપર અને પાછળ તરફથી સિંગલ પિસ્ટન યુનિટ આપવામાં આવ્યું છે.

એ સિવાય આ બાઇકમાં ડબલ ચેન એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આ બાઇકને હજુ ખાસ બનાવે છે. કંપનીનો દાવો છે કે, આ બાઇક 20.2 કિલોમીટર પ્રતિલીટરની એવરેજ આપે છે અને તેનું વજન 180 કિલોગ્રામ છે. ભારતીય બજારમાં Harley Davidsonના ફેન્સની કમી નથી, પરંતુ અત્યારે આ બાબતે સત્તાવાર કોઈ જાણકારી મળી શકી નથી કે, Harley Davidson X350ને ભારતીય માર્કેટમાં રજૂ કરાવવામાં આવશે કે નહીં, પરંતુ આ બાઇકને જે કિંમતમાં ચીનના બજારમાં લોન્ચ કરવામાં આવી છે, તેને જોતા તેની આશા વ્યક્ત કરી શકાય છે કે જો તેને ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી તો લોકો તેના સારા પ્રદર્શનની આશા રાખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp