ઉંમર માત્ર 25 વર્ષ, આ છે દુનિયાનો સૌથી નાની ઉંમરનો અબજપતિ

PC: gadgetswright.com

25 વર્ષની ઉંમરે હજુ યુવાનો ભણતા હોય છ અથવા તો લાઈફમાં પોતાને શું કરવું છે તે નક્કી કરતા હોય છે. પરંતુ ઘણા લોકો માટે તેમની સ્ટોરી કંઈક અલગ જ હોય છે. કંઈક અલગ કરવાનું વિચારતા લોકોને સફળતા પણ ભરપૂર મળતી હોય છે. એવો જ એક વ્યક્તિ છે માત્ર 25 વર્ષની ઉંમરે બિલિયોનર બની ચૂક્યો છે. તેનું નામ છે એલેકઝેન્ડર વાન્ગ. જેન ફોર્બ્સે સૌથી નાની ઉંમરનો અબજપતિ જાહેર કર્યો છે.

વાંગ પોતાના કરિયરમાં એટલો વ્યસ્ત છે કે તેણે પોતાનું કોલેજનું ભણતર પણ પૂરું કર્યું નથી. આજે તેની કંપની સ્કેલ આઈટેક જગતમાં જાણીતું નામ છે. જનરલ મોટર્સ અને ફ્લેક્સપોર્ટ જેવી મોટી કંપનીઓ સહિત 300થી વધુ કંપનીઓ વાંગની સ્કેલ એઆઈની સેવાઓ લઈ રહી છે. એટલું જ નહીં, અમેરિકન સરકાર પણ વાંગની કંપનીની ગ્રાહક છે. સ્કેલ એઆઈને અમેરિકાની સરકાર પાસેથી 110 મિલિયન ડોલરનું ટેન્ડર મળ્યું છે. અમેરિકાની આર્મી અને એર ફોર્સ પણ એઆઈ સ્કેલની મદદથી આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્સને કામમાં લાવી રહી છે.

ફોર્બ્સના એક રિપોર્ટ પ્રમાણે, વાંગ ન્યુ મેક્સિકો સ્થિત લોસ અલામોસ નેશનલ લેબના સાયા હેઠળ મોટો થયો છે. આ લેબ અમેરિકાની તે જાણીતી સીક્રેટ સાઈટ છે, જ્યાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પહેલો પરમાણું બોમ્બ બનાવવામાં આવ્યો હતો. વાંગના માતા પિતા સેનાના વેપન્સ પ્રોજેક્ટમાં ભૌતિક વિજ્ઞાની તરીકે કામ કરતા હતા. આજે વાંગ 6 વર્ષ જૂની કંપની સ્કેલ એઆઈ તેના માતા પિતાની જેમ મિલટરીને પાવરફૂલ અને મોર્ડન બનાવવામાં મદદ કરી રહી છે. વર્ષ 2018માં ફોર્બ્સની અંડર 30 લિસ્ટમાં જગ્યા મેળવનાર વાંગ કહે છે કે, દરેક ઈન્ડ્સ્ટ્રી પાસે ભરપૂર માત્રામાં ડેટા છે. અમારો લક્ષ્ય ડેટાના પોટેનશિયલને અનલોક કરવામાં તેની મદદ કરવાનો છે અને તેના ધંધાને એઆઈછી સુપર ચાર્જ કરવાનો છે.

વાંગની કપંની સ્કેલ એઆઈ આજકાલ યુક્રેન પર પણ કામ કરી રહી છે. રશિયાના હુમલામાં કેટલું નુકસાન થયું છે, સ્કેલ એઆઈ સેટેલાઈટથી મળેલા ફોટાને સુપરફાસ્ટ એનાલિસિસ કરીને પરિણામ આપે છે. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે સ્કેલ એઆઈમાં વાંગની પાસે આશરે 15 ટકાનો ભાગ છે. ગયા વર્ષે એક ફડિંગ રાઉન્ડમાં કંપનીની વેલ્યૂ 7.3 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. આ રાઉન્ડમાં કંપનીને 325 મિલિયન ડોલર મળ્યા હતા. કંપનીની રેવન્યું પહેલા જ 100 કરોડની ભાગીદારીની વેલ્યુ 10 બિલિયન ડોલરથી વધારે છે. વાંજે માત્ર 17 વર્ષની ઉંમરમા ક્વોરા માટે ફૂલ ટાઈમ કોડિંગનું કામ શરૂ કર્યું હતું. જ્યાં તેની મુલાકાત લુસી ગુઓ સાથે થઈ. તેમણે સાથે મળીને વાંગ કંપની શરૂ કરી હતી. બંનેની મુલાકાત પછી મશીન લર્નિંગ વાંગ અને ગુઓએ મળીને સ્કેલ એઆઈની શરૂઆત કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp