26th January selfie contest

મારુતી જીમ્નીનું જોરદાર બુકિંગ, જાણો ગાડી મેળવવા માટે કેટલી રાહ જોવી પડશે

PC: auto.hindustantimes.com

મારુતી સુઝીકી ઇન્ડિયાએ ઓટો એક્સપોમાં પોતાની બહુપ્રતીક્ષિત ઓફરોડિંગ કાર મારુતી જીમ્નીને રજૂ કરી છે. મારુતી જીમ્નીના આ 5 ડોર વર્ઝનને વિશ્વની સામે રજૂ કરવાની સાથે જ કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું હતું. હવે ખબર આવી રહી છે કે, આ SUVએ ફક્ત બે દિવસની અંદર જ 3000થી વધારે યૂનિટ્સનું બુકિંગ કરી દીધું છે. કંપની નવી જીમ્નીને પોતાની પ્રીમીયમ ડીલરશિપ નેક્સાના માધ્યમથી વેચી રહી છે અને કારનું બુકિંગ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઓફશિયલ ડીલરશિપના માધ્યમથી બુક કરી શકાય છે. આ કાર માટે 11000 રૂપિયાની બુકિંગ એમાઉન્ટ નક્કી કરવામાં આવી છે.

મારુતી જીમ્નીમાં કંપનીએ 1.5 લીટરની ક્ષમતાનું K સીરીઝ નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 103 બ્રેક હોર્સ પાવર અને 134 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે, આ જુનું એન્જિન છે કંપની પોતાના નવા મોડલમાં K15C એન્જિનનો ઉપયોગ કરી રહી છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તે સિવાય તેમાં ફોર વ્હીલ ડ્રાઇવ ઓલ ગ્રિપ પ્રો સિસ્ટમ આપવામાં આવી છે, કંપનીનો દાવો છે કે, આ ટેક્નીક SUVની ઓફરોડ ક્ષમતાઓને સારી બનાવે છે.

તેની સાઇઝની વાત કરીએ તો તેની લંબાઇ 3985 મીલીમીટર, પહોળાઇ 1645 મીલીમીટર અને ઉંચાઇ 1720 મીલીમીટર છે, તેનો વ્હીલ બેસ 2590 મીલીમીટર છે જે થ્રી ડોર વર્ઝની સરખામણીમાં 340 મીલીમીટર વધારે છે. SUVના પાછળના હિસ્સામાં જે સ્પેર વ્હીલ આપવામાં આવ્યું છે, તે તેને પ્રોપર ઓફરોડિંગ SUVનો લુક આપે છે. બોક્સી ડિઝાઇન વાળી આ SUVને બે કલરમાં રજૂ કરવામાં આવી છે, એક સ્ટીલ ગ્રે અને બીજો લેમન ગ્રીન, જોકે, કંપની આ રંગોને બીજા નામથી ઓળખાવે છે.

મારુતી જીમ્નીમાં કંપની એડવાન્સ સેફ્ટી ફીચર્સને શામેલ કરી રહી છે. આ SUVમાં 6 એરબેગ, બ્રેક લિમિટેડ સ્લિપ ડિફરેન્શિયલ, હિલ હોલ્ડ આસિસ્ટની સાથે ESP, હિસ ડિસન્ટ કંટ્રોલ, રિયરવ્યુ કેમેરા અને ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશનની સાથે એન્ટી લોક બ્રેકિં સિસ્ટમ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે, આ SUVની દરેક પ્રકારની રોડ કંડિશન અને ટેરેનમાં સરળતાથી દોડી શકે છે.

મારૂતી જીમ્નીની કિંમતનો ખુલાસો હજુ થયો નથી, પણ તેને દેશની સૌથી સસ્તી ફોરવ્હીલ ડ્રાઇવ કાર માનવમાં આવી રહી છે. જોકે, લોન્ચ પહેલા તેની કિંમત વિશે કંઇ કહેવું મુશ્કેલ છે, માનવામાં આવી રહ્યું છે કે, કંપની આ SUVને લગભગ 10 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવા જઇ રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે SUVની કિંમત શું રાખવામાં આવે છે. જીમ્નીને થારનું સૌથી નજીકનું કોમ્પીટીટર માનવામાં આવે છે અને હાલ થારનું ટુ વ્હીલ ડ્રાઇવ વેરિએન્ટ 9.99 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ થયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓફરોડિંગ SUVની ડિલીવરી માટે 3 મહિનાની રાહ જોવી પડી શકે છે. જોકે, એ હાલ સ્પષ્ટ નથી, કે તેનું વેટિંગ કેટલું હશે. કંપની ઉપર હાલ અન્ય મોડલની ડીલિવરીનો ભાર પણ છે, જેમાં હાલમાં જ લોન્ચ થયેલી મારુતી ગ્રેન્ડ વિટારા, બ્રેઝા, અર્ટિગા પ્રમુખ ગાડીઓ છે, જેના માટે ગ્રાહકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડશે. એવામાં નવું મોડલ બજારમાં આવ્યા બાદ વેટિંગ પીરિયડ વધારે રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp