Hero અને Hondaએ લોન્ચ કરી ઓછી કિંમત અને જબદસ્ત માઇલેજ આપતી બજેટ બાઇક્સ
કમ્યૂટર સેગ્મેન્ટની બાઇક્સને સૌથી વધુ સારી માનવામાં આવે છે. ઓછી કિંમત, સારી માઇલેજ અને લો-મેન્ટેનન્સને પગલે આ સેગ્મેન્ટની બાઇક્સને લોકો વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે કમ્યૂટર સેગ્મેન્ટમાં પોતાની પકડ બનાવવી દરેક ટુ-વ્હીલર નિર્માતાની પ્રાથમિકતા હોય છે. આ મહિને Hero Motocorp અને Honda બંનેએ ભારતીય બજારમાં પોતાની બે નવી બાઇક્સ Super Splendor Xtec અને Honda Shine 100 રજૂ કરી છે. આ બંને બાઇક્સ સેગ્મેન્ટમાં ઓછી કિંમત, વધુ માઇલેજ અને લો મેન્ટેનન્સ માટે જાણીતી છે.
Hero Motocorp ની Super Splendor ની વાત કરીએ તો, કંપનીએ પોતાની નવી મોટરસાઇકલ Super Splendor Xtec ને ગત 6 માર્ચે લોન્ચ કરી હતી. આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતાવાળી આ કમ્યૂટર બાઇકની શરૂઆતી કિંમત 83368 (એક્સ શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. બાઇકના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો કંપનીએ તેમા LED હેડલાઇટ અને LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ આપી છે. જેને હાઈ અને લો બીમની વચ્ચે સેપ્રેટ કરવામાં આવી છે. આ ઉપરાંત, સિંગલ-પીસ સીટ, ગ્રેબ રેલ, હેલોજન ટર્ન ઇન્ડિકેટર્સ અને ઓવરઓલ સ્લિમ બ્લિડમાં વધુ બદલાવ કરવામાં નથી આવ્યા. તેને કેન્ડી બ્લેઝિંગ રેડ અને મેટ એક્સિસ ગ્રે કલરમાં રજૂ કરવામાં આવી છે.
કંપનીએ આ બાઇકમાં 124.7 cc સિંગલ-સિલિન્ડર એન્જિન આપ્યું છે જે 10.7 bhp નો પાવર અને 10.6 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે પાંચ-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. બાઇક આશરે 68 કિમી પ્રતિલીટરની એવરેજ આપે છે. તેમજ તેમા આપવામાં આવેલી i3S ટેક્નોલોજી બાઇકની માઇલેજ વધારવામાં મદદ કરે છે.
તેના ફીચર્સની વાત કરીએ તો તેમા એક બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ફુલી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કંસોલ સામેલ છે. Super Splendor Xtecમાં એક નવી LCD આપવામાં આવી છે, જેને તમે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો અને મિસ્ડ કોલ/ SMS એલર્ટની સાથોસાથ વિવિધ રીડઆઉટ વિશે જાણકારી મળે છે. આ ઇન્સ્ટ્રૂમેન્ટ કંસોલમાં સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રિપ મીટર, ફ્યૂઅલ લેવલ રીડઆઉટ અને માઇલેજ વગેરે સામેલ છે. આ ઉપરાંત એક USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામા આવ્યુ છે. આ બાઇક કુલ બે વેરિયન્ટમાં આવે છે. તેના ડ્રમ વેરિયન્ટની કિંમત 83368 રૂપિયા અને ડિસ્ક બ્રેક વેરિયન્ટની કિંમત 87268 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
જાપાની વાહન નિર્માતા કંપની Hondaને Hero Motocorpની પ્રતિદ્વંધિ માનવામાં આવે છે અને કંપનીએ આ નવી બાઇકથી 100 cc સેગ્મેન્ટના કસ્ટમર્સને સાધવાનો પ્રયત્ન કર્યો છે. તેમા થોડા સ્પોર્ટી હેડલેમ્પ કાઉલ અપફ્રન્ટ અને બ્લેક્ડ-આઉટ એલોય વ્હિલ આપ્યા છે. સીટ ફ્લેટ છે અને ગ્રાફિક્સ અને સ્ટિકલ ફ્યૂઅલ ટેન્ક પર જગ્યા આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, Shine 100 સંપૂર્ણરીતે નવી 99.7 cc ક્ષમતાની OBD-2 કમ્પ્લાયન્ટ એન્જિન આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે તે 20 ટકાની ઇથેનોલ મિક્સ્ડ ફ્યૂલ પર ચાલી શકે છે. આ એન્જિનને PGM-FI ટેકનિકથી લેસ કરવામાં આવી છે. તેમા એન્હાંસ્ડ સ્માર્ટ પાવર સિસ્ટમ પણ આપવામાં આવી છે. એ એન્જિન 7.61hpનો પાવર અને 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
તેના ફીચર્સની વાત કરીએ તો તેમા વધુ એડવાન્સ ફીચર્સ નથી મળતા. પરંતુ કંપનીએ પ્રાઇમ સેગ્મેન્ટ પ્રમાણે સારી સુવિધાઓ સામેલ કરી છે. તેમા હેલોજન હેડલાઇટની સાથે સિમ્પલ એનાલોગ ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલ આપવામાં આવ્યું છે. તેમા કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ, ફ્યૂલ-ઇન્જેક્શન અને ઓટો-ચોક સિસ્ટમ આપવામાં આવી છે. આ બાઇક કુલ 5 કલર ઓપ્શન (બ્લેક વિથ રેડ સ્ટ્રાઇપ્સ, બ્લેક વિથ બ્લૂ સ્ટ્રાઇપ્સ, બ્લેક વિથ ગ્રીન સ્ટ્રાઇપ્સ, બ્લેક વિથ ગોલ્ડ સ્ટ્રાઇપ્સ અને બ્લેક વિથ ગ્રે સ્ટ્રાઇપ્સ)માં ઉપલબ્ધ છે. નવી Shine 100ની કિંમત 64900 રૂપિયાથી શરૂ થાય છે અને કંપની આ બાઇક સાથે 6 વર્ષનું સ્પેશિયલ વોરંટી પેકેજ પણ આપી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp