26th January selfie contest

Heroએ લોન્ચ કર્યું નવુ Xoom સ્કૂટર, ખરીદતા પહેલા જાણી તો તેની કિંમત

PC: yourstory.com

Hero Motocorpએ 30 જાન્યુઆરીના રોજ પોતાનું નવુ સ્કૂટર Hero Xoom લોન્ચ કર્યું છે. એડવાન્સ ફીચર્સ અને સ્પોર્ટી લુક સાથે બજારમાં ઉતારવામાં આવેલા આ સ્કૂટરની શરૂઆતી કિંમત માત્ર 68599 રૂપિયા છે. કંપનીએ આ સ્કૂટરને કુલ ત્રણ વેરિયન્ટ્સમાં રજૂ કર્યું છે. પોતાના સેગમેન્ટમાં આ સ્કૂટર મુખ્યરીતે Honda Dio અને TVS Jupiter જેવા સ્કૂટર્સને ટક્કર આપશે. તો તમે પણ જાણી લો તેની ખાસ વાતો.

લુક અને ડિઝાઈન

Hero Motocorpએ આ સ્કૂટરની ડિઝાઈન પર સૌથી વધુ કામ કર્યું છે. આ સ્કૂટરમાં કેટલાક હાઈ-ટેક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જે તેને વધુ સ્પોર્ટી બનાવે છે. તેમા X-શેપ LED હેડલેમ્પની સાથે ફ્રન્ટ એપ્રોનને આકર્ષક બનાવવામાં આવ્યું છે. તેમા કોર્નરિંગ લાઈટ પણ આપવામાં આવી છે, જેવી તમને કારોમાં જોવા મળે છે. હીરોના અન્ય સ્કૂટર્સની જેમ તેમા ફ્લોરબોર્ડ એરિયા પણ સારો મળે છે. આ ઉપરાંત, તેમા હેન્ડલ માઉન્ટેડ બ્લિંકર્સ અને 12 ઈંચના એલોય વ્હીલ આપવામાં આવ્યા છે.

પાવર અને પરફોર્મન્સ

કંપનીએ આ સ્કૂટરમાં 110.9ccની ક્ષમતાનું સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, ફ્યૂઅલ ઈન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8.05 bhpનો પાવર અને 8.70 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સીવીટી ટ્રાન્સમિશન ગિયરબોક્સથી લેસ છે. આ એન્જિન કંપનીના મેસ્ટ્રો એજ્ડ સ્કૂટરમાં પણ ઉપયોગ કર્યો હતો. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર માત્ર 9.35 સેકન્ડમાં જ 0થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

ફીચર્સ ડિટેલ

આ સ્કૂટરમાં કંપનીએ XTEC ટેકનિકનો ઉપયોગ કર્યો છે, તેના ફ્રન્ટ ગ્લવ બોક્સમાં USB ચાર્જર, ડિજિટલ સ્પીડોમીટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, સીટની નીચે મોડું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ફ્રન્ટ વ્હીલમાં  ઈન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ પણ મળે છે. નવા Xoomમાં કંપનીએ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ સામેલ કર્યા છે. બ્લૂટૂથ કનેક્ટિવિટીની મદદથી તમે કોલ, SMS વગેરે જેવા એલર્ટ મેળવી શકો છો. કંપનીની i3S ટેક્નોલોજી માઈલેજ સારી આપવામાં મદદ કરે છે.

સ્કૂટરની સાઈઝ અને વજન

આ સ્કૂટરની લંબાઈ 1881 mm, પહોળાઈ 717 mm અને ઊંચાઈ 1118 mm છે, તેમા 1300 mmનો વ્હીલબેઝ અને 155 mm ગ્રાઉન્ડ ક્લીયરન્સ મળે છે. સ્કૂટરના LX અને VX વેરિયન્ટનું વજન 108 કિલોગ્રામ છે અને ZX વેરિયન્ટમાં 190 mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક આપવાના કારણે તેનું કુલ વજન 109 કિલોગ્રામ છે. Xoom માં કંપનીએ 5.2 લીટરની ફ્યૂઅલ ટેન્ક આપી છે. ટોપ-સ્પેક વેરિયન્ટમાં 12-ઈંચના રિયર એલોય વ્હીલ આપવામાં આવ્યા છે.

સસ્પેન્શન, કલર અને કિંમત

નવી Hero Xoom પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમા પોલસ્ટાર બ્લૂ, બ્લેક, મેટ એબ્રાક્સ ઓરેન્જ અને પર્લ વ્હાઈટ અને સ્પોર્ટ્સ રેડ કલર સામેલ છે. તેના ફ્રન્ટમાં હાઈડ્રોલિક શોક ઓબ્ઝર્વર સસ્પેન્શન આપવામાં આવ્યા છે, જ્યારે પાછળના ભાગમાં સ્પ્રિંગ લોડેડ હાઈડ્રોલિક સસ્પેન્શન મળે છે. આ સ્કૂટરને ત્રણ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, તેની કિંમતો નીચે પ્રમાણે છે.

વેરિયન્ટ

કિંમત (એક્સ શો-રૂમ, દિલ્હી)

Xoom LX

68599

Xoom VX

71799

Xoom ZX

76699

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp