Heroના પહેલા ઈલેક્ટ્રીક સ્કૂટરની ડિલીવરી ફાઈનલી શરૂ, એક ચાર્જિંગમાં 165 km ભાગશે

Hero Motocorpએ પોતાનું પહેલા ઈલેક્ટ્રીક સ્કૂટર Vida V1ની ડિલીવરી શરૂ કરી દેવામાં આવી છે. કંપનીએ પહેલા ઈ-સ્કૂટરની ડિલીવરી બેંગ્લોરમાં કરી. Hero Motocorpના ચેરમેન અને CEO પવન મુંજાલે કહ્યું છે કે- Vidaની સાથે અમારું વિઝન ઈલેક્ટ્રીક મોબિલીટીના ટ્રેડને સ્થાપિત કરવાનો છે, જે ગ્રાહકોની સાથે સાથે અમને પણ ફાયદો કરાવશે.

કંપનીએ કહ્યું છે કે તેની ડિલીવરી સાથે અમે અમારા વિઝનને પણ સાકાર કરવા લાગ્યા છીએ. તેની સાથે જ કંપનીએ જણાવ્યું છે કે ડિલીવરી જયપુર અને દિલ્હીમાં પણ શરૂ કરી દેવામાં આવશે. IDCના કહેવા પ્રમાણે, આ ઈ-સ્કૂટરને ફુલ ચાર્જમાં 165 કિમી સુધી ચલાવી શકાશે. આ 3.2 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.

Vida V1 Plusની કિંમત 1.45 લાખ રૂપિયા અને Vida V1 Proની કિંમત 1.59 લાખ રૂપિયા છે. તેનું બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેને 2499 રૂપિયાના ટોકન અમાઉન્ટની સાથે બુક કરવામાં આવી શકતું હતું. હાલમાં આ ઈલેક્ટ્રીક સ્કૂટરને દિલ્હી, બેંગ્લોર અને જયપુરમાં વેચવામાં આવશે. તેમાં ત્રણ કલર ઓપ્શન- મેટ વ્હાઈટ, મેટ સ્પોર્ટ્સ રેડ અને ગ્લોસ બ્લેક મળે છે. જ્યારે બીજી તરફ પ્રો વેરિયન્ટ ચાર કલર ઓપ્શનમાં મેટ વ્હાઈટ, મેટ સ્પોર્ટ્સ રેડ, ગ્લોસ બ્લેક અને મેટ એબ્રાક્સ ઓરેન્જ કલરમાં આવે છે.

Vida V1 Pro ઈલેક્ટ્રીક સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની છે. કંપનીનું કહેવું છે કે 1.2 કિમી પ્રતિ મિનિટના દરે સ્કૂટરની બેટરી ચાર્જ થાય છે. IDCના કહેવા પ્રમાણે, આ ઈ-સ્કૂટરને ફુલ ચાર્જમાં 165 કિમી સુધી ચલાવી શકાશે. આ 3.2 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. Hero Vida V1 Plusની ટોપ સ્પીડ પણ 80 કિમી પ્રતિ કલાક છે. સ્કૂટરની બેટરી  1.2 કિમી પ્રતિ મિનિટના દરે ચાર્જ થાય છે. આ ઈ-સ્કૂટરને ચાર્જમાં 143 કિમી સુધી ચલાવી શકાશે. આ 3.2 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp