હોન્ડાએ બંધ કરી આ પોપ્યુલર કાર, મારુતિ, હ્યુન્ડાઈ અને ટાટા આ નિર્ણયથી ખુશ થશે!

PC: cartrade.com

Honda Amaze ડીઝલને બંધ કરી દેવામાં આવ્યું છે. તે સબકોમ્પેક્ટ સેડાન સેગમેન્ટની ડીઝલ એન્જિન વાળી છેલ્લી કારમાંથી એક હતી. એપ્રિલ 2023થી અમલમાં આવનારા રિયલ ડ્રાઈવિંગ એમિશન (RDE) ધોરણો પહેલા હોન્ડા કાર્સ ઈન્ડિયાએ ચુપચાપ અમેઝના ડીઝલ વર્ઝનને બંધ કરી દીધું છે. જો કે, આ અંગે હોન્ડા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ વિતેલા ઘણા સમયથી એ વાતની ચર્ચા થઈ રહી હતી કે, હોન્ડા તેના ડીઝલ એન્જિનને રજૂ કરવાનું બંધ કરી શકે છે. હવે Honda Car Indiaની વેબસાઈટ પરથી Amazeના ડીઝલ વેરિઅન્ટની માહિતી અને કિંમતોને હટાવી દેવામાં આવી છે. એટલે કે, વાત સ્પષ્ટ છે કે હવે અમેઝનું ડીઝલ વેરિઅન્ટ નથી વેચવામાં આવી રહ્યું.

જો કે, અમેઝ હવે પેટ્રોલ એન્જિનની સાથે તેના સેગમેન્ટમાં તેના મારુતિ સુઝુકી ડીઝાયર, હ્યુન્ડાઈ ઓરા અને ટાટા ટિગોરને ટક્કર આપવાનું શરૂ રાખશે, આ ત્રણ પણ હવે ડીઝલ એન્જિનમાં નથી આવતી. પરંતુ, હ્યુન્ડાઈ અમેઝ ડીઝલના બંધ થવાથી મારુતિ, હ્યુન્ડાઈ અને ટાટાને થોડો ફાયદો થઈ શકે છે. કારણ કે હવે અમેઝ માત્ર એક જ એન્જિન ઓપ્શનમાં (પેટ્રોલ) ઉપલબ્ધ રેહશે જ્યારે ડીઝાયર, ઓરા અને ટિગોર પેટ્રોલની સાથે CNG ફ્યુઅલ પણ ઓફર કરે છે.

શું છે કારણ

હોન્ડા અમેઝ ડીઝલ વેરિઅન્ટ બંધ થવા પાછળ સૌથી મોટું કારણ BS6 સ્ટેજ 2નું અમલ થવું છે. BS6 સ્ટેજ 2ના અમલ થવાથી કારની કિંમત ઘણી વધી જશે જેના કારણે કંપનીએ તેને બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. જ્યારે, સ્ક્રેપીજ પોલિસીના અમલ થવા પછી ડીઝલ ગાડીઓની ખરીદીમાં આવેલા ઘટાડા બાદ લગભગ તમામ કંપનીઓ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારની તરફ પોતાનું ધ્યાન આપી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હોન્ડાએ ભારતીય બજારમાં પેટ્રોલ અને હાઇબ્રિડ પાવરટ્રેન પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ બનાવી છે અને ડીઝલ એન્જિનને હટાવવું તેનો જ એક ભાગ છે. માત્ર Amaze ડીઝલ જ બંધ નથી થઈ પરંતુ હોન્ડા કાર ઈન્ડિયા ટૂંક સમયમાં જ ભારતમાં તેની પ્રોડક્ટ લાઇન અપમાં હજી પણ ફેરફારો કરશે. Honda Jazz, WR V અને ચોથી પેઢીની Cityને પણ માર્ચ 2023 સુધીમાં બંધ કરી દેવામાં આવશે. પાંચમી પેઢીના સિટી ડીઝલને પણ બંધ કરી દેવામાં આવશે.

આ પછી હોન્ડા પાસે માત્ર અમેઝ પેટ્રોલ, સિટી પેટ્રોલ અને સિટી હાઇબ્રિડ વર્ઝન જ વેચાણ માટે ઉપલબ્ધ હશે. જો કે, કંપનીએ ભારતીય બજાર માટે તેની નવી કોમ્પેક્ટ SUVને ટીઝ કરી છે, જે મે મહિના સુધીમાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp