Hondaની 300 CCની જબરદસ્ત લૂક ધરાવતી બાઇક લોન્ચ, કિંમત જાણી લો

PC: aajtak.in

Honda Motorcycle and Scooter India (HMSI)એ આજે ભારતીય બજારમાં તેની પ્રખ્યાત બાઇક CB300Fનું નવું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ બાઇકને નવા BSVI ફેઝ-2 ઉત્સર્જન ધોરણો અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જીનથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત રૂ. 1.70 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે. નવી Honda CB300F કંપનીની તમામ Bigwing ડીલરશીપ પર ઉપલબ્ધ છે.

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને CEO સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, આ બાઇકને ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે. આ મોટરસાઇકલમાં 293 cc ક્ષમતા ઓઇલ-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, PGM-Fi એન્જિન આપવામાં આવ્યું છે, જે 24.5PSની મહત્તમ શક્તિ અને 25.6Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

Honda CB300F USD ફ્રન્ટ ફોર્ક અને પાછળના ભાગમાં 5-સ્ટેપ એડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્યુઅલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC) સાથે ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સથી સજ્જ આ બાઇકમાં આગળના ભાગમાં 276 mm પાછળની ડિસ્ક બ્રેક અને 220 mm પાછળની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.

આ બાઇકમાં સ્લિપર ક્લચ, હોન્ડા સ્માર્ટફોન વોઇસ કંટ્રોલ સિસ્ટમ (HSVCS) અને ઓલ-LED લાઇટિંગ સિસ્ટમ છે. આ ઉપરાંત, સ્પીડોમીટર, ઓડોમીટર, ટેકોમીટર, ફ્યુઅલ ગેજ, ટ્વીન ટ્રીપ મીટર, ગિયર પોઝિશન ઈન્ડિકેટર જેવી માહિતી દર્શાવતું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. આ બાઇક માત્ર એક જ વેરિઅન્ટ ડીલક્સ પ્રોમાં ઉપલબ્ધ છે, જો કે, ગ્રાહકો સ્પોર્ટ રેડ, મેટ માર્વેલ બ્લુ મેટાલિક અને મેટ એક્સિસ ગ્રે મેટાલિક પેઇન્ટ સ્કીમમાંથી પસંદ કરી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે આ બાઇકને પહેલીવાર લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે તેની કિંમત 2.29 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હતી. ત્યાર પછી તેની કિંમતમાં અંદાજે 50,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે તેને 6,000 રૂપિયાના વધુ ઘટાડા સાથે રજૂ કરવામાં આવ્યું છે. નેકેડ સ્ટ્રીટ ફાઈટર તરીકે આ મોટરસાઈકલ ખૂબ જ ખાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp