સ્પોર્ટી લુક અને શાનદાર એવરેજ સાથે લોન્ચ થઈ Honda Elevate, જાણો કિંમત

PC: hondacarindia.com

અંતે હોન્ડા કોર્સ ઇન્ડિયાએ ભારતમાં પોતાની નવી મિડ સાઇઝ SUV Honda Elevateને સત્તાવાર લોન્ચ કરી દીધી છે. આકર્ષક લુક અને શાનદાર એન્જિનથી લેસ આ SUVની શરૂઆતી કિંમત 10,99,900 રૂપિયા (એક્સ શૉરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવી SUVના ફીચર્સ અને અન્ય વિગતો બાબતે પહેલા જ જાણકારીઓ આપી દેવામાં આવી હતી અને હવે તેની કિંમતોની જાહેરાત થવાની બાકી હતી. કુલ 4 વેરિયન્ટમાં આવનારી આ SUVની ડિલિવરી આજથી શરૂ કરી દેવામાં આવી છે.

Honda Elevateના ડિઝાઇનની વાત કરીએ તો જોવામાં તે SUV ગ્લોબલ માર્કેટરમાં ઉપલબ્ધ CR-V સમાન દેખાય છે. Honda Elevateમાં એક મોટી ગ્રીલ અને એક ફ્લેટ નોઝ આપવામાં આવી છે, જેની વચ્ચે એક મોટો હોન્ડાનો લોગો છે. તેમાં પાતળી LED હેડલાઇટ્સ અને નીચે તરફથી બે ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. હેડલાઇટ્સ અને LED ડે-ટાઇમ રનિંગ લેમ્પ કંપનીની જાણીતી સેડાન કાર સિટીની જેમ એક મોટા ક્રોમ બાર સાથે જોડાયેલા છે.

Honda Elevateને કંપની બે અલગ-અલગ પાવરટ્રેન વિકલ્પ સાથે રજૂ કરી રહી છે. તેમાં કંપનીએ 1.5 લીટરની ક્ષમતાના પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 121 Hpનો પાવર અને 145Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. એ સિવાય આ એન્જિન 7 સ્પીડ C-VT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ આવે છે. આ એ જ એન્જિન છે જે તમને હોન્ડા સિટી સેડાન કારમાં મળે છે.

Honda Elevateની એવરેજ

 Honda Elevateના મેન્યુઅલ વેરિયન્ટ 15.31 કિમી/લીટર.

Honda Elevate ઓટોમેટિક વેરિયન્ટ 16.92 કિમી/લીટર

હોન્ડાનું કહેવું છે કે તેનો મેન્યુઅલ ગિયરબોક્સ વેરિયન્ટ 15.31 કિમી પ્રતિ લીટર અને CVT વેરિયન્ટ 16.92 કિલોમીટર પ્રતિ લીટર સુધી એવરેજ આપે છે. આ SUVમાં કંપની 40 લીટરનો ફ્યૂલ ટેન્ક આપ્યો છે. એ હિસાબે ફૂલ ટેન્કમાં મેન્યૂઅલ વેરિયન્ટ 612 કિમી સુધીની દૂરી નક્કી કરી શકે છે, જ્યારે ઓટોમેટિક વેરિયન્ટ 679 કિમી સુધી આ દૂરી નક્કી કરવામાં સક્ષમ હશે. જો કે, તે કંપની દ્વારા ક્લેમ એવરેજ છે, જાહેર છે કે રિયલ વર્લ્ડમાં તેમાં ભિન્નતા સંભવ હશે.

Honda Elevateને કંપની કુલ 4 વેરિયન્ટમાં રજૂ કરી રહી છે. જેમાં SV, V, VX અને ZLX સામેલ છે. તેના એન્ટ્રી લેવલ એટલે કે બેઝ મૉડલમાં LED પ્રોજેક્ટ હેડલેમ્પ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, 16 ઇંચ સ્ટીલ વ્હીલ અને ડબલ ફ્રન્ટ એરબેગ મળે છે. તો ટોપ મોડલમાં 10.25 ઇંચ ટચસ્ક્રીન, 6 એરબેગ, હોન્ડા સેન્સિંગ, ADAS સૂટ, ઓટો ડિમિંગ ઇન્ટિરિયર ડે/નાઈટ મિરર, 8 સ્પિકર, લેધરેટ બ્રાઉન અપહોલસ્ટ્રી, સોફ્ટ ટચ ડેશબોર્ડ મળે છે.

Honda Elevateમાં કંપની એડવાન્સ ડ્રાઇવિંગ આસિસટેન્સ સિસ્ટમ (ADAS)ને પણ સામેલ કરી રહી છે જે તેને પોતાના સેગમેન્ટમાં સારી બનાવે છે. મિડ સાઇઝ SUV સેગમેન્ટમાં માત્ર MG Astor જ એવું મોડલ છે જેમાં આ ફીચર આપવામાં આવે છે. આ ફીચર SUVની સેફ્ટીને વધુ સારી બનાવવામાં મદદ કરશે. Honda Elevateમાં કોલિશન મિટિગેનશન બ્રેકિંગ સિસ્ટમ, લેન કીપિંગ અસિસ્ટ સિસ્ટમ, આડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, રોડ ડિપાર્ચર, મેટિગેશન સિસ્ટમ, લીડ કાર ડિપાર્ચર નોટિફિકેશન, લેનવોચ, વ્હીકલ સ્ટેબિલિટી આસિસ્ટ અને ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ જેવા સેફ્ટી ફીચર્સ મળે છે. એટલું જ નહીં તેમાં સ્ટાન્ડર્ડ આસિસ્ટ તરીકે રિયર પાર્કિંગ સેન્સર અને રિયર સીટ રિમાઈન્ડર પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp