નથી લોન્ચના ઠેકાણા કે કિંમતની ખબર! આ કારને ખરીદવા 4 મહિનાનું વેઇટિંગ

PC: hindustantimes.com

ભારતમાં SUVની ડિમાન્ડ કેટલી છે, આ વાતનો અંદાજો માત્ર એનાથી લગાવી શકાય છે કે એક નવી SUV જે હજુ સુધી લોન્ચ પણ નથી થઇ અને તેની કિંમતનો ખુલાસો પણ નથી થયો. તેને ખરીદવા માટે હવે લોકોએ 4 મહિનાની રાહ જોવી પડશે. આ SUVનો જાદૂ લોકો પર એવો છવાયો છે કે લોન્ચ પહેલા જ તેનો વેટિંગ પીરિયડ 4 મહિનાને પાર કરી ગયો છે.

અહીં Hondaની નવી SUVની વાત થઇ રહી છે. હોન્ડાની આ નવી SUVની જબરદસ્ત બુકિંગ ચાલી રહી છે. જાણકારી અનુસાર, હોન્ડા એલિવેટને બુક કરનારા 30 ટકા ગ્રાહકો હોન્ડા કારના જ માલિક છે અને તેઓ આ નવી SUVમાં અપગ્રેડ કરવા માગે છે. હોન્ડા તેની આ નવી SUVને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરશે અને તે મહિનામાં જ ડિલીવરી પણ શરૂ કરી દેવામાં આવશે. કંપનીએ Honda Elevateની બુકિંગ 3 જુલાઈના રોજથી શરૂ કરી દીધી હતી.

ફીચર્સ

Honda Elevateને 3 અલગ અલગ ઈન્ટિરિયરની કલર ઓપ્શનની સાથે ઘણાં સિંગલ ટોન અને ડ્યુઅલ ટોન કલર ઓપ્શનમાં રજૂ કરી શકાય છે. Honda Elevateમાં ક્લાઇમેટ કન્ટ્રોલ, ટચસ્ક્રિન ઈન્ફોટેકમેન્ટ સિસ્ટમ, હોઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, સનરૂફ, પાવર મિરર અને વિન્ડો, LED હેડલેમ્પ અને લેવલ 2 એડીએએસ ટેક્નિક જેવી સુવિધાઓ મળે છે. જે પહેલાથી જ સિટી અને સિટી ઈએચઈવીમાં ઉપલબ્ધ છે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો Honda Elevateમાં 6 એરબેગ, ઈબીડીની સાથે એબીએસ, આઈએસઓફિક્સ ચાઈલ્ડ સીટ માઉન્ટિંગ પોઈન્ટ અને ક્રૂઝ કન્ટ્રોલ સહિત ઘણાં ફીચર્સ સામેલ છે.

એન્જિન

Honda Elevateમાં કંપની 1.5 લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપી રહી છે. આ એન્જિનનો ઉપયોગ હોન્ડા સિટી સેડાન કારમાં પણ કરવામાં આવી રહ્યો છે. જેને માત્ર એક જ એન્જિન ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવશે. જે 121bhpનો પાવર અને 145 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં 6 સ્પીડ મેન્યુલ અને સીટીવી ગિયરબોક્સનો ઓપ્શન મળશે. આ કારને ભવિષ્યમાં કંપની હાઈબ્રિડ એન્જિનમાં પણ લાવી શકે છે. Honda Elevateને 10 થી 17 લાખ રૂપિયા એક્સશોરૂમ કિંમતે લોન્ચ કરી શકવામાં આવે છે. હાલમાં આ કારને તમે 20 હજાર રૂપિયામાં બુક કરાવી શકો છો.

જાણકારી અનુસાર, Honda Elevateના મેન્યુઅલ વેરિયન્ટનું માઇલેજ 15.31 kmpl અને ઓટોમેટિક વેરિયન્ટનું માઇલેજ 16.92 kmpl હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ Honda Elevateનું ARAI પ્રમાણિત માઇલેજ છે. જોકે રિયલ ટાઇમ માઇલેજ ડ્રાઈવિંગ કન્ડિશનના હિસાબે બદલાઇ પણ શકે છે. કંપની આમાં 40 લીટરનું ફ્યૂલ ટેંક આપી રહી છે. આ હિસાબે Honda Elevate ફુલ ટેંક પર 676 કિમી સુધી ચાલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp