Hondaની આ બાઇકમાં આવી ખતરનાક ગડબડ, કંપનીએ 2000 બાઇક પાછી મગાવી

PC: business-standard.com

જો તમે પણ Hondaની મોટરસાઇકલ ગત વર્ષે ખરીદી છે તો આ સમાચાર તમારા માટે જ છે. સંભવ છે કે, કંપની તરફથી તમારા પર મોટરસાઇકલને રિકોલ કરવાની સૂચના આપતો ફોન પણ આવે. કંપનીના જણાવ્યા અનુસાર, તેની Honda CB300R મોટરસાઇકલને રિકોલ કરવામાં આવી રહી છે. કંપની લગભગ 2000 મોટરસાઇકલોને પાછી મંગાવી રહી છે. Honda Motorcycle and Scooter India (HMSI) એ શુક્રવારે જણાવ્યું કે, તેણે CB300R મોટરલાઇકલના લગભગ બે હજાર યુનિટ પાછા મંગાવ્યા છે. તેના એન્જિનના જમણા ક્રૈંકકેસ કવરમાં નિર્માણ સંબંધી ફોલ્ટ મળી આવ્યો છે. કંપની દ્વારા બનાવવામાં આવેલી મોટરસાઇકલો 2022 મોડલની CB300R છે.

HMSI એ એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીને જણાયુ કે એન્જિનના જમણા ક્રૈંકકેસ કવરના વિનિર્માણ દરમિયાન ખોટી પ્રક્રિયા અપનાવવામાં આવી. તેનાથી એન્જિનની ગરમીથી સીલિંગ પ્લગના સરકી જવાની આશંકા છે. કંપનીએ જણાવ્યું કે, તેનાથી સીલિંગ પ્લગ નીકળી શકે છે અને એન્જિનનું ઇંધણ બહાર આવી શકે છે. આ ઉપરાંત, સૌથી ખરાબ સ્થિતિમાં CB300R મોટરસાઇકલના ગરમ પાર્ટ્સ પર ઇંધણ છલકાવાથી આગ લાગી શકે છે. તે ટાયરોના સંપર્કમાં આવવાથી સ્લીપ થઈ શકે છે અથવા તો તેના ગરમ તાપમાનના કારણે વાહન સવારને ઈજા થઈ શકે છે.

કંપનીએ કહ્યું, સુરક્ષાની દ્રષ્ટિએ દેશભરમાં 15 એપ્રિલ, 2023થી પ્રભાવિત પાર્ટ્સને બદલવાનું કામ બિગવિંગ ડીલરોને ત્યાં કરવામાં આવશે. તેના માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવશે, ભલે વાહનની વોરંટી પૂરી થઈ હોય કે નહીં. કંપની પોતાના બિગવિંગ ડીલરોના માધ્યમથી શુક્રવારથી CB300R ગ્રાહકોને ફોન કોલ્સ, ઇ-મેલ અથવા સંદેશ મોકલીને તેમના વાહનોનું નિરીક્ષણ કરાવવા માટે સૂચિત કરશે.

Honda બાઇક કંપનીએ 2022માં CB300R મોટરસાઇકલને ભારતમાં એક્સ શો-રૂમ પ્રાઇઝ 2.77 લાખ રૂપિયામાં જાન્યુઆરી 2022માં લોન્ચ કરી હતી. નવી CB300Rમાં મેટ સ્ટીલ બ્લેક અને પર્લ સ્પાર્ટન રેડ બે કલર ઓપ્શન મળે છે. તેની ડિઝાઇન મોડર્ન એલિમેન્ટ્સની સાથે રેટ્રો સ્ટાઇલને મિક્સ કરે છે. સર્કુલર હેડલેમ્પમાં LED યુનિટ્સ અને ઇન્ટીગ્રેટેડ LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ છે. 2022 Honda CB300Rમાં PGM-FI ટેક્નોલોજીની સાથે 286cc DOHC 4 વાલ્વ લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન મળે છે. મોટરસાઇકલમાં આસિસ્ટ અને સ્લિપર ક્લચ પણ આપવામાં આવ્યું છે. તેમા એન્જિન ઇનહિબિટરની સાથે ગિયર પોઝિશન અને સાઇડ સ્ટાન્ડર્ડ ઇન્ડિકેટર છે. Honda CB300R એ એન્જિનિયરીંગના હાઈ સ્ટાન્ડર્ડનું પાલન કર્યું છે. નવી Honda CB300R આસિસ્ટ અને સ્લિપર ક્લચની સાથે આવે છે જે થાકને ઓછો કરે છે અને ગોલ્ડન અપસાઇડ ડાઉન ફોર્ક્સ રાઇડિંગ વધુ સ્પોર્ટી અપીલ સાથે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp