Hondaએ લોન્ચ કર્યું પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર EM1, જાણો તેના ફીચર્સ
ઇલેક્ટ્રિક સ્કૂટરોની ડિમાન્ડ દુનિયાભરમાં ઝડપથી વધી રહી છે. જોકે, બજારમાં સતત નવી બ્રાન્ડ્સ એન્ટ્રી કરી રહી છે પરંતુ, Hondaના ઇલેક્ટ્રિક સ્કૂટરની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આખરે, જાપાની ટુ-વ્હિલર નિર્માતા કંપની Hondaએ ગ્લોબલ માર્કેટમાં પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર Honda EM1 લોન્ચ કરી દીધુ છે. કંપનીની યોજના છે કે, 2040 સુધી પોર્ટફોલિયોમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોને જ સામેલ કરશે.
Honda EM1ને કંપનીએ યંગ બાયર્સને ધ્યાન ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે અને તેમા EM નો અર્થ ઇલેક્ટ્રિક મોપેડથી છે. જે શહેરી ક્ષેત્રમાં ડેલી કમ્યુટ માટે એક સારા સાધન તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે. તેમા કંપનીએ Honda મોબાઇલ પાવર પેક એટલે કે સ્વેપેબલ બેટરીનો ઉપયોગ કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બેટલી સિંગલ ચાર્જમાં આશરે 41.3 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે અને તેની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે.
તેમા આપવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર 0.58kWની ક્ષમતાનો પાવર આઉટપુટ અને 1.7 kWનો ટોર્ક જનરેટ કરે છે. ECON મોડમાં, આઉટપુટ 0.86kW પર સેટ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, Honda M1 ઇલેક્ટ્રિક સ્કૂટર 75 કિગ્રા વજનની સાથે 10 ડિગ્રીના એંગલથી ચડી શકે છે. ECON મોડ થ્રોટલ ઓપરેશનને સોફ્ટ કરે છે અને ટોપ સ્પીડને ઓછી કરે છે જોકે, તેમા ડ્રાઇવિંગ રેન્જ થોડી વધી જાય છે.
Honda EM1માં કંપનીએ મોબાઈલ પાવર પેક એટલે કે સ્વેપેબલ બેટરીનો ઉપયોગ કર્યો છે. આ બેટરીને તમે સ્કૂટરમાંથી કાઢીને ઘરમાં લાગેલા ચાર્જરથી કનેક્ટ કરી સરળતાથી ચાર્જ કરી શકો છો. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ડિસ્પ્લે, સીટની નીચે અંડરસીટ સ્ટોરેજ સ્પેસ, USB સોકેટ, પાછળ બેસનારી વ્યક્તિ માટે પિલન ફુટપેગ્સ અને રિયર કેરિયર આપ્યું છે.
ડાયમેન્શન પ્રમાણે હોન્ડાનું આ ઈ-સ્કૂટર 1860 mm લાંબુ છે અને તેની સીટની ઊંચાઈ 740mm છે. ગ્રાઉન્ડ ક્લીયરન્સ 135mm છે અને બેટરી સાથે તેનું કુલ વજન માત્ર 95 કિલોગ્રામ છે. કંપનીનો દાવો છે કે, કોમ્પેક્ટ સાઇઝ અને વજનમાં હળવી હોવાના કારણે આ ઇલેક્ટ્રિક સ્કૂટર સારું પરફોર્મ કરે છે.
ફ્રેમ એક ટકાઉ સ્ટીલ અંડરબોન ડિઝાઈન આપવામાં આવી છે. તેના ફ્રન્ટમાં 31મિમી ટેલીસ્કોપિક ફોર્ક અને પાછળની તરફ ડબલ ટ્યૂબ ડેમ્પર્સથી લેસ ટ્વિન રિયર શોક એબ્ઝોર્બર સસ્પેન્શન આપવામાં આવ્યા છે. આગના વ્હીલ એલ્યુમીનિયમથી બન્યા છે, પાછળના વ્હીલ એલ્યુમીનિયમ/સ્ટીલનું મિશ્રણ છે. તેના ફ્રન્ટમાં 190mm સિંગલ-પિસ્ટન કેલિપર ડિસ્ક અને પાછળની તરફ 110mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. ફુલ સ્પીડમાં પણ સંતુલિત બ્રેકિંગ માટે કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ (CBS) તેને વધુ સારી બનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp