Hondaએ લૉન્ચ કરી આ અનોખી 125 ccની મંકી બાઇક, જાણો શું છે તેમાં ખાસ

PC: pandulaju.com.my

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક હોન્ડા તેના વાહનો ભારત સિવાયના વિદેશી બજારોમાં પણ વેચે છે. હોન્ડાએ હાલમાં જ થાઈલેન્ડના બજારમાં તેની પ્રખ્યાત બાઇક હોન્ડા મંકીની નવી લાઈટનિંગ એડિશન લોન્ચ કરી છે. માત્ર 125 ccની આ બાઇકનો લુક એકદમ અલગ છે, તેના નવા એડિશનમાં કંપનીએ ઘણા અપગ્રેડ આપ્યા છે, જેમાં નવી પેઇન્ટ સ્કીમ, કોસ્મેટિક ચેન્જ વગેરેનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ આ બાઇકમાં શું ખાસ છે....

કંપનીએ મંકી લાઈટનિંગ એડિશનને થોડું પ્રીમિયમ બનાવ્યું છે, જેના કારણે તેની કિંમત પણ વધારે છે. આ બાઇકને થાઇલેન્ડમાં 108,900 ભાટ (અંદાજે રૂ. 2.59 લાખ)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તેના સ્ટાન્ડર્ડ મોડલની કિંમત 99,700 ભાટ (રૂ. 2.38 લાખ) છે. જોકે, કંપનીએ આ બાઇકમાં ઘણા અપગ્રેડ આપ્યા છે, જે તેની કિંમતમાં વધારાનું મુખ્ય કારણ છે.

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે, આ બાઈકને બ્રાઈટ યલો કલરના શેડ સાથે ગ્લોસી ફિનિશ આપવામાં આવી છે. આ ઉપરાંત, પીળો શેડ અપ-સાઇડ-ડાઉન (USD) ફોર્ક, ફ્યુઅલ ટાંકી, સાઇડ પેનલ્સ, સ્વિંગઆર્મ અને પાછળના શોક ઓબ્ઝર્વર પર પણ જોવા મળે છે. બાઇકમાં હેડલેમ્પ, ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, બ્રેક અને ક્લચ લીવર વગેરેમાં ક્રોમનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. જે આ બાઇકને પ્રીમિયમ લુક આપે છે.

આ બાઇકમાં કંપનીએ 125cc એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 9.2 bhpનો પાવર અને 11 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જો કે અગાઉના મોડલમાં 4-સ્પીડ ગિયરબોક્સ ઉપલબ્ધ હતા, પરંતુ આમાં 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 70 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે અને તેમાં 5.6 લીટર ક્ષમતાની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે.

હોન્ડા મંકીમાં, કંપની સ્ટાન્ડર્ડ તરીકે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) ઓફર કરી રહી છે, જે હાઇ સ્પીડ પર પણ બાઇકને સારી બ્રેકિંગ પ્રદાન કરે છે. તેમાં 12-ઇંચનું વ્હીલ છે, કંપનીનો દાવો છે કે આ બાઇક લપસણા રસ્તા પર પણ સંતુલિત બ્રેકિંગ સાથે આવે છે. ચંકી ટાયર અને ઓછી સીટની ઊંચાઈ આ બાઇકને વધુ સારી બનાવે છે. તેનું કુલ વજન 104 કિલો છે.

ભારતમાં આ બાઇકના લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. જો કે, આ પેટર્ન પર, કંપનીએ પહેલાથી જ ભારતીય બજારમાં તેની Honda Navi રજૂ કરી છે, જે કંઈ ખાસ અસર બતાવી શકી નથી. આવી સ્થિતિમાં, એવી આશા ન રાખી શકાય કે તેને ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp