200MP કેમેરા સાથે Honor 90 5G ભારતમાં લોન્ચ, જાણો કિંમત

PC: 91mobiles.com

Honor 90 5G મોબાઇલનું ભારતના બજારમાં આગમન થઇ ગયું છે. આ હેન્ડસેટમાં 200MP રીઅર કેમેરા, 5000mAh બેટરી અને Qualcomm Snapdragon 7 Gen ચિપસેટ છે. આ ફોનમાં 12GB સુધીની રેમ હશે. મોબાઈલ ફોનની કિંમત અને અન્ય ફીચર્સ વિશે તમને જાણકારી આપીશું.

Honor એ ભારતના બજારમાં ફરી એન્ટ્રી કરી છે અને આ વખતે એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ હેંડસેટનું નામ Honor 90 5G રાખવામાં આવ્યું છે. આ મોબાઇલમાં તમને સૌથી વધારે પસંદ આવે તો કેમરો છે અને તેમાં 200 મેગા પિક્સલ છે.AI ફિચર્સ છે, સાથેજ મોબાઇલમાં એક આકર્ષક કેમેરા મોડ્સ આપવામાં આવ્યો છે, જે રોજબરોજના ઉપયોગમાં મહત્ત્વનો સાબિત થઇ શકે છે.

Honorના આ નવા મોબાઇલમં 5,000Ahની બેટરી અને 66w વોટના સુપર ચાર્જર સાથે આવે છે. આ હેંડસેટને 3 કલર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં એક છે ડાયમંડ સિલ્વર, બીજો છે એમરલ્ડ ગ્રીન અને ત્રીજો છે મિડનાઇટ બ્લેક.

Honor 90 5Gમાં 6.7-inch AMOLED ડિસ્પલે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1.5k (2664 x 1200 pixels) છે, આમાં મોબાઇલ યૂઝર્સને120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ મોબાઇલમાં 1600 Nitsની પીક બ્રાઇટનેસ મળે છે. કંપનીનો દાવો છે કે મોબાઇલની સ્ક્રીન ખાસ્સી મજબુત રાખવામાં આવી છે. ટ્રાયલ વખતે કંપનીએ મોબાઇલ પર અખરોટ તોડીને બતાવ્યા હતા.

Honor 90 5G માં Qualcomm Snapdragon 7 Gen 1 ચિપસેટ વાપરવામાં આવી છે, Adreno 644 GPU સાથે આવે છે. તેમાં 12GB ની LPDDR5 RAM અને 256GB UFS 3.1 સ્ટોરેજ છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 13 આધારિત Magic OS 7.1 પર કામ કરે છે.

Honor 90 5Gમાં બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે, જેમાં 200Mp કેમેરો આપવામાં આવ્યો છે, જે Honor Image Engine સપોર્ટની સાથે આવે છે.

બીજો કેમેરો જે 12MP અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સેન્સર છે. ત્રીજો 2-મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. બેક પેનલ પર LED ફ્લેશ લાઇટ આપવામાં આવી છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MP ફ્રન્ટ કેમેરા છે.

Honor 90 5Gની પ્રારંભિક કિંમત 37,999 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 8GB+256GB સ્ટોરેજ વેરિયન્ટ મળશે. તો 12GB+512GB વેરિયન્ટ માટે 39,999 રૂપિયા ખર્ચવા પડશે.

આ ફોન તમને જોઇતો હોય તો 15 સપ્ટેમ્બરે Amazon પર વેચાણ શરૂ થવાનું છે. કંપનીએ લોંચિંગ પ્રસંગે ખાસ ઓફર પણ રાખી છે.

Early Bird ઓફર હેઠળ શરૂઆતી વેરિયન્ટ 27,999માં ખરીદવાની તક મળશે, જ્યારે 12GB વેરિયન્ટ વાળો મોબાઇલ 29,999માં ખરીદી શકાશે. આમાં મોબાઇલ એક્સેન્જ કરવા પર Amazon તરફથી 2,000 રૂપિયા બોનસ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp