હરતું-ફરતું ઘર...કરી શકો છો ફોલ્ડ, આનંદ મહિન્દ્રાએ જણાવી કિંમત, કહ્યું..

PC: aajtak.in

હાલના સમયમાં, જોશીમઠમાં હાજર ઘરોમાં તિરાડો પડી રહી છે અને ત્યાંથી લોકોના પલાયનના સમાચારો ચર્ચામાં છે. આવી સ્થિતિમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે. આમાં ફોલ્ડિંગ હોમ બતાવવામાં આવ્યું છે, જે આવી આફતોમાં લોકો માટે સારો વિકલ્પ બની શકે છે. મહિન્દ્રાના ચેરમેનની દરેક પોસ્ટની જેમ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ શું છે ખાસ આ ફોલ્ડેવલ હોમમાં

 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના ટ્વિટર હેન્ડલ પરથી અવારનવાર કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે, જે વાયરલ થઈ જાય છે. હવે તેણે એક ફોલ્ડેબલ હાઉસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં અન-બોક્સ કરતા બતાવવામાં આવી રહ્યા છે. આ વાયરલ વીડિયો પોસ્ટ કરીને આનંદ મહિન્દ્રાએ તેની કિંમત પણ જણાવી છે અને દેશમાં તેના ઉપયોગનું મહત્વ પણ સમજાવ્યું છે.

આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વીટ કરીને શેર કરવામાં આવેલો આ વીડિયો (Anand Mahindra Tweet) માત્ર 41 સેકન્ડનો છે. તેમાં એક ફોલ્ડ થઈ શકે તેવા ઘરને બતાવવામાં આવ્યું છે. વીડિયોમાં એક બોક્સ દેખાય છે, જેને એક ક્રેનની મદદથી ખોલવામાં આવી રહ્યું છે. જેમ-જેમ આ બોક્સને સ્તર-દર-સ્તર ખોલવામાં આવે છે, તે જોત-જોતામાં એક લગ્ઝરી ઘરમાં પરિવર્તિત થાય છે, જેમાં તમામ સુવિધાઓ છે.

બોક્સને સંપૂર્ણ રીતે ખોલવા પર, તે લગભગ 500 ચોરસ ફૂટના એક મકાનમાં ફેરવાય છે. આનંદ મહિન્દ્રાના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોમાં દેખાતા આ ફોલ્ડિંગ હાઉસની કિંમત લગભગ 40 લાખ રૂપિયા છે. આ વીડિયોને ટ્વિટર યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ સમાચાર લખ્યા ત્યાં સુધી તેને 1.3 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. તો હજારો લોકોએ આ વીડિયો પર તેમની પ્રતિક્રિયાઓ શેર કરી હતી.

દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ વીડિયો (આનંદ મહિન્દ્રા વિડીયો) પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, '500 ચોરસ ફૂટનું અન ફોલ્ડેબલ ઘર, જેની કિંમત 40 લાખ રૂપિયા છે. એવું શક્ય છે કે તે ભારતમાં પણ ઓછા ખર્ચે બનાવી શકાય, તે કોઈપણ આપત્તિના કિસ્સામાં શેલ્ટર હોમ તરીકે ઉપયોગમાં લેવા માટે યોગ્ય છે. તેમણે આગળ લખ્યું કે પોસાય તેવા ઘરો પૂરા પાડવામાં આપણી સામે આવતી સમસ્યાનો ઉકેલ ઇનોવેશન જ છે.

આનંદ મહિન્દ્રા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરાયેલ રમુજી, ઈનોવેટિવ આઈડિયાથી ભરેલા અને મોટિનેશનલ ટ્વીટ્સને યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવે છે. આવું જ કંઈક તેના નવા ટ્વીટ સાથે થયું છે, જેને યૂઝર્સ ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાના ટ્વિટર પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા એક કરોડથી વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp