નરી આંખેથી આ દિવસે પૃથ્વીથી દેખાશે શનિ ગ્રહ
ભારતના ચંદ્રયાન-3ની સફળતાએ અવકાશમાં લોકોની જિજ્ઞાસા વધારી દીધી છે. આખી દુનિયા ભારતની આ સફળતાની પ્રશંસા કરી રહી છે. આ બધાની વચ્ચે અવકાશમાં એક એવી ખગોળીય ઘટના થવાની છે. જેને દુર્લભ માનવામાં આવી રહી છે. આ મહિનાના લાસ્ટ વીકમાં શનિ ગ્રહ આપણી પૃથ્વીથી ખૂબ જ નજીક આવાનો છે. આ દરમિયાન લોકો પૃથ્વીથી કોઈપણ રીતના ઉપકરણની મદદ વિના શનિ ગ્રહને જોઇ શકો છો. નાસાએ કહ્યું કે, જો કોઈ દર્શક પાસે અંધારૂ અને ચોખ્ખુ આકાશ રહેશે તો તે દૂરબીનની મદદથી શનિના સૌથી મોટા ચંદ્ર ટાઇટનને પણ જોવામાં સક્ષમ થઇ શકે છે.
ધરતીથી ક્યારે દેખાશે શનિ ગ્રહ
નાસાએ શુક્રવારે કહ્યું કે, શનિ ગ્રહ આકાશમાં મોટો અને ચમકતો જોવા મળશે. આવું એટલા માટે થશે કારણ કે આ ગ્રહ 26-27 ઓગસ્ટના રોજ સૂર્યથી સીધી રીતે વિરોધમાં રહેશે. સૂર્યની રોશનીના કારણે શનિ ગ્રહ પહેલા અને ત્યાર પછીના અઠવાડિયામાં આકાશમાં સૌથી મોટો અને સૌથી ચમકતો દેખાશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી જોઇ શકાશે. આ દરમિયાન કોઇપણ સરળતાથી આકાશમાં દેખાતા શનિ ગ્રહને ઓળખી શકશે.
નરી આંખે જોઇ શકાશે
નાસાનું કહેવું છે કે, શનિ પૃથ્વીથી સૌથી દૂર સ્થિત ગ્રહોમાંથી એક છે. પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તે માનવ આંખોથી સરળતાથી જોઇ શકાશે. નાસા અનુસાર, આ સૂર્યાસ્તના સમયે દક્ષિણ-પૂર્વીય ક્ષિતિજ પર દેખાશે અને સૂર્યોદય સુધી આખી રાત કોઇપણ આખી રાત ચમકતા પીળા રંગના તારાને જોઇ શકશે. આકારમાં મોટો અને વધારે ચમકતા હોવાના કારણે શનિ ગ્રહને ઓળખી કાઢવો સરળ રહેશે.
પૃથ્વીની સૌથી નજીક આવ્યા હોવા છતાં લોકો શનિ ગ્રહના પ્રસિદ્ધ આઈસ છલ્લોને પોતાની આંખથી સીધી રીતે જોઇ શકશે નહીં. આના માટે તેમણે કોઇ અવકાશીય ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ છતાં આ ગ્રહ આકાશમાં મોજૂદ અન્ય તારાઓની તુલનામાં વધારે ચમકતો જોવા મળશે. નાસાએ કહ્યું કે દૂરબીનના માધ્યમથી ગ્રહને વધુ સારી રીતે જોઇ શકાશે. જેનાથી તેનો સોનેરી રંગ વધારે નિખરીને જોઇ શકાશે. આ દર્શકોમા કાનની જેમ દેખાતા છલ્લોને પણ જોવામાં મદદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp