બ્રહ્માંડમાં માત્ર મનુષ્ય એકલો જીવ નથી અન્ય ગ્રહો પર પણ :ડો. અનિતા સેનગુપ્તા

PC: facebook.com/DrAnitaSengupta

National Aeronautics and Space Administration (NASA)ના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર ડૉ.અનીતા સેનગુપ્તાએ જણાવ્યું હતું કે મંગળ પર મનુષ્ય ચોક્કસપણે વસાહત બનાવશે. કારણ કે માત્ર પૃથ્વી જ નહીં, સૌરમંડળની અંદર અને બહાર એવા ઘણા ગ્રહો છે જ્યાં જીવન શક્ય છે. બ્રહ્માંડમાં માણસ એકમાત્ર જીવ નથી. અન્ય ગ્રહો પર પણ જીવન હોઈ શકે છે.

નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર ડૉ. અનિતા સેનગુપ્તા એ મહિલા છે જેમણે નાસાના ક્યુરિયોસિટી રોવરના લેન્ડિંગ માટે પેરાશૂટ મોડ્યુલ વિકસાવ્યું હતું. તેના વિશે વાત કરતી વખતે, તેમણે કહ્યું કે મંગળ પર રોવરનું લેન્ડિંગ સૌથી ડરામણી અને સૌથી રોમાંચક ક્ષણ હતી. તેમણે કહ્યું કે એ 7 મિનિટ તો બેહદ ડરામણી હતી, અમે એક બીજી ઇમારતમાં હતા, અમે મિશનની ટેલીમેટ્રી જોઇ રહ્યા હતા. અમે દરેક પેરામીટર્સ પર નજર રાખી રહ્યા હતા. ડો. સેનગુપ્તાએ કહ્યુ કે, પેરાશૂટ ડેવલપ કરવાની મારા કેરિયરની સૌથી મોટી તક હતી.

ડો. અનિતા સેનગુપ્તા એક કોન્કલેવમાં હાજર રહ્યા હતા. તે વખતે એમને સવાલ પુછવામાં આવ્યો કે માત્ર 6 વર્ષની ઉંમરે તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે તમારે વૈજ્ઞાનિક બનવું છે? ડો. અનિતાએ જવાબ આપતા કહ્યુ કે મેં સ્ટાર ટ્રેક જોયો હતો. મારા પિતા એન્જિનિયર હતા. ત્યારે મેં તેમને કહ્યું કે મારે એસ્ટ્રો ફિઝિસિસ્ટ બનવું છે.

મનુષ્ય મંગળ પર કેમ જવા માંગે છે? એવા સવાલના જવાબમાં નાસાના પૂર્વ વૈજ્ઞાનિક ડો. અનિતા સેનગુપ્તાએ કહ્યુ કે મનુષ્યનો સ્વભાવ શોધ કરવાનો છે. એ સમુદ્ધમાં શોધ કરે છે, રણમાં શોધ કરે છે. અમે મંગલ ગ્રહ પર એટલા માટે જવા માંગીએ છીએ કે ત્યાં વસ્તીનું નિર્માણ કરવું છે. મનુષ્યની શોધની એ ફીતરત જ તેને આગળ વધારે છે. આપણે અન્ય ગ્રહો પર જીવન શોધવાનું છે.

ડો.અનીતા સેનગુપ્તાએ જણાવ્યું હતું કે અમે ક્યારેય માન્યું નથી કે સૌરમંડળમાં માત્ર આપણે જ જીવ છીએ.યુરોપા, ગુરુના ચંદ્ર પર જીવન હોઈ શકે છે. કેમ કે ત્યાં બર્ફીલો દરિયો  છે. શક્ય છે કે ત્યાં એલિયન જીવન હોય. શનિના ચંદ્ર પર પણ કાર્બનિક પદાર્થ છે. ત્યાં જીવન પણ હોઈ શકે છે. સિંગલ સેલ સજીવો હોઈ શકે છે. આ સ્થળોએ અવકાશ કાર્યક્રમો પર અબજો ખર્ચ કરવામાં આવે છે.

ડો. અનિતા સેનગુપ્તાએ જણાવ્યું હતું કે જ્યારે આપણે કોઈપણ નવી પ્રકારની ટેક્નોલોજી વિકસાવીએ છીએ. કંઈક નવું શોધીએ છીએ. અમને સ્પેસ પ્રોગ્રામ્સમાંથી ઘણી સારી ટેક્નોલોજીઓ મળી છે. આનાથી આપણા જીવનની ગુણવત્તા સુધરે છે. બહેતર સમાજ બનાવવામાં મદદ કરે છે. અવકાશ વિજ્ઞાને વિશ્વ અને સમાજને શ્રેષ્ઠ બનાવ્યો છે. વધુ સારી ટેકનોલોજી આપી છે.

ડો. સેનગુપ્તાએ કહ્યુ કે ધરતી પરની હાલની સમસ્યાના ઉકેલ માટે સ્પેસ સાયન્સ ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે, મેં નાસા માટે કંઇ પણ કર્યું છે તે હવે હું સમાજ અને પૃથ્વીને સુધારવા માટે કરી રહી છું.મારું આગામી મિશન પૃથ્વી અને આબોહવા પરિવર્તનને સુધારવાનું છે. અત્યારે હું હાઈડ્રો પ્લેન પર કામ કરું છું. આ એક એવું વિમાન છે, જેમાં કોઈ અવાજ નથી, કોઈ પ્રદૂષણ નથી. માત્ર સ્વચ્છ ઊર્જા વિમાન છે.

ડો.સેનગુપ્તાએ જણાવ્યું હતું કે સ્પેસ મિશન માટે સૌપ્રથમ હાઈડ્રોજન ઈંધણ વિકસાવવામાં આવ્યું હતું. હવે અમે તેને પ્લેન અને હેલિકોપ્ટરમાં લાવી રહ્યા છીએ. પ્રદૂષણ ઘટાડવા માટે. આ એ સ્પેસ ટેક્નોલોજી છે જેનાથી પૃથ્વી પરના લોકોને ફાયદો થશે. આ ઈંધણથી ટ્રક, ટ્રેન અને બસ પણ ચાલી શકે છે. ભારતમાં તેનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે છે. અહીં ગ્રીન હાઇડ્રોજન માસ જનરેટ કરવાનું સરળ છે. કરી શકીએ છે, જો ભારત આનો અમલ કરશે તો કાર્બન ફૂટપ્રિન્ટ ઝડપથી ઘટશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp