Hyundai Exter: સાઇઝમાં નાની છે, પરંતુ સેફ્ટી જબરદસ્ત મળશે, જાણો કિંમત કેટલી?

PC: autocarindia.com

Hyundai Motor India તેની નવીi મિની SUV Hyundai Exter લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી, કંપની સતત આ SUVના તમામ ટીઝર રિલીઝ કરી રહી છે, જેમાં તેની સાથે જોડાયેલા કેટલાક ખાસ ફીચર્સ પરથી પડદો ઊંચકાઈ રહ્યો છે. હવે Hyundai Exterનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જે મુજબ તેના સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ જોવા મળશે જે તેના પ્રતિસ્પર્ધી મોડલ્સમાં જોવા મળતા નથી. એવું માનવામાં આવે છે કે આ SUV સાઈઝમાં નાની હોઈ શકે છે પરંતુ તેના ફીચર્સ ખૂબ જ પ્રભાવશાળી હશે.

Hyundai Exterના નવા ટીઝર અનુસાર, કંપની આ SUVમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સામેલ કરી રહી છે, મતલબ કે આ ફીચર બેઝ અથવા ટોપ ઓલ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. સબફોર મીટર સેગમેન્ટમાં આ પહેલી કાર હશે જે સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ આપવામાં આવી હોય. આ સિવાય SUVમાં હિલ આસિસ્ટ કંટ્રોલ (HAC), એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વિથ ઈલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન (EBD), વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM), ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવી સુવિધાઓ પણ મળશે. . એટલે કે તમને દરેક વેરિઅન્ટમાં આ તમામ ફીચર્સ મળશે.

આ નવા ટીઝર મુજબ, Hyundai Exterમાં કંપની 40થી વધારે સેફ્ટી ફીચર્સ સામેલ કરવાનો દાવો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમાંથી 26 સેફ્ટી ફિચર્સ એવા બશે જેને કંપની બધા વેરિઅન્ટમાં સામેલ કરશે.

Hyundai Exter ની સલામતી વિશે, Hyundai Motor India Ltd.ના COO, તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, મોબિલિટી બેન્ચમાર્કને ફરીથી વ્યાખ્યાયિત કરતી કાર સાથે ગ્રાહક અનુભવને વધારવાનો અમારો પ્રયાસ છે. Hyundai EXTER  શાનદાર કાર પૈકીની એક છે. તેમણે ઉમેર્યું કે Hyundai EXTER એ ભારતની પ્રથમ સબ-4-મીટર SUV છે જે સ્ટાન્ડર્ડ તરીકે 6-એરબેગ્સથી સજ્જ છે. કંપનીએ નવી એક્સ્ટરને બોક્સી ડિઝાઇન આપી છે.

તાજેતરમાં Hyundai Exter દક્ષિણ કોરિયાના માર્કેટમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામળી હતી. હવે કંપનીએ ભારતીય સ્પેક્સ મોડલની ડિઝાઈન પણ સંપૂર્ણ રીતે બતાવી દીધી છે. કંપની આ SUVને નવા રંગમાં રજૂ કરી રહી છે, જેને કંપનીએ ‘Ranger Khaki’નામ આપ્યું છે. આ પેંટ સ્કીમ ભારતમાં પહેલીવાર Exter સાથે ઓફર કરવામાં આવી રહી છે.

Exterમાં કંપની 1.2 લીટરની ક્ષમતાના Kappa પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી રહી છે, જે તમને ગ્રાન્ડ આઇ-10 નિયોસ, આઇ 20 અને વેન્યૂ જેવા મોડલોમાં જોવા મળે છે. જો કે તેના પાવપ આઉટપૂટ વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તે 83hp અને114Nmનું ટોર્ક જનરેટ કરશે. આ  SUVને ફિટેડ CNG વેરિઅન્ટમાં પણ રજૂ કરવામાં આવશે.

આ એન્જિનનને 5- સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સની સાથે જોડવામાં આવ્યું છે.Hyundai Exterને કુલ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવશે, જેમાં EX, S, SX, SX(O) અને ટોપ મોડલ તરીકે SX(O) કનેક્ટ સામેલ છે. શક્ય છે કે આ ટોપ વેરિઅન્ટમાં કેટલાંક કનેક્ટેડ કાર ફીચર્સ પણ જોવા મળ્યા. માર્કેટમાં આવ્યા પછી આ SUV મુખ્ય રીતે ટાટા પંચ,રેનો કિગર, નિસાન મેગ્નાઇટ જેવા મોડલોને ટકકર આપશે.

અત્યારે આ કારની કિંમત માટે કઇંક પણ કહેવું જલ્દી હશે, પરંતુ એ વાત નક્કી છે કે Hyundaiની આ સૌથી સસ્તી SUV હશે. કંપનીના પોર્ટફોલિયમાં Hyundai Venue સૌથી સસ્તી કાર છે, જેની કિંમત 7.72 લાખથી શરૂ થાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp