હ્યુન્ડાઇ i20નું ફેસલિફ્ટ મોડલ અનવીલ થયું, એડવાન્સ ફીચર્સ સાથે નવા લૂકમાં આવશે

PC: carandbike.com

પ્રીમીયમ હેચબેક કાર તરીકે હ્યુન્ડાઇ i20 આખા વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય કાર છે. ઇન્ડિયન માર્કેટમાં પણ આ કાર પોતાના સેગમેન્ટમાં ઘણી લોકપ્રિય કાર છે. હવે સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇએ પોતાની i20ના નવા ફેસલિફ્ટ મોડલને રજૂ કર્યું છે. નવા લુક, એડવાન્સ ફીચર્સ અને અત્યાધુનિક ટેકનિકથી લેસ આ પ્રીમિયમ હેચબેક કારને જલ્દીથી જ ભારતીય બજારમાં પણ વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે. હાલ કંપનીએ તેને યુરોપિયન માર્કેટમાં રજૂ કરી છે. કંપનીએ આ હેચબેકમાં નવા અપડેટ્સ આપ્યા છે જે હાલની કાર કરતા ઘણા સારા છે.

આ કારના નવુ લુક અને ડિઝાઇનની વાત કરીએ તો કંપનીએ તેમાં નવી ગ્રિલ સાથે રિવાઇઝ્ડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સને પણ શામેલ કરી છે. તે સિવાય ફ્રંટ બંપર અને નવી એર વેન્ટ્સ કારના ફ્રંટ લુકને વધુ સારું બનાવે છે. હ્યુન્ડાઇના લોગોને ગ્રિલ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને બોનટ પર લગાવવામાં આવ્યો છે. જોકે, તેની પ્રોફાઇલમાં કોઇ મોટો ફેરફાર નથી કરવામાં આવ્યો આ કારમાં તમને નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ જરૂર મળશે. તેની સાઇડ કટ અ ક્રીઝ લાઇન્સ પહેલા જેવા જ છે.

હ્યુન્ડાઇ હંમેશાથી પોતાના રિચ કેબિન ડિઝાઇન માટે જાણીતી છે. પ્રાઇસ સેગમેન્ટમાં હ્યુન્ડાઇ એક સારું કેબિન આપવાની કોશિશ કરે છે, આ કારમાં પણ કંઇ એવું જ જોવા મળે છે. હ્યુન્ડાઇ i20ના ફેસલિફ્ટ મોડલમાં કંપનીએ 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે, તે સિવાય 1025 ઇંચની એક ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. હાલ તેના કેબિન ફીચર્સની વાત કરીએ તો જાણકારી સામે નથી આવી, પણ તેનાથી એડવાન્સ ફીચર્સની આશા કરી શકાય.

ગ્લોબલ માર્કેટમાં i20માં 1 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 6 સ્પીડ iMT કે 7 સ્પીડ DCT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે રજૂ કરવામાં આવશે. જે અલગ અલગ પાવર આઉટપુટની સાથે આવે છે. જેમાં 99 બ્રેક હોર્સ પાવર અને 118 બ્રેક હોર્સ પાવરનો પાવર આવશે. ભારતમાં આ પ્રીમીયમ હેચબેક આ જ એન્જિન સાથે આવશે, પણ તેને અલગ રીતે ટ્યુન કરવામાં આવશે, જેથી આ એન્જિન 120 બ્રેક હોર્સ પાવરનો પાવર અને 172 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે. જ્યારે, આ કાર 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે પણ આવે છે જેનો પાવર 83 બ્રેક હોર્સ પાવર અને 114 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ કે સીવીટી ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. એન્જિન મેકેનિઝમમાં કોઇ રીતના ફેરફારની આશા નથી.

નવા ટ્રેન્ડ અનુસાર હ્યુન્ડાઇ i20 પણ હવે એડવાન્સ ડ્રાઇવિંગ અસનસ્ટન્સ સિસ્ટમ ફીચર સાથે લેસ હશે, જેથી આ કારની સેફ્ટી વધુ સારી બનશે. તેમાં બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, રિયર ક્રોસ ટ્રાફિક કોલિઝન અવોઇડન્સ, સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ, ફોરવર્ડ કોલિઝન અવોઇડન્સ વોર્નિંગ સિસ્ટમ વગેરે જેવી સુવિધા મળશે. કુલ મળીને આ કાર નવી ટેકનિક અને એડવાન્સ ફીચર્સના કારણે સેગમેન્ટમાં અલગ નજર આવશે. સંભવ છે કે, કંપની આ કારને ભારતીય બજારમાં આ વર્ષે વેચાણ માટે લોન્ચ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp