Hyundaiએ લોન્ચ કરી નવી બજેટ SUV, કિંમત એટલી કે બલેનોને પણ ટક્કર આપશે

PC: zigwheels.com

સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની Hyundaiએ આજે એટલે કે 10 જુલાઈએ પોતાની બજેટ SUV Hyundai Exterને આધિકારીકરીતે વેચાણ માટે લોન્ચ કરી દીધી છે. તે કંપનીના પોર્ટફોલિયોમાં રહેલી Venueની નીચે પોઝિશન કરે છે. આ SUV કુલ પાંચ વેરિયન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. આકર્ષક લુક અને દમદાર એન્જિનથી લેસ આ SUV ની શરૂઆતી કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપની આ SUVનું આધિકારીક બુકિંગ પહેલાથી જ શરૂ કરી ચુકી છે અને તેની ડિલિવરી પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. Hyundai Exter SUV ને બોક્સી લુક અને ડિઝાઈન કરવામાં આવી છે, જે ખૂબ જ ટ્રેન્ડી દેખાય છે. તેના ફ્રન્ટમાં પેરામિટ્રિક ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે, જે આ SUVને મોડર્ન અપીલ આપે છે. તેના ફ્રન્ટમાં H-શેપ સિગ્નેચર LED ડે-ટાઇમ રનિંગ લાઇટ DRL’s, પ્રોજેક્ટ હેડલેમ્પ અને સ્પોર્ટી સ્કિડ પ્લેટ આપવામાં આવી છે.

તેમાં બ્લેક આઉટ વ્હીલ આર્ચ અને સાઇડ સિલ ક્લેડિંગ સાથે ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. Hyundai Exter માં એક ફ્લોટિંગ રૂફ ડિઝાઇન પણ મળે છે જેને પેરામીટ્રિક ડિઝાઇન સી-પિલર ગાર્નિશ અને સ્પોર્ટી બ્રિજ ટાઇપ રુફ સેલ્સ સાથે આગળ વધારવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આ SUV યુવાઓને આકર્ષિત કરશે.

તેની કેબિનમાં 8 ઇંચની ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ ઉપરાંત, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે, તેનો મોડર્ન લેગરૂમ અને સ્પોર્ટી સેમી-લેધર અપહોલ્સટરી તેના કેબિનને વધુ આકર્ષક બનાવે છે. નવી SUVમાં મલ્ટી-લેંગ્વેજ UAI સપોર્ટની સાથે ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને 7 એમ્બિએન્ટ સાઉન્ડ આપવામાં આવ્યા છે જે તેના પ્રોફાઇલને વધુ સારું બનાવે છે. Hyundai Exter ને ક્રૂઝ કંટ્રોલ જેવા સ્માર્ટ ફીચર્સથી લેસ કરવામાં આવ્યા છે. Hyundai Exter SUVને કંપનીએ કુલ 3 અલગ-અલગ પાવરટ્રેન વિકલ્પો સાથે રજૂ કરી છે, જેમા 1.2 લીટર કપ્પા પેટ્રોલ એન્જિન, 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને સ્માર્ટ ઓટો એએમટી ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત, આ SUV 1.2 લીટર બાયો-ફ્યૂલ કપ્પા પેટ્રોલ CNG એન્જિન સાથે પણ આવે છે. જેને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે.

Hyundai Exter SUVના તમામ વેરિયન્ટ્સમાં 26 સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને પોતાના સેગ્મેન્ટમાં બાકી ગાડીઓ કરતા અલગ બનાવે છે. તેમા ESC (ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ), VSM (વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ) અને HAC (હિલ આસિસ્ટ કંટ્રોલ) જેવા કેટલાક એવા ફીચર્સ આપવામાં આવ્યા છે જે આ સેગ્મેન્ટમાં પહેલીવાર મળ્યા  છે. આ ઉપરાંત, તેમા 3 પોઇન્ટ સીટ બેલ્ટ અને સીટ બેલ્ટ રિમાઇન્ડર, કીલેસ એન્ટ્રી, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર, ESS, બર્ગલર અલાર્મ અને ઘણા અન્ય ફીચર્સ આપવામાં આવ્યા છે. Hyundai Exter SUVમાં 40 કરતા વધુ એડવાન્સ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમા હેડલેમ્પ એસ્કોર્ટ ફંક્શન, ઓટો હેડલેમ્પ, ISOFIX, રિયર ડિફોગર અને રિયર પાર્કિંગ કેમેરા સામેલ છે. આ ઉપરાંત, ડેશકેમ, ટીપીએમએસ અને બર્ગલર અલાર્મ જેવા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ પણ મળે છે.

આ SUVમાં સનરૂફ વોયસ ઇનેબલ્ડ છે એટલે કે તેને વોઇસ કમાન્ડ દ્વારા ઓપરેટ કરી શકાશે. કંપની તેને એક નવા રંગમાં રજૂ કરી રહી છે, જેને કંપનીએ રેન્જર ખાકી નામ આપ્યું છે. આ પેઇન્ટ સ્કીમ ઇન્ડિયામાં પહેલીવાર Hyundai Exter સાથે રજૂ કરવામાં આવી રહી છે. તેમા ડેશકેમ પણ છે, જે આ સેગ્મેન્ટમાં તેને સૌથી અલગ બનાવે છે. આ કેમેરો કારના ફ્રન્ટ અને રિયર બંનેની સ્થિતિ પર નજર રાખે છે. તેનો અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકાય છે જેમકે, ડ્રાઇવિંગ (નોર્મલ), કોઈ ઘટના (સેફ્ટી) અથવા વેકેશન (ટાઇમ લેપ્સ) વગેરે તરીકે. કેમેરામાં ઘણા રેકોર્ડિંગ મોડ છે, જે ફુલ એચડી વીડિયો રિઝોલ્યૂશન સાથે આવે છે. બજારમાં આ SUV Tata Punch, Renault Kiger  અને Nissan Megnite ને ટક્કર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp