Hyundaiની ઇલેક્ટ્રિક SUV થઈ લોન્ચ, સિંગલ ચાર્જમાં 631KMની રેન્જ, કિંમત છે ઘણી

PC: hyundai.com

Hyundaiએ ભારતમાં Ioniq 5 ઓલ-ઇલેક્ટ્રિક ક્રોસઓવર SUVને લોન્ચ કરી છે. નવી Hyundai Ioniq 5 SUV ઓટો એક્સ્પો 2023ના પ્રથમ દિવસે સિંગલ ફુલી લોડેડ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 44.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Ioniq 5નું બુકિંગ 21 ડિસેમ્બર, 2022થી જ શરૂ થયું હતું. તેની બુકિંગ રકમ 1 લાખ રૂપિયા રાખવામાં આવી હતી, જે ફક્ત પ્રથમ 500 ગ્રાહકો માટે છે.

નવી Hyundai Ioniq 5ને સિંગલ પાવરટ્રેન વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં સિંગલ મોટર સેટઅપ શામેલ છે જે તેને રીઅર-વ્હીલ ડ્રાઇવ કોન્ફિગરેશન આપે છે. આ વાહનની ઇલેક્ટ્રિક મોટર 217 bhp પાવર 350 Nm ટાર્ક જનરેટ કરે છે. Hyundai Ioniq 5માં 72.6 kWhની લિથિયમ-આયન બેટરી છે.

આ વાહન 800V ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરવામાં સક્ષમ છે. આ 18 મિનિટમાં 10-80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. Ioniq 5 સિંગલ ચાર્જમાં 631 કિમીની અંદાજિત રેન્જ આપે છે.

Ioniq 5ને કંપનીએ સૌપ્રથમવાર ફ્રેન્કફર્ટ મોટર શો દરમિયાન રજૂ કરવામાં આવી હતી, આ સિવાય તેને 2022 વર્લ્ડ કાર ઓફ ધ યર, વર્લ્ડ ડિઝાઇન ઓફ ધ યર અને વર્લ્ડ ઇલેક્ટ્રિક કાર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. તેનું એક્સટીરિયર એકદમ આકર્ષક છે. તેને શાર્પ લાઈન, ફ્લેટ સરફેસ અને હાઈલી-રૈંક્ડ વિન્ડસ્ક્રીનથી શણગારવામાં આવી છે. 20-ઇંચના એલોય વ્હીલ્સ અને ટર્બાઇન જેવા વ્હીલ્સની ડિઝાઇન તેના સાઈડ લુકને વધારે સારું બનાવે છે.

Ioniq 5 ના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો, તેમાં એક ફ્લેટ ફ્લોર, ફ્લેક્સિબલ સીટ્સ અને મૂવેબલ સેન્ટ્રલ કન્સોલ છે. તેના ઇન્ટિરિયરમાં સસ્ટેંનેબલ મટેરિયલ અને રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં, ક્રેશ પેડ્સ, સ્વિચ, સ્ટીયરિંગ વ્હીલ અને ડોર પેડ્સ માટે પણ બાયો-પેઈન્ટનો ઉપયોગ કરેલો જોવા મળે છે.

Ioniq 5માં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચસ્ક્રીન માટે 12.3-ઇંચની સ્ક્રીન, હેડ-અપ ડિસ્પ્લે અને ADAS જેવા ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તે 3.6kW ના આઉટપુટ સાથે વ્હીકલ-ટુ-લોડ ફંક્શન પણ મેળવે છે જે લેપટોપ, ફોન અને અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણોને પાવર-અપ કરી શકે છે. તેમાં બાહ્ય પાવર આઉટપુટ માટે બે પોર્ટ આપવામાં આવ્યા છે, એક પાછળની સીટોની નીચે સ્થિત છે અને બીજું ચાર્જિંગ પોર્ટ બહારની બાજુએ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp