ડેશ કેમ સહિત 23 નવા ફીચર્સની સાથે લોન્ચ થઇ Hyundai Venue, જાણો કિંમત

PC: hyundai.com

Hyundai મોટર ઈન્ડિયા લિમિટેડે ભારતીય માર્કેટમાં પોતાની પ્રચલિત કોમ્પેક્ટ SUV Hyundai Venueને નવા નાઇટ એડિશનમાં લોન્ચ કરી દીધી છે.  Venueમાં કંપનીએ આ સ્પેશ્યિલ એડિશનમાં નવા ફીચર્સ પણ સામેલ કર્યા છે. સાથે કારને અપડેટ પણ કરી છે. જે રેગ્યુલર મોડલ કરતા વધુ આકર્ષક છે. આ પહેલા કંપનીએ ક્રેટા અને અલ્ક્ઝાર એડવેંચર એડિશનને લોન્ચ કર્યા હતા. ક્રેટાનું નાઇટ એડિશન પહેલાથી જ વેચાણ માટે અવેલેબલ છે. Hyundai Venue નાઇટ એડિશનની શરૂઆત 10 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે.

Hyundai Venue નાઈટ એડિશનને અલગ અલગ વર્ગના ગ્રાહકો અનુસાર કુલ 7 વેરિયન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. જેના બેઝ મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિયન્ટની કિંમત 9.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આને બે પેટ્રોલ એન્જિન ઓપ્શનની સાથે રજૂ કરી છે. જેમાં 1.2 લીટર પેટ્રોલ અને 1.0 લીટર જીડીઆઈ પેટ્રોલ એન્જિનનો ઓપ્શન મળે છે. જેના ટોપ ડ્યુઅલ ટોન DCT વેરિયન્ટની કિંમત 13.48 લાખ રૂપિયા એક્સ શોરૂમ નક્કી કરવામાં આવી છે.

Hyundai Venue નાઇટ એડિશનના વેરિયન્ટ્સ અને કિંમતઃ

Venue 1.2l Kappa Petrol, S(O) Knight MT- 9,99,990 રૂપિયા

Venue 1.2l Kappa Petrol, SX Knight MT- 11,25,700 રૂપિયા

Venue 1.2l Kappa Petrol, SX Knight MT Dual Tone- 11,40,700 રૂપિયા

Venue 1.0l T-GDi Petrol, SX(O) Knight MT- 12,65,100 રૂપિયા

Venue 1.0l T-GDi Petrol, SX(O) Knight MT Dual Tone- 12,80,100 રૂપિયા

Venue 1.0l T-GDi Petrol, SX(O) Knight DCT- 13,33,100 રૂપિયા

Venue 1.0l T-GDi Petrol, SX(O) Knight DCT Dual Tone- 13,48,100 રૂપિયા

કંપનીનું કહેવું છે કે વેન્યૂના આ સ્પેશિયલ એડિશનમાં 23 યૂનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. જોકે તેના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેના ફ્રંટમાં બ્લેક કલરની સાથે ગ્રિલ અને કંપનીનો લોગો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આગળ અને પાછળ બંપર પર બ્રાસ કલર એક્સેંટ જોવા મળી શકે છે. કંપનીએ આ કારમાં બ્રાસનો સારો ઉપયોગ કર્યો છે. જોકે ફ્રંટ વ્હીલ અને રૂફ રેલ વગેરે આપવામાં આવ્યું છે.

કંપનીએ વેન્યૂના આ નવા ઈન્ટીરિયરને ઓલ બ્લેક થીમની સાથે લોન્ચ કરી છે. જેમાં એક્સક્લૂસિવ બ્લેક સીટ અપહોલ્સટરી આપવામાં આવ્યા છે. જે બ્રાસ કલર હાઇલાઇટ્સની સાથે આવે છે. હાલમાં જ લોન્ચ થયેલી Exterની જેમ જ આ કારમાં પણ ડ્યુઅલ કેમેરાની સાથે ડેશકેમ આપવામાં આવ્યો છે. સ્પોર્ટી મેટલ પેડલ, 3ડી ડિઝાઈન મેટ્સ અને નવા ઈન સાઇડ રિયર વ્યૂ મિરર આપવામાં આવ્યા છે.

વેન્યૂના નાઇટ એડિશનને કંપનીએ 4 મોનોટોન અને 1 ડ્યુઅલ ટોનના કલર ઓપ્શનોમાં ઉપલબ્ધ કરાવ્યા છે. જેમાં એબિસ બ્લેક, એટલસ વ્હાઈટ, ટાઇટન ગ્રે, ફિએરી રેડ અને એબિસ બ્લેકની સાથે ફિએરી રેડ કલર સામેલ છે. જેની બુકિંગની શરૂઆત થઇ ચૂકી છે. જેને કંપનીની વેબસાઈટ કે ઓફિશ્યલ ડીલરશીપના માધ્યમે બુક કરાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp