Hyundai લાવી રહ્યું છે નવી Verna, જાણો તેના ફીચર્સ અને ખાસિયત

PC: zigwheels.com

સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની Hyundai ટૂંક સમયમાં જ ઈન્ડિયન માર્કેટમાં પોતાની પ્રખ્યાત સિડાન કાર Hyundai Verna ના નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર, આ કારને આગામી 21 માર્ચે આધિકારીકરીતે વેચાણ માટે લોન્ચ કરવામાં આવી શકે છે. બજારમાં ઉતારતા પહેલા કંપની આ સિડાનના ઘણા ટીઝર જાહેર કરી ચુકી છે, જેમા તેના કેટલાક ફીચર્સ સામે આવી ચુક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નવી Hyundai Verna માં એવા ફીચર્સ પણ આપવામાં આવી રહ્યા છે જે સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળશે. આ કારનું આધિકારીક બુકિંગ શરૂ થઈ ગયુ છે, જેને ગ્રાહક કંપનીની વેબસાઇટ અને અધિકૃત ડીલરશિપના માધ્યમથી બુક કરાવી શકે છે.

નવી સિડાન કારને કંપની બે પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે રજૂ કરી રહી છે. તેના એક યૂનિટમાં 1.5 લીટરની ક્ષમતા નેચરલ એસ્પાયર્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 115hp નો પાવર જનરેટ કરે છે. તેમજ, બીજા વેરિયન્ટમાં ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 160 hp નો પાવર જનરેટ કરે છે. બંને એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સને સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યું છે. તેમજ, નેચરલ એસ્પાયર્ડ એન્જિનમાં (CVT) ટ્રાન્સમિશન અને ટર્બો વેરિયન્ટમાં ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશન (DCT) ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.

આવનારી Hyundai Vernaમાં કંપની સ્વિચેબલ ઈન્ફોટેન્મેન્ટ અને ક્લાઇમેટ કંટ્રોલરને ડ્યૂઅલ સ્ક્રીન સેટ-અપની સાથે આપી રહી છે. તેમા 10.25 ઈંચની બે સ્ક્રીન મળશે, જેમાથી એક ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ માટે ઉપયોગ થશે અને બીજાનું ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર હશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઈન્ટરફેસ એસી અને ઇન્ફોટેન્મેન્ટને કંટ્રોલ કરીને એક સહજ અને આધુનિક અનુભવ પ્રદાન કરે છે. આ કારના ફ્રન્ટ-રો એટલે કે પહેલી લાઇનમાં હિટેડ સીટ પણ આપવામાં આવી રહી છે, જે સેગ્મેન્ટમાં પહેલીવાર જોવા મળશે. આ ઉપરાંત, 8 સ્પીકર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આ કારને વધુ સારી બનાવશે. એક્સટીરિયરમાં કરવામાં આવેલા બદલાવની રીતે આ કારમાં નવા LED હેડલેમ્પ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ પણ આપવામાં આવી રહી છે.

નવી ફેસલિફ્ટ Hyundai Verna માં કંપની ઘણા મોટા બદલાવ કરશે, જેને કારણે આ કાર હાલના મોડલથી એકદમ અલગ હશે. કંપની તેમા નવી ડિઝાઇન લેંગ્વેજનો ઉપયોગ કરવાની સાથે તેમા એડવાન્સ ફીચર્સને સામેલ કરશે. તેમા Tucson SUV જેવા ફ્રન્ટ ફેસ આપવામાં આવ્યા છે, આ ઉપરાંત LED હેડલેમ્પ, આકર્ષક ડે-ટાઇમ-રનિંગ લાઇટ્સ, આપવામાં આવી છે. નવી Hyundai Verna વધુ એડવાન્સ ફીચર્સથી લેસ હશે અને તેને ચાર ટ્રિમમાં રજૂ કરવામાં આવશે.

કારના કેબિનની વાત કરીએ તો નવી Hyundai Vernaને ખૂબ જ સ્પેશિયલ બનાવવામાં આવશે આ ઉપરાંત, તેનું ઈન્ટીરિયર એડવાન્સ ફીચર્સથી લેસ હશે. આ કારમાં USB ચાર્જિંગ પોર્ટ, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, કીલેસ એન્ટ્રી, મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, પાછળની સીટ માટે AC વેન્ટ્સ, ડ્યૂઅલ સ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સેટઅપ, કનેક્ટિવિટી સિસ્ટમ વગેરે જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત, આ સિડાનમાં એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) ની સાથે જ ઘણા એરબેગ પણ આપવામાં આવશે તેવી આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp