કૃત્રિમ બુદ્ધિ લાખો લોકોની નોકરીઓ ખાઇ જશે, IMFના ગીતા ગોપીનાથે કરી આગાહી

અત્યારે ચારેકોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા ચાલી રહી છે ત્યારે IMFના ગીતા ગોપીનાથે ચેતવણી ઉચ્ચારી છે કે આ ટેક્નોલોજી અનેક લોકોની નોકરી ખાઇ જશે, સરકારોએ તાત્કાલિક આ ટેક્નોલોજીને રોકવા માટે પગલાં લેવા  જોઇએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુનિયાના ધનપતિ એલોન મસ્ક પણ વિરોધ કરી ચૂકયા છે, પરંતુ આ ટેક્નોલોજીને રોકવી લગભગ અશક્ય બની ગઇ છે.

જ્યારે દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ જોર પકડી રહ્યો છે. કંપનીઓનું મોટું ફોકસ AI પર છે. આવી સ્થિતિમાં ભારતીય મૂળના જાણીતા અર્થશાસ્ત્રી અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે આશંકા વ્યક્ત કરી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે આવનારા દિવસોમાં લેબર માર્કેટમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમણે પોલીસી મેકર્સને આ ટેક્નોલોજીને નિયંત્રિત કરવા માટે જલદી નિયમો બનાવવાની અપીલ કરી છે.

ગીતા ગોપીનાથે કહ્યુ, અમે ઇચ્છીએ છીએ કે સરકારો, સંસ્થાઓ અને પોલીસી મેકર્સ રેગ્યુલેશન બનાવવાની સાથે લેબર માર્કેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ઉભા થનારા અવરોધના ઉકેસ માટે જલ્દીથી જલ્દી તૈયારી શરૂ કરી દે.

ગીતા ગોપીનાથે કહ્યું કે સરકારોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પ્રભાવિત કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સામાજિક સુરક્ષા માળખાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સાથે એવી ટેક્સ પોલિસી તૈયાર કરવી જોઈએ, જેના હેઠળ એવી કંપનીઓને બિલકુલ પ્રોત્સાહિત ન કરવી જોઈએ, જે કર્મચારીઓને બદલે મશીનનો ઉપયોગ કરે છે. ગીતા ગોપીનાથે પોલીસી મેકર્સને આ કંપનીઓથી સાવચેત રહેવા કહ્યું છે, જેમને નવી ટેક્નોલોજીના સંદર્ભમાં પડકાર ફેંકવો અશક્ય છે.

 આ પહેલાં માર્ચ 2023માં Goldman Sachsએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે 30 કરોડ ફુલટાઇમ જોબ્સ સામે જોખમ ઉભું થઇ શકે છે. ગયા વર્ષે, PWC એ તેના વાર્ષિક વૈશ્વિક વર્કફોર્સ સર્વેમાં જણાવ્યું હતું કે એક તૃતીયાંશ લોકોને ડર છે કે આગામી ત્રણ વર્ષમાં નવી ટેક્નોલોજી તેમની જગ્યા લઈ શકે છે.

ટેક્નોલોજી સાથે જોડાયેલી ઘણી કંપનીઓ રૂટિન નોકરીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બદલવા પર વિચાર કરી રહી છે. IBMના CEOએ તાજેતરમાં કહ્યું હતું કે કંપની 7800 પદોની ભરતી પર રોક લગાવી શકે છે કારણ કે તેઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બદલી શકાય છે. તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેંક ઓફિસ ઓપરેશન જેવા માનવ સંસાધનોને બદલી શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.