ઈમરજન્સીમાં સૌથી પહેલા ગાડીના આ કાચને તોડો, સરળતાથી બહાર નીકળી શકશો

PC: aisglass.com

અનેક વાર એક્સિડન્ટ અથવા અચાનકથી ગાડીના ચારેય કાચ અને વિંડો લોક થઇ જાય છે. આનાથી કારમાં બેસેલા વ્યક્તિઓ ખરાબ રીતે ફસાઈ જાય છે. આટલું જ નહીં, અનેક કેસોમાં તેમના મૃત્યુ પણ થઇ જાય છે. આ કારણે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? તેની માહિતી ખૂબ જ ઓછા લોકોને હોય છે. સાથે જ અનેક મામલાઓમાં મગજ કામ કરવાનું બંધ કરી દે છે.

જો તમે પણ ક્યારેક આવી સ્થિતિમાં ફસાઈ જાઓ, તો ગભરાવવાની જરૂર નથી. જો તમે આવી પરિસ્થિતિથી નીકળવા વિશે પહેલાથી જાણો છો, તો તમે સરળતાથી બહાર નીકળી શકો છો. અમે આજે જણાવીશું કે, આવી સ્થિતિમાં તમે સૌથી ગાડીનો કયો કાચ તોડવો જોઈએ અને કેવી રીતે તોડવો જોઈએ?

હેડરેસ્ટનો ઉપયોગ કરો

એમ તો, ગાડીમાં કોઈ પણ ઈમરજન્સી સ્થિતિથી નીકળવા માટે વિંડો પંચ અથવા ગ્લાસ હેમર રાખવું જરૂરી હોય છે, પણ મહત્તમ લોકો આને સાથે નથી રાખતા. તેવી સ્થિતિમાં તમે કારની અંદર ફસાઈ જાઓ છો અને ગાડીના કાચ અને વિંડો નથી ખુલી રહ્યા, તો ગભરાવ નથી. સૌથી પહેલા તમે તમારી સીટના ઉપર લાગેલા હેડરેસ્ટની નીચે લાગેલો લોખંડનો તીક્ષ્ણ ખીલ્લો તમારી આ જ ઈમરજન્સી સ્થિતિમાં કામ આવવા માટે આપવામાં આવે છે. તમે હેડરેસ્ટ કાઢીને ગાડીની વિંડોમાં લાગેલા કાચને તોડી શકો છો.

વિન્ડશીલ્ડને તોડીને ગાડીમાંથી બહાર નીકળો 

કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં હંમેશાં ગેસ અથવા અન્ય કારણોથી ગાડીની વિંડો અને કાચ લોક થઇ જાય છે. તેમજ, સ્થિતિ એવી હોય છે, જેના કારણે તમે આની તોડી શકતા નથી. એવી સ્થિતિમાં તમે ગાડીમાંથી બહાર નીકળવા માટે ગાડીની આગળ લાગેલા મોટા કાચને એટલે કે, વિન્ડશીલ્ડને કાઢી નાંખો. આ ટેમ્પર્ડ ગ્લાસથી બનેલો હોય છે. આ જ કારણે આ ખૂબ જ મજબૂત હોય છે.

આવી રીતે કાઢી શકો છો વિન્ડશીલ્ડને    

આને હટાવવા માટે તમે સીટની મદદ લઈને પગથી દબાણ આપો. તેનાથી આગળનો પૂરો કાચ એટલે કે, વિન્ડશીલ્ડ બહાર નીકળી જશે. આના કારણે તે ચારેય બાજુથી જોડાયેલો રહે છે, તે હટતા જ તમે સરળતાથી ગાડીમાંથી બહાર નીકળી શકો છો. તમને કોઈ રીતની ઈજા પણ નહીં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp