26th January selfie contest

દેશી કંપની Lavaએ Appleને પછાડ્યું, આ સેગમેન્ટમાં વેચ્યા વધારે ડિવાઈસ

PC: gadgets.com

Apple દુનિયાની દિગ્ગજ કંપનીઓમાંની એક છે. દુનિયાભરના બીજા માર્કેટની સાથે Apple ભારતમાં પણ સારું માર્કેટ ધરાવે છે. કોઈ દેશી કંપની Appleને પછાડે તેવી કલ્પના કરવી પણ અઘરી લાગે છે, પરંતુ ભારતમાં એવું થયેલું જોવા મળ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ તો એવું જ બતાવે છે. ગ્લોબલ રિસર્ચ કંપની કેનાલીસે ભારતીય પીસી માર્કેટ પર નવી રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ્સની માનીએ તો ટેબલેટ માર્કેટમાં Lavaએ Appleને પછાડી દીધી છે.

વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિકમાં ટેબલેટ શિપમેન્ટમાં Samsung ટોપ પર છે. કંપનીએ 357000 યુનિટ્સ વેચ્યા છે. તેની સાથે જ કંપનીનો માર્કેટ શેર 23.4 ટકા છે. જ્યારે વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં Lava બીજા ક્રમે પહોંચી ગયું છે. કંપનીનો માર્કેટ શેર 20.04 ટકા છે. જ્યારે Apple ત્રીજા સ્થાને એપલ છે અને તેનો માર્કેટ શેર 17.1 ટકા છે. Lavaએ ત્રીજા ત્રિમાસિકમાં 310000 યુનિટ્સની સપ્લાઈ કરી છે, જ્યારે Appleએ 261000 યુનિટ્સનું સપ્લાઈ કર્યું છે.

ચોથા સ્થાન પર Lenovo છે, જેનું માર્કેટ શેર 16.9 ટકા  છે. જોકે રિપોર્ટમાં Lava અને Realmeના શિપમેન્ટ ડેટા ત્રીજા ક્વાર્ટરમાં જ સામેલ કરવામાં આવ્યો છે. કેનાલીસના રિપોર્ટ પ્રમાણે લોકલ વેન્ડર Lava બીજા ક્રમ પર છે. કંપનીને ઓછી કિંમતવાળા એન્ડ્રોઈડ સ્પેસમાં સારું એવું ટ્રાન્ઝેક્શન મળ્યું છે. તેવામાં એજ્યુકેશન ડેવલોપમેન્ટ પણ સામેલ છે. Apple આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. રિપોર્ટની માનીએ તો પીસી માર્કેટમાં Lenovo ટોપ પર છે. કંપનીનું માર્કેટ શેર 21.6 ટકા છે. આ ક્વાર્ટરમાં કંપનીએ 10,95,000 યુનિટ્સ સપ્લાઈ કર્યા છે. જ્યારે બીજા સ્થાન પર 9,40,000 યુનિટ્સની સાથે Hp છે, તો 5,32,000 યુનિટ્સની સાથે Acerનું નામ છે. જેના પછી Appleનું સ્થાન છે, જેણે ત્રીજા ત્રિમાસિકમાં 4,56,000 યુનિટ્સ સપ્લાઈ કર્યા છે.

LAVAએ વિદ્યાર્થીઓ માટે 2021મા 3 ટેબલેટ લોન્ચ કર્યા હતા, જે ખાસ કરીને ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકોની મદદ કરશે. કોરોના મહામારીના કારણે બાળકોએ વર્ચ્યુલ ક્લાસ લેવા પડ્યા હતા. લાવાએ તે સમયે ત્રણ રિઝનેબલ ટેબલેટને લોન્ચ કર્યા હતા. જેનુ નામ Lava Magnum XL, Lava Aura અને lava Ivory હતું. આ ત્રણે ટેબ્લેટ અલગ અલગ સ્ક્રીન સાઈઝમાં હતા. તેની કિંમત 9000 રૂપિયાથી લઈને 15000 રૂપિયાની વચ્ચેની હતી. આ ટેબલેટમાં મોટી સ્ક્રીન, પાવરફુલ બેટરી અને શાનદાર સાઉન્ડ ક્વોલિટી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ માટે શાનદાર સાબિત થઈ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp